બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Keep these 4 things in mind before doing MBBS from abroad otherwise your career may be ruined

જાણવા જેવું / વિદેશમાં MBBS કરવાનું વિચારતા હોવ તો પહેલાં આ 4 બાબતો જાણી લો, નહીં તો કરિયરને થઇ શકે છે મોટું નુકસાન!

Arohi

Last Updated: 05:17 PM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશમાં મેડિકલ ડિગ્રી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. પરંતુ ખોટી યુનિવર્સિટીમાં પ્રવેશ બાળકોનું ભવિષ્ય બગાડી શકે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ આ સંબંધમાં NMCની એક માર્ગદર્શિકા વિશે.

  • વિદેશમાં મેડિકલ ડિગ્રીનો ક્રેઝ વધ્યો 
  • ખોટી યુનિવર્સિટી બગાડી શકે છે બાળકનું ભવિષ્ય
  • NMCની માર્ગદર્શિકા વિશે જાણો 

દેશમાં આવા ઘણા મેડિકલ સ્ટુડન્ટ્સ છે, જેમને અહીંની કોલેજોમાં એડમિશન નથી મળતું. જેના કારણે તેઓ વિદેશની મેડિકલ કોલેજો તરફ વળ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ મેડિકલ ડિગ્રી માટે વિદેશ જાય છે કારણ કે ત્યાં ફી ઓછી છે. 

પરંતુ આવા દેશોમાં MBBS કરવું ક્યારેક જોખમી બની જાય છે. તેનું કારણ એ છે કે ઘણી મેડિકલ કોલેજોને નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા માન્યતા નથી. તેથી વિદેશથી MBBS કરતા પહેલા વિદ્યાર્થીઓએ NMCની ગાઈડલાઈન્સ વાંચવી જોઈએ.

કર્ગિસ્તાનમાં સામે આવ્યો હતો આવો મામલો
હકીકતમાં તાજેતરમાં કિર્ગિસ્તાનમાં મેડિકલ યુનિવર્સિટીની માન્યતા અંગે એક પ્રશ્ન ઊભો થયો હતો. આ યુનિવર્સિટીને NMC દ્વારા માન્યતા આપવામાં આવી ન હતી, પરંતુ તેણે નકલી પત્ર દ્વારા માન્યતા અપાવવાનો દાવો કર્યો હતો. 

આવી સ્થિતિમાં સ્ટૂડન્ટ્સને કન્ફ્યુઝનનો સામનો કરવો પડ્યો હતો. જો કે હવે NMCએ આ સંદર્ભે માર્ગદર્શિકા બહાર પાડી છે, જેથી બાળકોને પ્રવેશમાં કોઈ મુશ્કેલી ન પડે.

પહેલા જાહેર થવાની હતી કોલેજોની લિસ્ટ 
હકીકતે અગાઉ મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (MCI) તેની વેબસાઈટ પર માન્ય યુનિવર્સિટીઓની યાદી અને તેઓ જ્યાં સ્થિત છે તે દેશોના નામ અપલોડ કરતી હતી. જો કે 2019 માં NMC, MCI ને બદલ્યું અને પછી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા. 

અહીં નોંધનીય બાબત એ છે કે NMC ભારતીય વિદ્યાર્થીઓ માટે વિદેશની કોઈપણ મેડિકલ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે કૉલેજની કોઈ સૂચિ બહાર પાડતી નથી.

વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શિકા 
NMC દ્વારા કોઈ યુનિવર્સિટીને માન્યતા પણ ન હતી આપવામાં આવી. પરંતુ વિદ્યાર્થીઓ માટે ચોક્કસપણે એક માર્ગદર્શિકા છે. જેમાં વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટને માન્યતા આપવાની માહિતી છે. વિદેશમાં MBBS કરી રહેલા વિદ્યાર્થીઓએ આ માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. 

આ માર્ગદર્શિકામાં ચાર બાબતો આપવામાં આવી છે, જેનું દરેક વિદ્યાર્થીએ પાલન કરવાનું રહેશે. આ ચાર નિયમોનું પાલન કર્યા પછી તેઓ NExT માટે એલિજીબલ થાય છે. આ પરીક્ષા પાસ કર્યા પછી, તેમને ભારતમાં દવાની પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવે છે.

ગાઈડલાઈનની મહત્વની બાબતો

  • વિદેશમાં MBBS કરતા વિદ્યાર્થીનો કોર્સ અંગ્રેજીમાં હોવો જોઈએ.
  • મેડિકલ કોર્સનો અભ્યાસનો સમયગાળો ઓછામાં ઓછો 54 મહિનાનો હોવો જોઈએ.
  • MBBS પછી વિદ્યાર્થીએ એ જ મેડિકલ યુનિવર્સિટીમાં 12 મહિનાની ઇન્ટર્નશિપ પૂર્ણ કરવી ફરજિયાત છે.
  • MBBS પૂર્ણ કર્યા પછી, વિદ્યાર્થીએ તે જ દેશમાં મેડિકલ ડૉક્ટર તરીકે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવી પડશે.
  • આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું છે કે જે પણ કોલેજ અથવા યુનિવર્સીટી આ ચાર નિયમોનું પાલન કરે છે ત્યાં ભારતીય સ્ટૂડન્ટ્સ એડમિશન લઈ શકે છે. આ પછી, તેઓ ભારત પરત ફરી શકે છે અને અન્ય વિદ્યાર્થીઓની જેમ NExT Examમાં ભાગ લઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Career MBBS abroad જરૂરી વાત મેડીકલ કોલેજ MBBS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ