બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / It will rain in some districts of Gujarat for another 48 hours
ADVERTISEMENT
ગુજરાતમાં એક દ્રષ્ટિએ જોઇએ તો ચોમાસાએ વિદાય લઇ લીધી હોવા છતાં રાજ્યમાં મેઘરાજાએ ફરી રિએન્ટ્રી કરી દીધી છે. ત્યારે ગુજરાતમાં આગામી 48 કલાક સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં 48 કલાક સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં ભાવનગર, સુરત, ભરૂચ, ડાંગ અને વલસાડમાં વરસાદ વરસશે. જ્યારે નવસારી અને વડોદરામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
.jpg)
ADVERTISEMENT
આવતી કાલે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડશે
વધુમાં હવામાન વિભાગે જણાવ્યું કે, 'આવતી કાલે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડશે. આવતી કાલ બાદ ગરમીના પ્રમાણમાં પણ વધારો થઈ શકે છે.' તમને જણાવી દઇએ કે, આજે પણ હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
ADVERTISEMENT
આજે પણ સુરત, ભરૂચ, અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો
આજે રાજ્યમાં સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા છે. શહેરના વરાછા, સરથાણા અને કાપોદ્રા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા રાહદારીઓ તેમજ વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
ભરૂચ અને અંકલેશ્વરમાં પણ આજે વરસાદી માહોલ જામ્યો હતો. ભરૂચના શક્તિનાથ, પાંચબત્તી, સેવાશ્રમ રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં આજે વરસાદ થયો હતો. અંકલેશ્વરના વાલિયા ચોકડી અને ભડકોદ્રામાં વરસાદનું આગમન થયું હતું.
.jpg)
ADVERTISEMENT
વડોદરા જિલ્લાના ત્રણ તાલુકામાં આજે વરસાદ વરસ્યો
વધુમાં વડોદરા જિલ્લાના ત્રણ તાલુકામાં પણ 24 કલાકમાં આજે વરસાદ વરસ્યો હતો. જેમાં કરજણ, વાઘોડીયા અને ડેસરમાં એકથી દોઢ ઇંચ વરસાદ ખાબકતા ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું છે. છેલ્લા બે દિવસથી અહીં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસથી વડોદરા શહેર અને જિલ્લામાં છુટ્ટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. આજે પણ શહેરમાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે.
ADVERTISEMENT
ખેડા જિલ્લામાં ભારે વરસાદથી પાકને નુકસાન
બીજી બાજુ ખેડા જિલ્લામાં ભારે વરસાદથી ડાંગર, તમાકુ અને કપાસ જેવા પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. વાવણીની મજૂરી અને બિયારણના પણ રૂપિયા ન નીકળે તેવી સ્થિતિ અહીં સર્જાઇ છે. ત્યારે જિલ્લામાં સર્વે કરીને નુકસાનીનું વળતર ચૂકવવા માટેની ખેડૂતો માંગ કરી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.