બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / It is necessary to be careful before purchasing with credit card

ટીપ્સ / તહેવારોની સિઝનમાં ક્રેડિક કાર્ડથી ખરીદી કરવાનો પ્લાન છે? તો આ 4 બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીંતર ખિસ્સું વધુ ખાલી થશે

Kishor

Last Updated: 05:21 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તહેવારની સિઝન અત્યારે પુરબહારમાં ખીલી છે ત્યારે ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરતી વખતે તમારે કઈ કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું. જાણો આહેવાલમાં!

  • ફેસ્ટિવલ સિઝનમાં ક્રેડિટ કાર્ડ ક્યાંક તમારી મજા ન બગાડી નાખે
  •  ધ્યાન રાખજો ખાસ આ વાતનું. નહીં તો લેવાના દેવા થઈ જશે 

તહેવારની સિઝન અત્યારે પુરબહારમાં ખીલી છે. નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે અને દિવાળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે. જેથી સૌ કોઈ પોત પોતાની ધૂનમાં શોપિંગ કરી રહ્યું છે. કોઈ ઓનલાઈન શોપિંગ કરી રહ્યું છે તો કોઈ ઓફલાઈન શોપિંગ કરી રહ્યું છે. બીજી બાજુ કંપની દ્વારા પણ મસમોટા ડિસ્કાઉન્ટ અપાઈ છે. આ બધાની વચ્ચે જો તમે ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરી રહ્યાં હોય તો ધ્યાન રાખજો નહીં તો લેવાના દેવા પડી જશે. કારણ કે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ પર અસંખ્ય ઓફર્સ આપવામાં આવી રહી છે. જેના ચક્કરમાં લોકો ખરીદી કરવા માટે પ્રેરાઈ છે. ત્યારે ફ્રોડ પણ થતું હોય છે. તો આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

તમારી પાસે પણ હોય Credit Card તો આ 3 વાત યાદ રાખજો, નહીંતર ભોગવવું પડશે  મોટું નુકસાન | credit card user be careful while withdraw money minimum  payment over usage

ક્રેડિટ લિમિટ પર નજર રાખો
ક્યારેક મોટા ડિસ્કાઉન્ટની લ્હાયમાં આપડે મોંઘી વસ્તુ ખરીદી લેતા હોય છીએ. દરેક ક્રેડિટ કાર્ડની એક લિમિટ સેટ કરવામાં આવી હોય છે. ત્યારે તહેવારની સિઝનમાં આપણામાંથી મોટા ભાગના લોકો ક્રેડિટ કાર્ડની લિમિટનો 70થી 80 ટકા સુધીનો ઉપયોગ કરી નાખે છે. જેના કારણે તમારા ક્રેડિટ રિપોર્ટ પર ખરાબ અસર પડે છે.. એટલે જ્યારે પણ તમે ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરવા માંગો છો તમારે સૌથી પહેલા તમારા ક્રેડિટ કાર્ડની લિમિટ એક વખત ચેક કરી લેવી. સામાન્ય રીતે તમારી ક્રેડિટ લિમિટનો 30 ટકા ઉપયોગ કરવો જ સાચુ મનાઈ છે.

Festival Shopping માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા પહેલાં આટલું જાણી લેજો,  રહેશો ફાયદામાં નહીં તો નુકસાન | Before using a credit card for festival  shopping, know this much, it will ...

રિવર્ડ્સ મેળવવાના ચક્કરમાં ક્યારેય ન કરો શોપિંગ
તહેવારની સિઝનમાં મોટાભાગે રિવર્ડ્સ આપવામાં આવે છે. જેથી મોટાભાગના લોકો રિવોર્ડસ મેળવવાના ચક્કરમાં શોપિંગ કરવાનું ચાલુ કરી દે છે. પણ આવુ બિલકુલ કરવુ જોઈએ નહીં.  ઓફરમાં કોઈ પણ પ્રોડક્ટ ખરીદતા પહેલા તમારે તપાસ કરી લેવી જોઈએ. નહીં તો રિવર્ડ્સ લેવાના ચક્કરમાં તમારે નુકસાની ભોગવવી પડી શકે છે.

ક્રેડિટ કાર્ડના પૈસાનું કેલક્યુલેશન
ક્રેડિટ કાર્ટનું બિલ દર મહિને આવે છે. એટલે કે જ્યારે તમે ક્રેડિટ કાર્ડથી કોઈ પણ શોપિંગ કરો છો તો પહેલા તમારે આવતા મહિને જે બિલ આવવાનું છે તેનું સેટલમેન્ટ કેવી રીતે કરવાના છો તેનું પ્લાનિંગ ખાસ કરી લેવું. નહીંતર ક્રેડિટ કાર્ડના બિલ ડોફોલ્ટ પર તમારે વધારે વ્યાજ ચુકવવું પડી શકે છે. આમ ક્રેડિટ કાર્ડ પર કોઈ પણ શોપિંગ કરતા પહેલા ખાસ કાર્ડની લિમિટ, તેના પર ચાલી રહેલી ઓફર્સ સહિતની તમામ જાણકારી મેળવી લેવી... જે બાદ જ તમે ક્રેડિટ કાર્ડથી ઓનલાઈન અથવા તો ઓફલાઈન શોપિંગ કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ