ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / kangana-ranaut-ask-explaination-from-diljit-dosanjh-and-priyanka-chopra-farmers-tractor-rally-protest

દિલ્હી / ખેડૂત આંદોલનમાં હિંસા :કંગનાએ કર્યુ એક ટ્વિટ અને થયું ધડાધડ વાયરલ, પ્રિયંકા-દિલજીતને કહ્યું Congratulations!

Published By: Nirav

Last Updated: 09:29 PM, 26 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં અનેક જગ્યાએ સુરક્ષા જવાનો અને ખેડૂતો વચ્ચે હિંસાની ઘટના બનવા પામી હતી.

ADVERTISEMENT

  • દિલ્હીમાં થઈ હિંસા 
  • અભિનેત્રી કંગના રનૌતે સાધ્યું નિશાન 
  • દુનિયા આપણાં પર હંસી રહી છે: કંગના રનૌત 

મહત્વનું છે કે આજની ટ્રેક્ટર રેલીમાં ખેડૂતોએ તેમના નકી થયેલા માર્ગની જગ્યાએ ઘણી જગ્યાએ અલગ માર્ગ પકડીને તંત્ર દ્વારા મૂકવામાં આવેલી આડશોને હટાવીને રાજધાનીમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં પોલીસ સાથે ટકરાવ થયો હતો જે બાદમાં હિંસામાં પરિણમ્યો હતો, આ વાતને લઇને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે ખેડૂતો અને કૃષિ આંદોલનકારીઓ પર નિશાન સાધ્યું હતું, સાથે જ આ આંદોલનની ફેવરમાં ટ્વિટ કરવા વાળા પ્રિયંકા ચોપરા અને દિલજીત દોસાંઝને પણ આડેહાથ લીધા હતા. 

કંગનાએ કર્યું ટ્વિટ 

કંગના રનૌતે લખ્યું હતું, દિલજિત દોસાંઝ અને પ્રિયંકા ચોપરા આને એક્સપ્લેન કરવાની જરૂર છે. આખી દુનિયા આજે આપણા પર હંસી રહી છે, તમારે તો આ જ જોઈતું હતું ને, શુભેચ્છાઓ. 

સાથે જ અભિનેત્રી ગુલ પનાગે પણ કહ્યું હતું કે, તિરંગાનું અપમાન બિલકુલ ન થઇ શકે, આ બિલકુલ અસ્વીકાર્ય છે, આની નિંદા થવી જોઈએ, હું પ્રથમ દિવસથી જ શાંતિપૂર્ણ પ્રોટેસ્ટનું સમર્થન કરી રહી છું. જો કે આ હિંસક મોડ અનિન્દનીય છે અને આ પવિત્ર દિવસે માત્ર ભારતના ઝંડાને લાલ કિલ્લા પાર લહેરાવું જોઈએ. 

કંગના એ ટ્રેક્ટર રેલી પર નિશાન સાધ્યુ

ગણતંત્ર દિવસનાં પ્રસંગે ખેડૂતોએ કૃષિ બીલના વિરોધમાં ટ્રેક્ટર રેલી નીકાળી છે. તે દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઝડપ થઈ અને તેનાં લીધો સમગ્ર આંદોલન હિંસક બની જવા પામ્યું હતું. તે ઘટનાં અંગે કંગનાએ ખેડૂતોની ટ્રેક્ટર રેલી પર નિશાનો સાધીને કહ્યું કે કંઈક તો શરમ કરો.

સમર્થન કરનારાઓને જેલભેગાં કરો : કંગના

કંગના રનૌતે બીજી બાજુ એમ પણ કહ્યું હતું કે આ ખેડૂત આંદોલનનું સમર્થન કરાનારાઓને જેલમાં ધકેલી દેવા જોઈએ

વાયરલ વીડિયો પર કંગનાએ રિએક્શન આપ્યું

એક ટ્વીટર યૂઝરે વીડિયો શેર કર્યો છે જેમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઝપા-ઝપી થતી જોવા મળી રહી છે. જે ટ્વીટનો રિપ્લાય આપતા કંગના રાનૌતે લખ્યું છે કે, ઝંડ બનીને રહી ગયા છીએ, અભણ, અણઘડ મહોલ્લામાં કોઈ ઘરમાં લગ્ન હોય કે સારો તહેવાર હોય તે બળતરા કરવાવાળા ફુવા, કાકા, કાકી કપડા ધોવા કે બાળકને આંગણામાં શૌચ કરાવવા કે ખાટલો ઢાળીને આંગણની વચ્ચે દારુ પીને નિર્વસ્ત્ર થઈને સુઈ જવુ. આવો જ હાલ થઈ ગયો છે આ અભણ દેશનો. શરમ કરી લો આજે.

ખેડૂતોએ લાલ કિલ્લા પર કિસાન સંગઠનનો ઝંડો ફરકાવ્યો

પ્રદર્શનકારી ખેડૂતો દિલ્હીમાં ઘણાં વિસ્તારોમાં ધમાલ કરતા કરતા લાલ કિલ્લામાં ઘુસી ગયા. ઘણાં ખેડૂતોએ નિશાન સાહિબ અને કિસાન સંગઠનનો ઝંડો પણ ફરકાવ્યો જ્યાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી તિરંગો ફરકાવે છે. જોકે થોડા સમયમાં પોલીસકર્મીઓએ તે ઝંડાઓને ત્યાંથી હટાવી લીધા. તે દરમિયાન પણ નીચે ઉભેલા પ્રદર્શનકારીઓ હૂટીંગ કરતા રહ્યાં હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Delhi violence Kisan Aandolan Tractor Relly farmers protest republic day tractor rally કિસાન delhi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ