કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદને મામલે બુધવારે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી અને હાઈકોર્ટે આ કેસને મોટી બેન્ચને ટ્રાન્સફર કર્યો છે.
હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી
હિજાબ વિવાદ મોટી બેન્ચને સોંપાયો
કર્ણાટક હાઈકોર્ટનો મોટો નિર્ણય
હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટમાં બુધવારે સુનાવણી થઈ હતી. આ કેસની સુનાવણી કરી રહેલા કર્ણાટક હાઇકોર્ટના જજ જસ્ટિસ કૃષ્ણા દીક્ષિતે આ મામલાને મોટી બેન્ચને મોકલવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા કર્ણાટક સરકાર તરફથી હાજર રહેલા એટર્ની જનરલે કહ્યું હતું કે, આ કેસમાં દાખલ કરવામાં આવેલી તમામ અરજીઓ ખોટી છે. આ અરજીઓએ સરકારના જી.ઓ. પર સવાલ ઉઠાવ્યા છે. જ્યારે સરકારે તમામ સંસ્થાઓને સ્વાયત્તતા આપી છે. રાજ્ય આ અંગે નિર્ણય લેતું નથી. આવી સ્થિતિમાં, પ્રથમ દ્રષ્ટિએ કેસ ઉભો થતો નથી.
Karnataka High Court's single bench of Justice Krishna Dixit refers petitions challenging the ban on hijab in colleges to a larger bench pic.twitter.com/jeTBuO3MET
કોલેજોમાં હિજાબ ક્લિયરન્સ નકારવા સામે કર્ણાટક હાઈકોર્ટમાં અરજીઓ કરવામાં આવી છે. મંગળવારે કર્ણાટક હાઈકોર્ટમાં પણ તેમની સુનાવણી થઈ હતી. બુધવારે કોર્ટની સિંગલ બેંચે આ મામલાને મોટી બેંચને મોકલવાનો નિર્ણય કર્યો છે. અરજદારો વતી કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે આ મામલો ખૂબ જ ગંભીર છે અને તેને મોટી બેંચને મોકલવાની જરૂર છે. આ પહેલા કર્ણાટક સરકાર તરફથી હાજર રહેલા એટોર્ની જનરલે કહ્યુ હતુ કે આ કેસમાં દાખલ કરવામાં આવેલી તમામ અરજીઓ ખોટી છે. આ અરજીઓએ સરકારના જી.ઓ. પર સવાલ ઉઠાવ્યા છે. જ્યારે સરકારે તમામ સંસ્થાઓને સ્વાયત્તતા આપી છે. રાજ્ય આ અંગે નિર્ણય લેતું નથી. આવી સ્થિતિમાં, પ્રથમ દ્રષ્ટિએ કેસ ઉભો થતો નથી.
શું છે મામલો
કર્ણાટક સરકારે રાજ્યમાં કર્ણાટક એજ્યુકેશન એક્ટ-1983ની કલમ 133 લાગુ કરી દીધી છે. આ કારણે હવે તમામ શાળા-કોલેજોમાં યુનિફોર્મ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. આ અંતર્ગત સરકારી શાળા-કોલેજોમાં નિયત યુનિફોર્મ પહેરવામાં આવશે, ખાનગી શાળાઓ પણ પોતાનો યુનિફોર્મ પસંદ કરી શકશે.આ નિર્ણયનો વિવાદ ગયા મહિને જાન્યુઆરીમાં શરૂ થયો હતો જ્યારે ઉડુપીની એક સરકારી કોલેજની છ વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને કોલેજમાં પ્રવેશી હતી. આ વિવાદ એ વાત પર હતો કે કોલેજ પ્રશાસને વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવાની મનાઈ ફરમાવી હતી, પરંતુ તેમ છતાં તેમણે તે પહેર્યો હતો. એ વિવાદ બાદ અન્ય કોલેજોમાં પણ હિજાબ શરૂ થઇ ગયો છે.હિજાબ વિવાદ કર્ણાટક અને તેની શાળા-કોલેજો દ્વારા દેશના બાકીના ભાગોમાં પહોંચ્યો છે. હવે અલગ અલગ પક્ષોના રાજકારણીઓ પણ સામસામે આવી ગયા છે. દિલ્હી-મુંબઈમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.