બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:55 PM, 24 February 2026
કંતારા ફિલ્મ પર કોમેન્ટ અને મિમિક્રીને લઈને કર્ણાટક હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે રણવીરસિંહને બેદરકાર ગણાવ્યા છે અને કહ્યું કે સુપર સ્ટાર પણ કાયદાથી મોટા નથી. તમે રણવીરસિંહ હોવ કે ગમે તે હોવ. તમે એક અભિનેતા છો તમારી અસર આટલા બધા લોકો પર છે. તમારે જવાબદાર હોવું જોઈએ. રણવીરસિંહે કંતારા ફિલ્મના દૈવ વાળા સીનની નકલ કરી હતી અને દેવીને ભૂત કહીને મજાક ઉડાવી હતી. આનાથી હિંદુ ધર્મની ભાવનાને ઠેસ પહોંચી અને તેમની સામે ફરિયાદ નોંધાવાઈ.
ADVERTISEMENT
રણવીર સિંહની અરજી પર જસ્ટિસ એમ નાગપ્રસન્નાની બેંચે સુનાવણી કરી. આ દરમિયાન હાઈકોર્ટમાં રણવીર સિંહના સીનિયર એડવોકેટ સાજન પૂવૈયા રજુ થયા. તેમની દલીલ સાંભળ્યા પછી કોર્ટે રણવીરસિંહને તપાસમાં સહયોગ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, તમે રણવીર સિંહને હોવ કે કોઈ બીજા તમે બેદરકાર કેવી રીતે હોઈ શકો. તમે કોઈ દેવી દેવતાને ભૂત ન કહી શકો. બોલતા પહેલા સો વખત વિચારવું જોઈએ.

ADVERTISEMENT
રણવીરસિંહે એફઆરઆઈ પછી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. રણવીરે કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરીને રાહતની માંગ કરી છે. તેમણે એફઆરઆઈ રદ્દ કરવાની માંગ કરી અને કહ્યું કે તેમનો ઈરાદો કોઈને ઠેસ પહોંચાડવાનો ન હતો. પણ આ ફિલ્મના વખાણ હતા. તેમના વકીલે તરત સુનાવણી અરજી કરી કારણ કે બે પોલીસ નોટિસ મળી હતી અને સ્ટ્રેસ વધી રહ્યો હતો. આ અંગે જસ્ટિસ એમ.નાગપ્રસન્નાએ સુનાવણી કરી અને રાહત આપી.
ADVERTISEMENT
સીનિયર એડવોકેટ સાજન પૂવૈયાએ રણવીર સિંહ તરફથી દલીલ કરી અને કહ્યું કે, હું સ્વીકારું છું કે બેદરકાર થઈને આપેલા સ્ટેટમેન્ટને કારણે ફરિયાદ થઈ ગઈ.
ADVERTISEMENT
અહીં બે બાબતો છે. ઋષભ શેટ્ટી દેવી ચામુંડીનો રોલ કરી રહ્યા હતા. તે એક પવિત્ર દેવી છે. તેમને લોકોની ધાર્મિક લાગણીઓની ખબર હોય કે ન હોય પરંતુ તમે એ દેવીને ‘ફીમેલ ઘોસ્ટ’ કહી દીધા. અને તેમની નકલ પણ કરી. આથી લોકોની લાગણીઓને ચોક્કસ ઠેસ પહોંચી શકે.
જજ: “તમે રણવીર સિંહ હોવ કે કોઈ પણ હો બેદરકાર ન હોવા જોઈએ. અમે જોશું કે તેમાં ગુનાનો ઈરાદો હતો કે નહીં. પરંતુ તમે એક અભિનેતા છો. ઘણા લોકો પર તમારો પ્રભાવ છે. તમને જવાબદાર બનવું પડશે.
ADVERTISEMENT
જજ: જો તમે કોઈ દેવતા વિશે બોલી રહ્યા છો તો પહેલા યોગ્ય માહિતી મેળવો. તમે તેને ‘ભૂત’ કહેવું યોગ્ય નથી. તમને કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો હક નથી. તમે માફી માંગી છે પરંતુ શું માફી માંગવાથી તમારા બોલેલા શબ્દો પાછા આવી જશે? કદાચ અમે અને તમે ભૂલી જઈએ પરંતુ ઈન્ટરનેટ ક્યારેય નથી ભૂલતું.
જજ: જ્યારે એક અભિનેતા સ્ટેજ પર આવીને આવી વાત કરે છે ત્યારે તેને પોતે પર કાબૂ રાખવો જોઈએ. જાણ્યા વગર તમે કંઈ પણ કહી શકતા નથી. આ બાબતને તમે એટલી હળવાશથી લઈ શકતા નથી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ પિતા સલીમ ખાન લીલાવતીમાં એડમિટ હોવાથી સલમાન ચિંતિત, મિત્રએ કહ્યું ''તે લોકો સાથે...''
ઇમરાન પ્રતાપગઢી કેસના ઉલ્લેખ પર જજ: આ સત્યની મોટી અવગણના છે. તે વિસ્તારમાં આ એક પવિત્ર પરંપરા છે, સર. તેમને ફક્ત એટલું કહીને અટકી જવું જોઈએ હતું કે ‘આ શાનદાર પરફોર્મન્સ હતું’. પરંતુ તેઓ એક પગલું આગળ ગયા અને નકલ કરી.
રણવીર સિંહના વકીલ: હું સ્વીકારું છું કે એક ફોર્મલ પ્રસંગે બેદરકારીમાં આપેલા નિવેદનથી આ ફરિયાદ થઈ છે. કોઈની લાગણીઓને દુઃખ પહોંચાડવાનો ઈરાદો નહોતો. મારી બેદરકારી સુધારવા માટે જે પણ કરવું પડશે, હું તૈયાર છું.
જસ્ટિસ નાગપ્રસન્ના: સુપરસ્ટાર કાયદાથી ઉપર નથી હોતા, સર.
રણવીર સિંહના વકીલ (પૂવૈયા): હું માનું છું કે રણવીર સિંહની બેદરકારીભરી વાતોથી લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે. પરંતુ તેમનો કોઈ ખોટો ઈરાદો નહોતો. શું આ બાબતમાં ક્રિમિનલ કેસ ચલાવવો જોઈએ?
જજ: તમે (રાજ્ય) તમારી આરોપ લખાવો. હું સોમવારે સુનાવણી કરીશ. પરંતુ કોઈ ગંભીર કાર્યવાહી ન કરશો. તેઓ પોતે સ્વીકારી રહ્યા છે કે તેઓ બેદરકાર હતા. તમે (રણવીર સિંહ) બેદરકાર રહ્યા છો. અને જે કર્યું છે તેનો તમને કોઈ હક નથી.
જજ: ટેલેન્ટ કે કોમેડી શોના નામે કોઈને પણ અન્ય લોકોની ધાર્મિક લાગણીઓ કે માન-સન્માનને ઠેસ પહોંચાડવાનો અધિકાર નથી.
રણવીર સિંહના વકીલ: હું માથું ઝુકાવીને કહું છું, જો લોર્ડશિપને લાગે કે આ બેદરકારી છે તો કૃપા કરીને વિચારશો કે શું મારે ક્રિમિનલ કેસની કડક કાર્યવાહીનો સામનો કરવો જોઈએ?
કોર્ટએ નોંધ્યું કે રણવીર સિંહે ચામુંડા દેવી વિશે ટિપ્પણી કરી હતી અને પછી માફી પણ માંગી હતી. કોર્ટે રાજ્યને તેની આપત્તિઓ નોંધાવવા કહ્યું અને મામલાની સોમવારે સાંજે 4 વાગ્યે ફરી સુનાવણી માટે કહ્યું ત્યાં સુધી રાજ્ય કોઈ જબરદસ્તી કાર્યવાહી નહીં કરે. સાથે જ કોર્ટએ રણવીર સિંહને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા કહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.