બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અમદાવાદ / Kanu Desai's statement has come out regarding the Palanpur Bridge tragedy

નિવેદન / ટેન્ડરની પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ભલામણ નહીં ચાલે', કેબિનેટ બેઠક બાદ કનુભાઇ દેસાઇનું મોટું નિવેદન, જણાવ્યું પાલનપુર બ્રિજ કેસમાં કોનો વાંક

Kishor

Last Updated: 07:03 PM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાલનપુર બ્રિજ મુદ્દે રાજ્ય સરકાર પ્રવક્તા કનુભાઇ દેસાઇનું નિવેદન સામે આવ્યું છે. જેમાં રાજ્ય સરકાર આવા બનાવને લઇ ચોક્કસ નીતિ બનાવશે. તેવું જણાવ્યું હતું.

  • પાલનપુર બ્રિજ મુદ્દે રાજ્ય સરકાર પ્રવક્તા કનુભાઇ દેસાઇનું નિવેદન
  • આજની કેબિનેટ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલે પાલનપુર બ્રિજ મુદ્દે કરી ચર્ચા
  • "કામની ગુણવત્તા જળવાઇ રહે તેના પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ "
  • "ઓછા ભાવના ટેન્ડર આપવા કે કોઇની ઓળખાણ બાબતે ધ્યાન ન લેવા સૂચના"

પાલનપુર બ્રિજ દુર્ઘટના મામલો હાલ ગુજરાતભરમાં ગાજી રહ્યો છે ત્યારે પાલનપુર બ્રિજ મુદ્દે રાજ્ય સરકાર પ્રવક્તા કનુભાઇ દેસાઇનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ કામની ગુણવત્તાનું ધ્યાન રાખવા મામલે ટકોર કરી હતી. વધુમાં ઓછા ભાવમાં ટેંડર આવવા કે કોઈની ઓળખાણ બાબતે ધ્યાન ન લેવા પણ સૂચના અપાઈ છે. તથા ચૂંટણી ફંડ આપવાથી કોંટ્રાક્ટ મળ્યો છે તે વાત તદ્દન ખોટી હોવાનો પણ દાવો કર્યો છે. 

"ચૂંટણી ફંડ આપવાથી કોન્ટ્રાક્ટ મળ્યો તે વાત તદ્દન ખોટી છે"
કોન્ટ્રાક્ટ સેન્ટરની એજન્સી પ્રમાણે ટેન્ડર મળ્યું છે. જેમાં આમા ગુજરાત સરકાર સાથે કોઇ લેવાદેવા નથી. પરંતુ આવા બનાવ બનતા હોય છે જેથી સારા કોંટ્રાક્ટરોને પણ ઉત્સાહ ન તૂટે તે માટે રાજ્ય સરકાર આવા બનાવને લઇ ચોક્કસ નીતિ બનાવશે. તેવું જણાવ્યું હતું. પાલનપુર બ્રિજમાં 4 ગડર ગોઠવાઇ હતી પાંચમી ગોઠવાઈ રહી હતી તે દરમ્યાન બ્રિજ તૂટ્યો હોવાની વાતનો ફોળ પાડ્યો હતો.

 

"રાજય સરકાર આવા બનાવને લઇને ચોક્કસ કોઇ નીતિ બનાવશે"

પાલનપુર બ્રિજ મુદ્દે રાજ્ય સરકાર પ્રવક્તા કનુભાઇ દેસાઇએ વધુમાં કહ્યું કે આજની કેબિનેટ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલે પાલનપુર બ્રિજ મુદ્દે ચર્ચા કરી છે અને ટેન્ડર બાબતે સૂચનો આપ્યા છે. સાથે જ કામની ગુણવત્તા જળવાઈ રહે તેના પર ધ્યાન કેન્દ્રીત કરવા સબંધિત અધિકારોને ખાસ જણાવ્યું હતું. પાલનપુરની ઘટના અંગે ગંભીરતાથી લઈ ઓછા ભાવમાં ટેંડર આવવા કે કોઈની ઓળખાણ બાબતે ધ્યાન ન લેવા પણ તાકીદ કરાઈ છે. મહત્વનું છે કે બનાસકાંઠા જિલ્લામાં નિર્માણધિન બ્રિજના સ્લેબ ધરાશાયી થયો હતો. પાલનપુરના RTO સર્કલ પાસે નિર્માણાધિન બ્રિજના 5 જેટલા સ્લેબ તૂટી પડતા દુર્ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા હતા.  બાદમાં હવે બ્રિજ બનાવી રહેલી કંપનીના સાત ડિરેકટરો અને એન્જિનિયરો મળી 11 સામે ગુનો નોંધવામાં આવ્યો છે. 

પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ-૧૯૫૦ની કલમ-૩૬માં સુધારો 

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં બાદના નિર્ણય અંગે કનું દેસાઈએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ-૧૯૫૦ની કલમ-૩૬માં સાર્વજનિક ટ્રસ્ટની કોઈપણ સ્થાવર મિલકત વેચાણ, ગીરો, વિનિયમ કે ભાડાપટ્ટે અથવા બક્ષિસથી તબદીલ કરવા અંગેની જોગવાઈમાં સુધારો કરી આ પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 અત્યાર સુધી કલમ ૩૬ હેઠળ ટ્રસ્ટની મિલકત તબદીલ કરવાની કાર્યવાહી મેન્યુઅલ રીતે કરવામાં આવતી હતી, જેના કારણે ઇજારાશાહી વધવાની શક્યતાઓ રહેતી હતી. પરંતુ આ નવા સુધારાથી હવે ટ્રસ્ટની મિલકત તબદીલ કરવાની આ કાર્યવાહી વધુ પારદર્શક પદ્ધતિથી થાય તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિલકતનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવશે અને ટ્રસ્ટની મિલકતના વેચાણ અને ભાડાપટ્ટા અંગેની કાર્યવાહી હવેથી ઓનલાઇન ઇ-ઑક્શન પોર્ટલ મારફત હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ટ્રસ્ટની મિલકત અદલા-બદલી કરવા માટે ટ્રસ્ટો દ્વારા અદલા-બદલી કરવા ધારેલી બંને મિલકતની કિંમતની સરખામણી કરી, ખૂટતી રકમ સરભર કર્યેથી જ અદલા-બદલીની મંજૂરી આપવામાં આવશે.

સેવા મંડળીઓને પ્રોત્સાહિત સેમીનારનું 
કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલયની વિવિધ પહેલ અનુસાર ગામડાની સેવા મંડળીઓ-પેક્સને બહુહેતુક બનાવવામાં આવી રહી છે. તે માટે રાજ્યની ૧૦,૦૦૦ પેક્સ(પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળી)ઓ  પૈકી ૮,૫૦૦ થી પણ વધારે મંડળીઓના ઉપનિયમો બદલીને આદર્શ ઉપનિયમો ઘડવામાં આવ્યા છે. જે અંતર્ગત સેવા મંડળીઓને કોમ્પ્યુટરાઈઝ કરવી, જન ઔષધિ કેન્દ્રો શરૂ કરવા, ખાતર વિતરણ લાયસન્સ મેળવવા, પેટ્રોલ પંપ શરૂ કરવા, ખેડૂતોને સોલર પંપ સંબંધિત માહિતી આપવા, ગોડાઉનો બનાવવા વગેરે કામગીરી કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે તેમ, પ્રવક્તા મંત્રી કનુભાઈ દેસાઈએ ગાંધીનગર ખાતે મીડિયા મિત્રોને માહિતી આપતા જણાવ્યું હતું. 

જિલ્લા ‘સ્વાગત’ કાર્યક્રમ શુક્રવાર ૨૭મી ઓક્ટોબરે યોજાશે

રાજ્યના નાગરિકોની રજુઆતો, સમસ્યાઓનું ટેકનોલોજીના ઉપયોગથી નિવારણ માટેનો રાજ્ય અને જિલ્લા ‘સ્વાગત’ ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ શુક્રવાર, તા. ૨૭ ઓક્ટોબરે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય ‘સ્વાગત’ માં ૨૭ ઓક્ટોબરે શુક્રવારે ગાંધીનગરમાં બપોરે ૩:૩૦ કલાકે ઉપસ્થિત રહીને અરજદારોની રજૂઆતો સાંભળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ