બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:06 PM, 24 February 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ટૂંક સમયમાં જ લગ્ન સંબંધમાં જોડાશે. કપલ ઉદેપુરમાં ઈન્ટીમેટ વેડિંગ કરવાનું છે. મળતી માહિતી પ્રમાણે કપલ તેના લગ્નને લઈને સુરક્ષાના મામલામાં ધ્યાન આપી રહ્યું છે. આ જ કારણે તેમણે વેડિંગ વેન્યૂ પર થ્રી-ટિયર સિક્યોરિટી સિસ્ટમ લગાવી છે જેથી પ્રાઈવસી જળવાઈ રહે અને કોઈ અડચણ ન આવે.
ADVERTISEMENT
રિપોર્ટ્સ છે કે હૈદરાબાદથી લોકલ પ્રશાસન અને સિક્યોરિટી ટીમ ઉદેપુર પહોંચી ગઈ છે. આ ઉપરાંત ઈન્ટરનેશનલ સિક્યોકિટી પણ બોલાવવામાં આવી છે જેથી તેમના ખાસ દિવસ પર બધુ પ્લાન પ્રમાણે ચાલે. લગ્નના સમાચાર પહેલાથી જ ચર્ચામાં હતા પણ કપલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લાંબી નોટ લખીને કન્ફોર્મ કર્યું છે.
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સગાઈની જેમ લગ્ન પણ ખાનગી રાખવામાં આવશે જેમાં માત્ર પરિવાર અને ખાસ મિત્રો જ સામેલ થશે. પછી ઈન્ડસ્ટ્રીના મિત્રો માટે મુંબઈ અને હૈદરાબાદમાં બે મોટા રિસેપ્શન રાખવાનું પ્લાન છે.

ADVERTISEMENT
22 ફેબ્રુઆરીના રોજ બન્નેએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે ફેન્સે તેમને પ્રેમથી 'VIROSH' નામ આપ્યું છે. એટલા માટે તે તેમના લગ્નને 'The Wedding of VIROSH' કહેશે. તેમણે ફેન્સને ધન્યવાદ કરતા લખ્યું કે તમે આમારા દિલનો જ હિસ્સો રહેશો.
ADVERTISEMENT
બન્નેની સગાઈ 3 ઓક્ટોબર 2025ના રોજ હૈદરાબાદમાં થઈ હતી. હવે 26 ફેબ્રુઆરીના રોજ ઉદેપુરમાં લગ્ન થશે. વેન્યૂ જણાવી રહ્યું છે કે The Mementoes By ITC hotels હશે જે સુંદર અરવલ્લીના પહાડો વચ્ચે આવેલી છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ મંગળ ફેરા બાદ આ 5 ફિલ્મોમાં નજરે પડશે એક્ટ્રેસ રશ્મિકા મંદાના, મચાવશે ધમાલ
ADVERTISEMENT
લગ્નમાં માત્ર પરિવાર અને અંગત મિત્રો સામેલ થશે. ઉદેપુરમાં લગ્ન પછી 4 માર્ચ 2026ના રોજ હૈદરાબાદમાં ગ્રાન્ડ રિસેપ્શન રાખવામાં આવશે. આ પ્રોગ્રામ તાજ કૃષ્ણામાં યોજાવાના સમાચાર છે. જ્યાં ટોલીવુડ અને બોલીવુડના ઘણા સિતારા સામેલ થઈ શકે છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પણ જોડાય તેવી આશા છે.
રશ્મિકા અને વિજય પહેલી વખત 2018માં ફિલ્મ ગીતા ગોવિંદમના સેટ પર મળ્યા હતા. ત્યાર પછી 2019માં ડિયર કોમરેડમાં ફરી સાથે જોવા મળ્યા હતા. બન્નેએ સાથે વેકેશન પણ એન્જોય કર્યું પણ ક્યારેય એકબીજા સાથેના કોઈ ફોટા પોસ્ટ નહોતા કર્યા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.