ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ભારતની સાથે ખાટ્ટા સંબંધો બનાવીને બેઠેલા કેનેડાનાં પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોનો ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે મજાક બન્યો છે. જી-20 દરમિયાન નવી દિલ્હીમાં કેનેડાનાં સરકારી વિમાને દગો આપ્યાં બાદ ફરી એકવાર જસ્ટિન ટ્રુડો જમૈકામાં વેકેશન ફસાઈ ગયાં છે. જસ્ટિન ટ્રુડોનાં વિમાનમાં ટેકનિકલ ખરાબી આવી ગઈ અને ઊડ્ડયન માટે તકલીફો આવવા લાગી. ટેકનિકલ ખરાબીને લીધે ટ્રુડોએ જમૈકામાં જ રોકાઈ જવું પડ્યું. આ બાદ કેનેડાથી એરફોર્સે પોતાના 2 પ્લેન મોકલ્યાં ત્યારે જઈને PM પાછા પધાર્યાં.
કેવી રીતે ફસાયા PM?
કેનેડાનાં PM ટ્રુડો રજાઓ માણવા માટે જમૈકાની યાત્રા પર ગયાં હતાં. આ દરમિયાન તેમના વિમાન Flying Tajmahalમાં ખરાબી આવી ગઈ. આ વિમાનમાં જ સવાર થઈને તેઓ 4 જાન્યુઆરીનાં પાછા ફરવાનાં હતાં. CBCની રિપોર્ટ અનુસાર વિમાનમાં થયેલ ટેકનિકલ ગરબડને લીધે ટ્રુડો જમૈકામાં જ ફસાઈ ગયાં અને તેમને પરત લાવવા માટે વધુ 2 વિમાનને જમૈકા મોકલાવવું પડ્યું. વિમાનમાં આવેલી આ ખરાબી 2 જાન્યુઆરીનાં રોજ સામે આવી હતી જે બાદ કેનેડાની વાયુસેનાએ જસ્ટિન ટ્રુડોને પાછા લાવવા માટે પોતાના વિમાનને ત્યાં મોકલ્યાં.
ADVERTISEMENT
વાંચવા જેવું: 'તમારી માટે હું જીવ આપી દઇશ', 21 વર્ષીય MPએ આપ્યું એવું જોરદાર ભાષણ કે આખી ન્યૂઝીલેન્ડની સંસદ હચમચી ગઇ
એરફોર્સે મોકલ્યાં 2 વિમાન
કેનેડાનાં રક્ષા મંત્રાલયનાં એક પ્રવક્તાએ જણાવ્યું કે," અમે આ વાતની પુષ્ટિ કરીએ છીએ કે રોયલ કેનેડિયન એરફોર્સનાં 2 CC 144 ચેલેન્જર્સ વિમાન જમૈકા મોકલવામાં આવ્યાં છે જેથી પ્રધાનમંત્રી ટ્રુડોને પાછા લાવવામાં મદદ કરી શકાય. " ભારત બાદ આવી ઘટના બીજીવાર બની છે જ્યાં કેનેડાનાં PMનાં સરકારી પ્લેનમાં ખરાબી આવી ગઈ હોય અને તેમને પાછું લાવવા માટે સેનાએ વિમાન મોકલ્યાં હોય. દિલ્હી યાત્રા દરમિયાન પણ તેમના વિમાનમાં આવી ખરાબી આવી હતી જેના કારણે ટ્રુડો36 કલાક સુધી દિલ્હીમાં રોકાયા હતાં.
સંકળાયેલા મુદ્દાઓ