બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ધર્મ / Jyotish: Manghal grah Shani upaay to do in Mangalvar to impress hanumanji

જ્યોતિષ / સંકટ કટે મિટે સબ પિરા..મંગળ ગ્રહને મજબૂત કરવા મંગળવારે જરૂર કરો આ 4 ઉપાય, અશુભ પ્રભાવનો થશે સફાયો

Vaidehi

Last Updated: 03:03 PM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળ અને શનિ ગ્રહ મજબૂત કરવા માટે મંગળવારનાં દિવસે આ 4 ઉપાય કરવાથી હનુમાન દાદા ખુશ થાય છે અને તમામ સંકટો હરી લે છે.

  • હિંદૂ ધર્મમાં મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરવાની પરંપરા
  • જ્યોતિષશાસ્ત્રમાં મંગળને બળવાન કરવાનાં વિશેષ ઉપાયો
  • મંગળવારે સ્નાન પછી લાલ રંગના કપડાં પહેરવા 

જ્યોતિષ શાસ્ત્રો અનુસાર મંગળવારનાં દિવસે હનુમાનજીની પૂજા કરવાથી કુંડળીમાં શનિદોષ સહિત અન્ય દોષોથી પણ મુક્તિ મળે છે. સ્વયં શનિદેવે હનુમાનજીને વચન આપ્યું હતું કે તેમની પૂજા કરનારા સાધકોને ક્યારેય પણ શનિદેવ કષ્ટ નહીં પહોંચાડે. તેથી આજે એટલે કે મંગળવારે તમારે હનુમાનજીનું પૂજન ખાસ કરવું જોઈએ.

વાંચવા જેવું:શનિ દશા: કર્ક, તુલા અને કુંભ રાશિના જાતકોનું નવું વર્ષ રહેશે ખૂબ નબળું, શનિ પ્રભાવને કારણે દુનિયામાં પણ આવશે મોટા પરિવર્તન

જ્યોતિષ શાસ્ત્રમાં મંગળગ્રહને મજબૂત કરવાનાં હેતુથી મંગળવારનાં દિવસે વિશેષ ઉપાય કરવા જોઈએ. આ ઉપાય કરવાથી મંગળદેવની વિશેષ કૃપા સાધક પર વરસે છે. શનિ અને મંગળ બંને મજબૂત કરવા માટે તમારે મંગળવારનાં દિવસે આ ઉપાયો કરવા જોઈએ:

  • મંગળવારનાં દિવસે સ્નાન કરીને લાલ વસ્ત્ર ધારણ કરવા. આ બાદ તાંબાનાં પાત્રમાં જળ લેવું અને તેમાં કુમકુમ મૂકી સૂર્યદેવને પૂર્વ દિશામાં મુખ કરીને અર્પિત કરવું.  આ ઉપાયથી કુંડળીમાં સૂર્ય અને મંગળ મજબૂત થાય છે. 
  • મંગળદેવની કૃપા મેળવવા માટે મંગળવારનાં દિવસે સ્નાન કર્યા બાદ વિધિ-વિધાનથી ઘરમાં હનુમાનજીનું પૂજન કરવું. હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો. ચણાનાં લોટનાં લાડ્ડૂ હનુમાનજીને અર્પિત કરવાં.
  • કુંડળીમાં જો મંગળ નબળો હોય તો મંગળવારનાં દિવસે હનુમાનજીનું વિધિપૂર્વક પૂજન કરવું. આ બાદ જરૂરિયાત મંદોને લાલ રંગનાં વસ્ત્રો દાન કરવા. આ સિવાય લાલ મરચું અને મસૂર દાળ દાન કરવી.
  • જો તમે કુંડળીમાં રહેલા અશુભ ગ્રહોની અસરને દૂર કરવા માંગો છો તો મંગળવારનાં દિવસે વ્રત કરો. ઓછામાં ઓછા 21 મંગળવાર સુધી આ વ્રત રાખવાં.આવું કરવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ