બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / સુરત / IT mega operation in Surat: 35 locations of three jewelers groups raided, large-scale investigation launched

ITનો સપાટો / સુરતમાં ITનું મેગા ઓપરેશન: ત્રણ જ્વેલર્સ ગ્રુપના 35 સ્થળો પર પડી રેડ, મોટા પાયે તપાસ શરૂ

Malay

Last Updated: 02:46 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતમાં ડાયમંડ અને જ્વેલર્સ ઉદ્યોગ સાથે જોડાયેલા ગ્રુપો પર ઇન્કમટેક્સ વિભાગનું મેગા ઓપરેશન, 35થી પણ વધુ સ્થળોએ તપાસ હાથ ધરાતા અન્ય જ્વેલર્સ, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ.

  • સુરતમાં આવકવેરા વિભાગની તપાસ
  • કાંતિલાલ એન્ડ બ્રધર્સ જ્વેલર્સના બે શો-રૂમાં સર્ચ 
  • પાર્થ એન્ડ બ્રધર્સની ઓફિસમાં પણ ITની તપાસ 

Surat News: રાજકોટ બાદ હવે સુરતમાં પણ આવકવેરા વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરતમાં ઈન્કમટેક્સ વિભાગના 100 જેટલા અધિકારીઓની ટીમો દ્વારા જ્વેલર્સના ત્રણ ગ્રુપના 35થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. એક સાથે 35 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવતા શહેરના અન્ય જ્વેલર્સ, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે. 

35થી વધુ સ્થળોએ ITની તપાસ
પ્રાપ્ત વિગતો અનુસાર આવકવેરા વિભાગની ટીમ દ્વારા સુરતના જાણીતા કાંતિલાલ જ્વેલર્સ, પાર્થ ગ્રુપ અને અક્ષર ગ્રુપના 35થી વધુ ઠેકાણાઓ પર દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતમાં ત્રણ મોટા ગ્રુપ પર ઈન્કમટેક્સની ટીમ ત્રાટકતા ડાયમંડ નગરીમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં તપાસના અંતે મોટા બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતા છે. 

પાર્થ એન્ડ બ્રધર્સ ITની રડારમાં 
આવકવેરા વિભાગ ટીમે પાર્લે પોઈન્ટ અને અડાજણ વિસ્તારના કાંતિલાલ એન્ડ બ્રધર્સ જ્વેલર્સના બે શો-રૂમમાં તપાસ હાથ ધરી છે. આ સાથે જ ડુમસ વિસ્તારમાં આવેલા બંગલામાં પણ ITની તપાસ ચાલી કરી છે. પાર્થ એન્ડ બ્રધર્સની ઓફિસમાં પણ ITની તપાસ ચાલી રહી છે. સોનાના બિસ્કીટના વેચાણ મુદ્દે પાર્થ એન્ડ બ્રધર્સ ITની રડારમાં છે. આ દરોડાના સંદર્ભે રાજકોટમાં બે જગ્યાએ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. 

100થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આશરે 100થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે. આ દરોડાના અંતે મોટી માત્રામાં કાળુનાણું બહાર આવે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ