બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ભારત / Politics / Judgment in Delhi High Court on petition against Kejriwal's arrest

દિલ્હી / અરવિંદ કેજરીવાલ જેલમાં રહેશે કે રાહત મળશે? ધરપકડ સામેની અરજી પર દિલ્હી હાઈકોર્ટ આપશે ચુકાદો

Priyakant

Last Updated: 09:24 AM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Arvind Kejriwal Latest News: દિલ્હી હાઈકોર્ટ આજે બપોરે 2.30 વાગ્યે દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ વિરુદ્ધ કેજરીવાલની અરજી પર ચુકાદો આપશે

Arvind Kejriwal News : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં જ રહેશે કે પછી તેમને રાહત મળશે? આ અંગે આજે નિર્ણય લેવામાં આવનાર છે. વાત જાણે એમ છે કે, દિલ્હી હાઈકોર્ટ આજે બપોરે 2.30 વાગ્યે દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ વિરુદ્ધ કેજરીવાલની અરજી પર ચુકાદો આપશે. આ પહેલા હાઈકોર્ટે 3 એપ્રિલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. નોંધનીય છે કે, EDએ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી.

અરવિંદ કેજરીવાલે 22 માર્ચે ટ્રાયલ કોર્ટ દ્વારા તેમની ધરપકડ અને રિમાન્ડ પસાર કરવાના આદેશને પડકાર્યો હતો. હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કેજરીવાલે તેમની ધરપકડ અને રિમાન્ડને ગેરકાયદેસર ગણાવ્યા હતા. આ કેસની સુનાવણી 3 એપ્રિલે થઈ હતી. બંને પક્ષો (ED અને કેજરીવાલ)ની દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ 3 એપ્રિલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

આ તરફ છેલ્લી સુનાવણીમાં EDએ હાઇકોર્ટને જણાવ્યું હતું કે, કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ આગામી ચૂંટણીઓના આધારે ધરપકડમાંથી 'મુક્તિ'નો દાવો કરી શકતા નથી કારણ કે કાયદો સમાન રીતે લાગુ થાય છે. દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કેજરીવાલને સતત 9 વખત સમન્સ મોકલ્યા હતા પરંતુ તેઓ એક પણ વખત તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા. આ પછી EDએ તેની ધરપકડ કરી હતી.

21 માર્ચે કેજરીવાલની કરાઇ હતી ધરપકડ
EDએ 21 માર્ચે કેજરીવાલની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. તેને 22 માર્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ પછી કોર્ટે તેમને 6 દિવસ માટે ED કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ કેસની સુનાવણી 28 માર્ચે થઈ હતી. આ દિવસે EDએ કોર્ટને જણાવ્યું હતું કે, તેમની તપાસ હજુ પૂર્ણ થઈ નથી. આવી સ્થિતિમાં કેજરીવાલના રિમાન્ડ વધારવા જોઈએ. આ પછી કોર્ટે કેજરીવાલના રિમાન્ડ ચાર દિવસ માટે લંબાવ્યા હતા.

વધુ વાંચો: તરસેમ સિંહ હત્યાકાંડનો શાર્પશૂટર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર, બીજો આરોપી ફરાર

1 એપ્રિલથી તિહાર જેલમાં બંધ છે કેજરીવાલ
આ પછી 1 એપ્રિલના રોજ રાઉઝ એવન્યુ કોર્ટમાં કેસની સુનાવણી થઈ. EDએ કોર્ટ પાસેથી કેજરીવાલની ન્યાયિક કસ્ટડીની માંગ કરી હતી જેને કોર્ટે સ્વીકારી લીધી હતી અને દિલ્હીના મુખ્યમંત્રીને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. ત્યારથી કેજરીવાલ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. આ સાથે જ તેમની ધરપકડ સામેની અરજી પર આજે હાઈકોર્ટ પોતાનો ચુકાદો આપશે. આવી સ્થિતિમાં તમામની નજર કોર્ટના નિર્ણય પર છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ