બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Jupiter enters Aries after 12 years

જ્યોતિષ શાસ્ત્ર / 12 વર્ષ બાદ ગુરુ ગ્રહનો મેષ રાશિમાં પ્રવેશ: આ રાશિના જાતકોના શરૂ થશે 'અચ્છે દિન'

Vishal Khamar

Last Updated: 11:28 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Entry of Jupiter into Aries: દેવગુરુ બૃહસ્પતિ તા. ૨૨ એપ્રિલ ૨૦૨૩ ના રોજ પોતાની સ્વરાશી મીન માંથી નીકળી તેમના મિત્રની રાશી મેષ મા પ્રવેશ કરે છે, અને તા. ૦૧ મે ૨૦૨૪ સુધી ત્યાં ભ્રમણ કરશે. બાર રાશીના જાતક ને એ સામાન્ય ફળકથનમુજબ કેવું ફળ મળશે તે જોઈએ, જાતક ની વર્તમાન ગ્રહ દશા, ગોચર વગેરે જેવી બાબત મુજબ ફળકથનમા વિશેષ લાભાલાભ જોવામાં આવે છે અહીં ફક્ત રાશીનું સામાન્ય ફળકથન રજુ કરેલ છે,

મેષ ( અ,લ,ઈ ) :   તમારી રાશી પરથી ગુરુનું ભ્રમણ સંતાન બાબત તેમજ મુસાફરી યાત્રા કે જાત્રા બાબત લાભ અપાવી શકે છે, સ્વાસ્થ્ય બાબત થોડી કાળજી રાખવી હિતાવહ છે, આર્થિક બાબતમા સુધારો સંભવિત કહી શકાય.

વૃષભ (બ,વ,ઉ ) : તમારી રાશીથી બારમે ગુરુનું ભ્રમણ થોડી કાળજી રાખવી, નોકરીમાં લાભની તક અપાવે, કોઈ સ્વાસ્થ્ય ની સમસ્યા હોય તો તેમાં કોઈ નિદાન ફાયદો કરાવે, જમીન, મકાન બાબત કોઈ લાભની વાત પણ બની શકે.

મિથુન ( ક,છ,ઘ ) : તમારી રાશીથી અગિયારમાં સ્થાનમાં ગુરુનું ભ્રમણ કુટુંબ ને લગતી બાબતમાં લાભ અપાવે, સંતાન બાબતે પણ કોઈ સારી વાત બની શકે છે, દામ્પત્યજીવનમાં પણ સુખીની વાત બની શકે છે.

કર્ક ( ડ,હ ) : તમારી રાશિથી દશમે ગુરુનું ભ્રમણ પરિવાર અને નાણા સુખમાં વધારો કરે, કોઈ સારા પ્રસંગ ની વાત બની શકે, વ્યવસાયમાં સુધારો થાય, વડીલ વર્ગના સ્વાસ્થની થોડી ચિંતા આવી શકે.

સિંહ ( મ,ટ ) : તમારી રાશિથી નવમે ગુરુનું ભ્રમણ ધાર્મિક કાર્યમાં રૂચી વધારે, સ્વાસ્થ્ય અંગે કોઈ દ્વિધા હોય તો તેમાં પણ સારો સુધારો આવી શકે, કુટુંબમા કોઈ લાભની વાત પણ બની શકે છે.

કન્યા ( પ,ઠ,ણ ) : તમારી રાશિથી આઠમે ગુરુનું ભ્રમણ કોઈ કાર્ય અર્થે મુસાફરી કરાવે, નાણાકીય સ્થિતિમાં સુધારો આવે, પરિવારમાં કોઈ સારા પ્રસંગમાં યોગદાન આપવાનું પણ બની શકે છે.

તુલા ( ર,ત ) : તમારી રાશિથી સાતમે ગુરુનું ભ્રમણ આકસ્મિક લાભના યોગ ઉભા કરશે, સ્વાસ્થ્યમાં સુધારો થાય, આત્મબળ વધે, કુટુંબ પ્રત્યે ભાવના વધે, કામકાજમા ઉત્સાહ પણ વધે તેવા યોગ બને છે.

વૃશ્ચિક ( ન,ય ) : તમારી રાશીથી છઠે ગુરુનું ભ્રમણ કામકાજમાં સારો લાભ કે સારી તક અપાવશે, મુસાફરીના યોગ પણ બનાવશે, નાણાકીય બાબતમાં પણ લાભ થાય તેવું બનવા જોગ છે.

ધન ( ભ,ફ,ધ ઢ ) : તમારી રાશિથી પાંચમે ગુરુનું ભ્રમણ ભાગ્યને બળ મળેશે, અટકેલા કાર્ય પુરા કરવા મહેનત કરશો તો લાભ સંભવિત છે, આકસ્મિક લાભની વાત બનવાજોગ છે, સ્વાસ્થ સુખાકારી સારી રહે,

મકર ( ખ, જ ) : તમારી રાશિથી ચોથે ગુરુનું ભ્રમણ આકસ્મિક લાભની તક અપાવશે, નોકરી, વ્યવસાયમાં લાભની કોઈ વાત પણ બની શકે છે, યાત્રા કે જાત્રાના યોગ પણ છે જેમાં ખુશી અનુભવો.

કુંભ ( ગ,સ,શ ) : તમારી રાશીથી ત્રીજે ગુરુનું ભ્રમણ દામ્પત્યજીવનમાં સુખાકારી વધારશે, ભાગ્યને બળ મળશે જેથી મહેનતબાદ કામકાજમાં સારી સફળતા મળે, કોઈ લાભની વાત અંગતજીવનમા પણ મળી શકે છે. 

મીન ( દ,ચ,ઝ,થ ) :   તમારી રાશિથી બીજે ગુરુનું ભ્રમણ નોકરી વ્યવસાયમાં લાભ અપાવશે, જુના અટકેલા કાર્યમાં સફળતા મળી શકે છે, પરિવારમાં કોઈ પ્રસંગમા સારું યોગદાન પણ આપી શકાય.

ડો. હેમિલ પી લાઠિયા

જ્યોતિષાચાર્ય

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ