બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / IT department raids continue on third day in Ahmedabad

મેગા ઓપરેશન / અમદાવાદમાં સતત ત્રીજા દિવસે IT વિભાગના દરોડા યથાવત, 10થી વધુ લોકરો કર્યા સીલ, 2 કરોડની રોકડ જપ્ત

Dhruv

Last Updated: 09:50 AM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં IT વિભાગના સતત ત્રીજા દિવસે પણ દરોડા યથાવત છે ત્યારે શહેરના મેઘાણીનગરમાં GGP પ્રમુખના ઘરે IT વિભાગે સપાટો બોલાવ્યો છે.

  • અમદાવાદમાં ત્રીજા દિવસે ITનું મેગા ઓપરેશન યથાવત
  • GGP પ્રમુખ નટવરસિંહ ઠાકોરના ઘરે IT વિભાગની રેડ
  • દરોડામાં 10થી વધુ લોકરો સીલ અને 2 કરોડની રોકડ જપ્ત

હાલ ગુજરાત સહિત દેશભરમાં IT વિભાગે તવાઈ બોલાવી છે. નાના-નાના રાજકીય પક્ષો પર IT વિભાગે સકંજો કસ્યો છે. અમદાવાદમાં અનેક સ્થળો પર IT વિભાગનું ચેકિંગ શરૂ છે. 
અમદાવાદમાં આજે ત્રીજા દિવસે પણ IT વિભાગની રેડ યથાવત ચાલી રહી છે. ત્યારે શહેરના મેઘાણીનગરમાં GGP પ્રમુખ નટવરસિંહ ઠાકોરના ઘરે IT વિભાગે રેડ પાડી છે. સતત 3 દિવસથી IT વિભાગના અધિકારી દ્વારા GGP પ્રમુખના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, નાના રાજકીય પક્ષો ચેકથી ફંડ લઈને રોકડમાં પરત કરતા હોવા મામલે IT વિભાગ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સિલ્વર ઓક યુનિવર્સિટી અને ગોલ્ડમાઈન સિક્યુરિટીમાં ત્રીજા દિવસે પણ દરોડા યથાવત

તમને જણાવી દઇએ કે, IT વિભાગ દ્વારા સતત ત્રણ દિવસથી રાજ્યમાં દરોડા યથાવત રીતે ચાલી રહ્યાં છે. સિલ્વર ઓક યુનિવર્સિટી અને ગોલ્ડમાઈન સિક્યુરિટીમાં સતત ત્રીજા દિવસે પણ દરોડા યથાવત છે. ત્યારે આ દરોડામાં બોગસ બિલિંગના અનેક દસ્તાવેજો મળી આવ્યા છે. આ IT દરોડામાં કેટલાક CA પણ ઝપેટમાં આવ્યા છે. IT વિભાગે આ દરોડામાં 10થી વધુ લોકરો સીલ કર્યા છે તો 2 કરોડની રોકડ રકમ પણ જપ્ત કરી છે.

ગુજરાતમાં 130 સ્થળોએ IT વિભાગે બોલાવ્યો છે સપાટો

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 130 સ્થળોએ IT વિભાગે સપાટો બોલાવ્યો છે. રાજ્યમાં મની લોન્ડરિંગનું કામ કરનારાઓ IT વિભાગની ઝપેટે આવી ચડ્યા છે. ચેરિટેબલ ટ્રસ્ટ બનાવીને મની લોન્ડરિંગ કરનારા પર પણ IT વિભાગ દ્વારા સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ ગઇકાલે 90 જેટલાં સ્થળોએ IT વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.

બુધવારના રોજ આવકવેરા વિભાગે અમદાવાદમાં સપાટો બોલાવ્યો હતો. જેમાં ગોતાની સિલ્વર ઓક કોલેજ, અસારવારની ગરવી ગુજરાત પાર્ટી સહિત કુલ 90 સ્થળોએ IT વિભાગે દરોડા પાડ્યા હતા. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના દરોડાના પગલે બુધવારે સવારે કોલેજ પર આવેલા વિદ્યાર્થીઓને લાઈટ નથી કહીને સિલ્વર ઓક યુનિવર્સિટીમાં રજા જાહેર કરી દેવાઇ હતી. વિદ્યાર્થીઓને એવાં પણ મેસેજો કરવામાં આવ્યા હતા કે ગુરુવારથી તમામ લેક્ચર ઓનલાઈન યોજવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ