બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / kareena kapoor reveals why she and saif ali khan named their son taimur ali khan

બોલીવુડ / તૈમૂર નામ મુદ્દે કરીના કપૂરે વર્ષો બાદ કર્યો મોટો ખુલાસો: કહ્યું સૈફ અલી ખાને વર્ષોથી નામ વિચાર્યું હતું કારણ કે...

Manisha Jogi

Last Updated: 12:41 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરીના કપૂર અને સૈફ અલી ખાન તેમના બાળકોની ખૂબ જ નજીક છે. કરીના કપૂરે વર્ષ 2016માં તેના મોટા દીકરા તૈમૂરને જન્મ આપ્યો હતો. તૈમૂરના નામ પર ખૂબ જ કંટ્રોવર્સી થઈ હતી.

  • કરીના કપૂર અને સૈફ અલી ખાન બે બાળકોના માતા-પિતા
  • કરીનાએ 2016માં તેના દીકરા તૈમૂરને જન્મ આપ્યો
  • તૈમૂરના નામ પર ખૂબ જ કંટ્રોવર્સી થઈ હતી

કરીના કપૂર અને સૈફ અલી ખાન બે બાળકોના માતા-પિતા છે. આ કપલ તેમના બાળકોની ખૂબ જ નજીક છે. કરીના કપૂરે વર્ષ 2016માં તેના મોટા દીકરા તૈમૂરને જન્મ આપ્યો હતો. બાળકને જન્મ આપ્યા પછી કપલે બાળકનું નામ તૈમૂર જણાવતા તેના પર ખૂબ જ કંટ્રોવર્સી થઈ હતી. 

એક મીડિયા રિપોર્ટ અનુસાર કરીનાએ તૈમૂરના નામ પર કંટ્રોવસી વિશે જણાવ્યું છે કે, ‘મને નથી લાગતું કે કોઈપણ માતા-પિતાએ આ તમામ બાબતોનો સામનો કરવો પડ્યો હશે. ટ્રોલિંગનું કારણ શું હતું, તે હું હજુ સુધી સમજી સકી નથી. કોઈપણ વ્યક્તિ કોઈને હર્ટ કરવા નથી માંગતી. મને લાગી રહ્યું છે કે, તમામ લોકો પાસે બોલવાની આઝાદી છે. આપણે શું કરવા માંગીએ છીએ, તેની પણ આઝાદી છે. હું અને સૈફ આ તમામ બાબતમાં વિશ્વાસ રાખીએ છીએ.’

કરીનાએ વધુમાં જણાવ્યું છે કે, ‘તૈમૂરનો અર્થ આયર્ન મેન થાય છે. સૈફના બાળપણના મિત્રનું નામ તૈમૂર હતું અને સૈફને આ નામ ખૂબ જ ગમતું હતું. સૈફે વિચારીને જ રાખ્યું હતું કે, જ્યારે પણ તેને દીકરો થશે, તો તેનું નામ તૈમૂર રાખશે. આ કારણોસર તૈમૂર નામ રાખ્યું છે.’ કરીનાને જ્યારે ખબર પડી કે, તૈમૂરનો અર્થ આયર્ન મેન થાય છે, તો તેણે વિચાર્યું કે, તેને પણ આયર્ન મેનની જ એક સ્ટ્રોન્ગ દીકરો જોઈતો હતો. કરીનાએ સ્પષ્ટતા કરી હતી કે, તેમના દીકરાનું નામ તૈમૂર કોઈપણ ઐતિહાસિક વ્યક્તિના સંદર્ભમાં નથી. જ્યારે દીકરાના નામ પર ટ્રોલિંગ કરવામાં આવ્યું તે ખૂબ જ શોક્ડ હતી. 

કરીનાએ તે સમયને ટ્રોમેટિક ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે, ‘તે સમય ખૂબ જ મુશ્કેલ હતો, પરંતુ મને એવું લાગે છે કે, મે અને સૈફે ખૂબ જ ડિગ્નિટી સાથે તે બાબતને હેન્ડલ કરી હતી’ કરીના કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો કરીના OTT પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. બેબો વેબ સીરિઝ જાને જાનમાં જોવા મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ