બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / પિતા સલીમ ખાન લીલાવતીમાં એડમિટ હોવાથી સલમાન ચિંતિત, મિત્રએ કહ્યું ''તે લોકો સાથે...''

બોલીવુડ / પિતા સલીમ ખાન લીલાવતીમાં એડમિટ હોવાથી સલમાન ચિંતિત, મિત્રએ કહ્યું ''તે લોકો સાથે...''

Jinal Chauhan

Last Updated: 01:42 PM, 24 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ અભિનેતા સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડ્યા પછી સલમાન ખાન ઘણા શાંત થઈ ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

બોલીવુડ અભિનેતા સલમાન ખાનના પિતા સલીમ ખાનને થોડાક દિવસ પહેલા જ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. સલીમ ખાનની તબિયત અચાનક બગડવાથી પરિવાર તાત્કાલિક હોસ્પિટલ લઈને દોડ્યો હતો ત્યારપછી ડોક્ટર્સે તેમને ICUમાં ભરતી કર્યા. પિતાની તબિયત ખરાબ હોવાની અસર સલમાન ખાન પર પણ પડી છે અને તેઓ ઘણા શાંત થઈ ગયા છે.

બોલીવુડ અભિનેતા સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત છેલ્લા અમુક સમયથી બગડી ગઈ હતી ત્યારપછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે સલીમ ખાનને બ્રેઈન હેમરેજ પછી લીલાવતી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સલીમ ખાનની તબિયત બાદ હવે દરેક જાણવા માંગે છે કે સલમાન ખાનની શું સ્થિતિ છે. સલમાન ખાન ભારતીય ફિલ્મ રાઈટર સલમી ખાનના સૌથી મોટા દીકરા છે જે ભારતીય સિનેમાના સૌથી મોટા સુપરસ્ટાર્સમાંથી પણ એક છે. સલમાન ખાનના નજીકના મિત્રેએ જણાવ્યું કે પિતાના હોસ્પિટલમાં દાખલ કર્યા પછી સલમાન ખાન ઘણા શાંત થઈ ગયા છે અને હવે ઓછી વાત કરે છે.

salman-khan-salim-khan

સલમાનના મિત્રએ કહ્યું કે, ભાઈજાન આજકાલ શાંત રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. સલમાન આજકાલ ઘણા શાંત થઈ ગયા છે. લોકો સાથે ઓછી વાત કરી રહ્યા છે કારણ કે તે કોઈને પરેશાન કરવા નથી માગતા અને ના તો પોતે પરેશાન થવા માંગે છે.આવા સમયમાં માણસને થોડીક સ્પેસ આપવી જોઈએ અને અમે બધા સલમાનને સ્પેસ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.અમને વિશ્વાસ છે કે આવનાર દિવસોમાં સલમાન ખાનના જીવનમાં બધુ ઠીક થઈ જશે.

સલમાન ખાનના મિત્રએ કહ્યું કે, સલીમ ખાનની તબિયત સુધરી રહી છે અને વેન્ટિલેટર કાઢી નાંખ્યું છે. હું સલીમજીને જોવા માટે ગયો હતો પણ તેમની નજીક નહોતો ગયો. મેં તેમને દૂરથી જ જોયા અને તેમના માટે પ્રાર્થના પણ કરી. આ સમય પરિવારનો હોય છે અને તેમને ડિસ્ટર્બ નથી કરવા માંગતો. હું બધાને એમ જ કહીશ કે સલીમ ખાન સાહેબ માટે પ્રાર્થના કરો જેથી તે સલામત ઘરે પાછા આવે.

vtv app promotion

આ પણ વાંચોઃ અરવલ્લીના પહાડો વચ્ચે વિજય-રશ્મિકા બંધાશે બંધનમાં, તૈનાત હશે થ્રી લેયર સિક્યોરિટી

મળતી માહિતી પ્રમાણે સલીમ ખાનની તબિયતમાં સતત સુધારો આવી રહ્યો છે અને ટૂંક સમયમાં તે હોસ્પિટલમાંથી રજા લઈને પાછા આવી સકે છે. ખાન પરિવાર પર આવેલી મુસીબતના સમયે આખી બોલિવુડ ઈન્ડસ્ટ્રી તેમની સાથે ઊભી રહી અને સંજય દત્તથી માંડી શિલ્પા શેટ્ટી જેવા સિતારા સલમાન ખાનના પરિવારને મળવા પહોંચ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Salman Khan father ICU Bollywood latest news Salim Khan health update
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ