બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Jamnagar police nabbed three accused of online cheating

સાયબર ફ્રોડ / ઓનલાઈન ડોલરમાં પેમેન્ટ સ્વીકારી સામે ક્રિપ્ટો કરન્સી નામે વેચાણ, છેતરપિંડીના નવા ચીલાથી પોલીસ સ્તબ્ધ, સુરેન્દ્રનગરના 3 ગઠિયાઓ ઝબ્બે

Kishor

Last Updated: 11:01 PM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્લેશ USDT ક્રીપ્ટો કરન્સી આપવાનું કહી વેપારીને શીશામાં ઉતારતા ત્રણ આરોપીઓને દબોચી લેવામાં જામનગર પોલીસને સફળતા મળી છે.

  • '50 ટકા ઓછા દરે ક્રીપ્ટો લો અને ફાયદો મેળવો' 
  • એવી લોભામણી લાલચ આપે તો ચેતજો,
  • ત્રણ આરોપીઓને દબોચી લેવામાં જામનગર પોલીસને મળી સફળતા

સાયબર ક્રાઇમના વધતા જતા ગુન્હાના બનાવ વચ્ચે જામનગર સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે. જેમાં ક્રિપ્ટો કરન્સીના નામે ફ્રોડ કરનાર ત્રણ આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. આ આરોપીઓએ જામનગરના એક વેપારી સાથે 4,95,000ની છેતરપિંડી આચરી હતી. ફ્લેશ USDT ક્રીપ્ટો કરન્સી આપવાનું કહી વેપારીને શીશામાં ઉતાર્યા હતા. વધુમાં 50 ઓછા દરે ક્રીપ્ટો લો અને ફાયદો મેળવો' તેવું કહીને કમાંણીના નામે આંબા આંબલી પણ બતાવ્યા હતા. આરોપીઓની તપાસમાં સામે આવ્યું કે તે ખોટા ઇન્ટરનેશનલ નંબર પરથી ફોન કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હતા.

 Jamnagar police nabbed three accused of online cheating

એક વેપારી સાથે 4.95 લાખ રૂપિયાનું કર્યું હતું ફ્રોડ
આરોપી વિજય ઠાકરસી કણજારીયા, વનરાજસિંહ ગોહિલ અને વિપુલ રોજશરા નામના ત્રણેય આરોપી સુરેન્દ્રનગરના રહેવાસી છે.  સોશિયલ મીડીયામાં ફેક આઈડી બનાવીને ક્રિપ્ટો ઈન્વેસ્ટમેન્ટ માટે જાહેરાત આપતા. પોતે સેલર તરીકેની ખોટી આઈડી બનાવીને રોકાણકારને વોટસઅપ સાથે સંપર્કમાં રહેતા. બાદ 50 ટકા ઓછા ભાવે ક્રિપ્ટો કરસન્સીમાં રોકાણ માટે લાલચ આપતા હતા. જેથી અડધા ભાવે રોકાણની લાલચમાં રોકાણકાર ફસતા હોય છે. બાદ પૈસા મળતા ટેકનીકલ ઈસ્યુ બતાવીને પરત પૈસા ના આપતા અને બાદ જો પૈસા પરત જોઈએ તો વધુ રોકાણની વાત કરે. એક વેપારી પાસેથી 4.95 લાખ રૂપિયાનુ રોકાણ કર્યા બાદ પરત ના આપ્યા. બાદ ફોન બંધ આવતા વેપારીને છેતર્યાની જાણ થતા સાયબર પોલીસને ફરીયાદ આપી હતી. જેના આધારે ત્રણ આરોપીને પકડી કાર્યવાહી કરાઈ છે.

 Jamnagar police nabbed three accused of online cheating

પોલીસ તપાસ ચલાવી રહી છે
પકડાયેલ આરોપીને વેપારી સાથે કરેલી છેતરપીંડી કબુલી. સાથે બોટાદમાં બે ગુના, લીંબડીમાં 1 ખાણખનીજનો ગુનો અને જોરાવનગર અને ચીલોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો કેસ નોંધાયેલ છે. એક વેપારી સિવાય કેટલા અન્ય લોકોને છેતર્યા છે. તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ