બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Juhi Chawla would have been Salman Khan's wife today, not Jai Mehta, know why it didn't happen

બોલીવુડ ગપશપ / જય મહેતા નહીં પણ આજે સલમાન ખાનની પત્ની હોત જુહી ચાવલા, જાણો કયા કારણોસર ન બની વાત

Megha

Last Updated: 11:27 AM, 13 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યાર સુધી સલમાન ખાનનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું છે પણ એક સમય એવો હતો કે જ્યારે સલમાન ખાન જૂહી ચાવલા સાથે લગ્ન કરવા પણ આ શક્ય ન બન્યું.

  • જુહી સાથે લગ્ન કરવા માંગતા હતા સલમાન ખાન
  • જૂહીનો હાથ માંગવા તેના પિતા પાસે પણ પંહોચ્યાં હતા 
  • જય મહેતા સાથે જૂહીના આ રીતે થયા લગ્ન 

80 અને 90ના દાયકા દરમિયાન લોકોના દિલો પર રાજ કરનારી અભિનેત્રી જૂહી ચાવલા આજે 55 વર્ષની થઈ ગઈ છે. જણાવી દઈએ કે મોડલિંગની દુનિયામાં સારું નામ કમાયા બાદ  જુહીએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. વર્ષ 1987માં રિલીઝ થયેલી ફિલ્મ 'સુલ્તનત'થી  જુહી ચાવલા એ ડેબ્યૂ કર્યું હતું. જો કે આ પછી જૂહી એ ક્યારેય પાછું ફરીને નથી જોયું. એક પછી એક હિટ ફિલ્મ આપતી રહી જેમાં 'ડર', 'દીવાના મસ્તાના', 'ઈશ્ક', 'હમ હૈ રાહી પ્યાર' જેવી ઘણી ફિલ્મો સામેલ છે. જણાવી દઈએ કે જુહી ચાવલાએ વર્ષ 1995માં બિઝનેસમેન જય મહેતા સાથે ચોરી છૂપી રીતે લગ્ન કર્યા હતા. પણ શું તમે જાણો છો કે સલમાન ખાન પણ જુહી ચાવલા સાથે લગ્ન કરવા માંગતા હતા? આજએ અમે તમને એવો જ એક કિસ્સો કહેવા જઈ રહ્યા છીએ. 

જુહી સાથે લગ્ન કરવા માંગતો હતો સલમાન ખાન
હાલ પણ સલમાન ખાન હિન્દી સિનેમાનો સૌથી એલિજેબલ બેચલર ગણાય છે તેઓ આજ સુધી સિંગલ છે. જો કે અત્યાર સુધી સલમાન ખાનનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું છે પણ એક સમય એવો હતો કે જ્યારે સલમાન ખાન જૂહી ચાવલા પર પોતાનું દિલ ખોઈ બેઠા હતા. સલમાનને જુહી ઘણી પસંદ હતી અને આટલું જ નહીં તે જુહી ચાવલા સાથે લગ્ન કરવા પણ તૈયાર હતા પણ જુહી ચાવલાના પિતાના કારણે આ શક્ય બન્યું નહતું. 

જૂહીનો હાથ માંગવા ગયા હતા સલમાન 
એ સમયે સલમાન ખાનને જૂહી ચાવલા એટલી પસંદ આવી કે તે તેના પિતા પાસે પણ વાત કરવા પહોંચી ગયા હતા. એક રિપોર્ટ અનુસાર સલમાન ખાને જૂહીના પિતા પાસે તેનો હાથ માંગ્યો હતો પણ જુહી ચાવલાના પિતાએ સલમાન ખાનને રિજેક્ટ કરવામાં આવ્યો હતો. જો કે આ વાત ખુદ સલમાન ખાને એક ઈન્ટરવ્યુમાં કહી હતી, એમને જણાવ્યું હતું કે  'જુહી ખૂબ જ સ્વીટ છે અને મેં તેના પિતાને પણ પૂછ્યું હતું કે તમે જૂહીને મારી સાથે લગ્ન કરવા દેશો? પણ એમને ના પાડી હતી. કદાચ હું એમને નહતો, ખબર નહીં એમને કેવો છોકરો જોઈતો હતો ?'

જય મહેતા સાથે આ રીતે થયા લગ્ન 
જૂહી ચાવલાએ જય મહેતા સાથે ત્યારે લગ્ન કર્યા હતા જ્યારે તે તેના કરિયરના પિક પર હતી. જણાવી દઈએ કે બંનેએ વર્ષ 1995માં ચૂપચાપ રીતે  લગ્ન કર્યા હતા. એક મીડિયા રિપોર્ટ અનુસાર જય અને જુહીની પહેલી મુલાકાત રાકેશ રોશન દ્વારા ગોઠવવામાં આવી હતી અને એ પછી બંનેને એકબીજા પસંદ આવવા લાગ્યા હતા. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે જુહીએ છ વર્ષ સુધી પોતાના લગ્નની વાત લોકોથી છુપાવી હતી અને જ્યારે અભિનેત્રી પહેલીવાર ગર્ભવતી બની હતી ત્યારે લોકોને આ વિશે ખબર પડી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ