બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ભારત / Karnataka High Court on woman paraded naked are we going back to 17th century

ટિપ્પણી / 'શું આપણે 17મી સદી તરફ જઇ રહ્યાં છીએ?', મહિલાને નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવવા બદલ હાઇકોર્ટ નારાજ

Arohi

Last Updated: 09:05 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Karnataka High Court: કર્ણાટક હાઈકોર્ટની એક બેંચે બેલગાવીના પોલીસ કમિશનરને પણ સમન્સ પાઠવ્યા છે અને 18 ડિસેમ્બરને રિપોર્ટ સબમિટ કરવા માટે વ્યર્તિગત રીતે કોર્ટમાં ઉપસ્થિત થવાનું કહ્યું છે.

  • શું આપડે 17મીં સદી તરફ જઈ રહ્યા છીએ? 
  • કર્ણાટક હાઈકોર્ટની ફટકાર 
  • મહિલાને નિર્વસ્ત્ર કરી ફેરવવાના મામલે ટિપ્પણી 

કર્ણાટકના બેલગાવી જિલ્લાના એક ગામમાં એક મહિલાની સાથે કથિત રીતે મારઝૂડ અને તેને નિર્વસ્ત્ર કરીને ફેરવવાની ઘટના પર કર્ણાટક હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કર્ણાટક હાઈકોર્ટે તેને અસાધારણ મામલો કહેતા જણાવ્યું, "તેની સાથે અમારા હાથે અસાધારણ વર્તન કરવામાં આવશે."

મહિલાના દિકરા પર યુવતીને ભગાવવાનો આરોપ 
જણાવી દઈએ કે આ ઘટના 11 ડિસેમ્બર સવારે તે મહિલાના દિકરાની એક યુવતી સાથે ભાગી જવા બાદ બની હતી. પોલીસે જણાવ્યું કે યુવતીની સગાઈ કોઈ બીજા સાથે થવાની હતી. 

તેના વિશે જાણકારી સામે આવવા પર યુવતીના પરિવારે ન્યૂ વંટામુરી ગાંમ સ્થિત યુવકના ઘર પર હુમલો કરી તેને નુકસાન પહોંચાડ્યું. તેની સાથે જ યુવકના માતાની સાથે કથિત રીતે મારઝૂડ કરવામાં આવી અને તેમને ઘસેડીને નિર્વસ્ત્ર કરી ફેરવવામાં આવી અને વિજળીના થાંભલા સાથે બાંધી દેવામાં આવ્યા. 

હાઈકોર્ટે પોલીસને આપ્યું સમન્સ 
આ મામલાને લઈને કર્ણાટક હાઈકોર્ટની એક બેંચે બેલગાવીના પોલીસ કમિશનરને પણ સમન્સ પાઠવ્યું છે અને 18 ડિસેમ્બરને રિપોર્ટ સબમિટ કરવા માટે વ્યર્તિગત રીતે કોર્ટમાં ઉપસ્થિત થવાનું કહ્યું છે. 

એડવોકેટ જનરલે ગુરૂવારે મુખ્ય ન્યાયાધીસ પ્રસન્નાની ખંડપીઠ બી વરાલે અને ન્યાયમૂર્તિ કૃષ્ણ એસ દીક્ષિતના સામે ઘટના પર કરેલી કાર્યવાહી વિશે એક જાહેરાત અને અમુક દસ્તાવેજ સોંપ્યા છે. 

કોર્ટે હુમલાવરોની ધરપકડના આપ્યા આદેશ 
જોકે કોર્ટે કહ્યું કે રિપોર્ટ પુરતો નથી. તેમણે કહ્યું, "અમે એ કહી શકીએ કે કમ સે કમ ઘટના બાદ જે પ્રકારે વસ્તુઓ થઈ તેનાથી અમે સંતુષ્ટ નથી. જ્યારે એડવોકેટ જનરલે રજૂઆત કરી હતી કે ACP કેસની તપાસ કરી રહ્યા છે. ત્યારે HCએ કમિશનર અને ACPને હાજર થવા અને વધારાના અહેવાલો ફાઈલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ કરવાનો આદેશ પણ આપ્યો છે. "

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ