બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / મનોરંજન / Politics / બોલિવૂડ / kangana sharma has joined aam adami party

નવી શરુઆત / વેબ સીરિઝની બોલ્ડ હિરોઈન જોડાઈ આમ આદમી પાર્ટીમાં, દિગ્ગજ નેતાએ પહેરાવ્યો ખેસ

Khyati

Last Updated: 12:16 PM, 13 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડની હરિયાણવી અભિનેત્રી, મોડલ અને ગાયકે પસંદ કર્યો રાજકારણનો માર્ગ, આમ આદમી પાર્ટી સાથે મિલાવ્યો હાથ

  • હરિયાણવી અભિનેત્રી રાજનીતિના રસ્તે
  • આમ આદમી પાર્ટીમાં જોડાઇ કંગના શર્મા
  • ગ્રેટ ગ્રાન્ડ મસ્તી ફિલ્મમાં કર્યુ હતું કામ

બોલિવુડના ઘણા એવા સ્ટાર્સ છે જેમની ફિલ્મી કારકિર્દી  પાટા પર ન ચઢતા રાજનીતિ અપનાવી લીધી હોય. ત્યારે વધુ એક  ફિલ્મ અભિનેત્રીએ રાજનીતિમાં જવાનું મન બનાવી લીધું, બોલિવુડની હરિયાણવી અભિનેત્રી આમ આદમી પાર્ટી સાથે જોડાઇ.  હાલમાં આ અભિનેત્રીની તસવીર સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહી છે.

બોલ્ડ અભિનેત્રીએ રાજકારણમાં જોડાઇ

આ અભિનેત્રી છે કંગના શર્મા. અભિનયની દુનિયામાં પોતાનું બોલ્ડ રૂપ બતાવ્યા બાદ હવે કંગના શર્માએ રાજનીતિનો માર્ગ અપનાવ્યો છે. તેણે 'આપ' પાર્ટીમાં જોડાઈને પોતાની રાજકીય ઇનિંગ શરૂ કરી છે. AAP પાર્ટી વતી એક ટ્વિટ પણ કરવામાં આવ્યું હતું. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે બોલિવૂડની જાણીતી અભિનેત્રી, મોડલ અને સિંગર કંગના શર્મા ખેમકા અરવિંદ કેજરીવાલની નીતિઓથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે. 'આપ' પરિવાર તેમનું સ્વાગત કરે છે.

બોલ્ડ પાત્રોથી આવી હતી ચર્ચામાં

કંગના શર્મા હરિયાણવી અભિનેત્રી છે. એક્ટિંગ પહેલા તે મોડલિંગ કરતી હતી અને પછી તેણે ફિલ્મોની દુનિયામાં પણ હાથ અજમાવ્યો. કંગનાએ ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'થી ડેબ્યૂ કર્યું હતું પરંતુ આ ફિલ્મ પડદા પર ખાસ ચાલી નહી.  આ ફિલ્મ પછી પણ કંગનાનો સિક્કો ન ચાલી શક્યો અને તે OTTની દુનિયા તરફ વળી ગઈ. કંગના શર્માએ 'મોના હોમ ડિલિવરી' નામની વેબ સિરીઝમાં કામ કર્યું હતું જ્યાં તેણે શરમની તમામ હદો પાર કરી નાંખી હતી. 

કંગનાની કારકિર્દી

કંગના શર્માએ વર્ષ 2012માં મોડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. કંગના શર્મા પંજાબી સિંગર હાર્ડી સંધૂની 'યાર ની મઇલા', પૂજા સિંહની 'પરદે મેં ફિર સે', નછત્તર ગિલની 'જાન લેને તક', જોની સેઠની 'બ્યુટી ઓવરલોડ' અને ઇક્કાની 'નિન્દ્રા' જેવા મ્યુઝિક વીડિયોમાં કામ કરી ચૂકીછે.  જ્યારે બોલિવુડમાં તેણે 2016માં 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'માં તેના બોલ્ડ અવતાર અને દ્રશ્યોથી લાઇમલાઇટમાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ