બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / વિશ્વ / Israeli PM gives last warning, reserve fighters in field

Israel Hamas War / ગાઝા છોડીને જતાં રહો, ખૂણે-ખૂણાને ટાર્ગેટ કરીશું...: ઈઝરાયલના PMએ આપી દીધી છેલ્લી વોર્નિંગ, રિઝર્વ લડાકૂઓ મેદાનમાં, હવે એરફોર્સ મચાવશે તાંડવ

Priyakant

Last Updated: 11:12 AM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Hamas War News: ઈઝરાયેલની સેના આકરા હુમલાની તૈયારી કરી રહી છે, જેના કારણે તેમણે ગાઝા પટ્ટીના ઘણા ભાગોમાં પેલેસ્ટિનિયનોને તેમના ઘર છોડવા માટે કહ્યું

  • દાયકાઓમાં ઇઝરાયેલ પર સૌથી ખરાબ હુમલો, 300થી વધુ લોકોના મોત
  • ગાઝા પટ્ટી પર ખતરનાક બોમ્બ ધડાકા અંગે ચિંતા, મોટા પાયે જમીની હુમલાનો ભય
  • વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેને નિર્જન ટાપુમાં ફેરવવાનું વચન આપ્યું

Israel Hamas War : ઇઝરાયેલમાં હમાસ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. દાયકાઓમાં ઇઝરાયેલ પર આ સૌથી ખરાબ હુમલો છે, જેમાં 300થી વધુ લોકોના મોત થયા છે. હુમલાના જવાબમાં હવે ગાઝા પટ્ટી પર ખતરનાક બોમ્બ ધડાકા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગાઝા પટ્ટીમાં મોટા પાયે જમીની હુમલાનો ભય વધી રહ્યો છે. ઈઝરાયેલની સેના આકરા હુમલાની તૈયારી કરી રહી છે, જેના કારણે તેમણે ગાઝા પટ્ટીના ઘણા ભાગોમાં પેલેસ્ટિનિયનોને તેમના ઘર છોડવા માટે કહ્યું છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેને નિર્જન ટાપુમાં ફેરવવાનું વચન આપ્યું છે. તેમણે જાહેરાત કરી છે કે હુમલા માટે જવાબદારોને ભારે કિંમત ચૂકવવી પડશે.

મ્યુઝિક ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચેલ યુવતીની હત્યા 
પેલેસ્ટાઈનથી ઈઝરાયેલમાં લગભગ 5000 રોકેટ છોડવામાં આવ્યા હતા. આ પછી હમાસના લડવૈયાઓ સરહદ પાર કરીને જીપ, કાર અને પેરાગ્લાઈડિંગ દ્વારા દેશમાં પ્રવેશ્યા હતા. તેઓએ મુંબઈમાં 26/11ના હુમલાની જેમ લોકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું. આ હુમલામાં અત્યાર સુધીમાં 300 લોકોના મોત થયા છે. ઇઝરાયેલમાં એક છોકરીની હત્યા કર્યા પછી હમાસના આતંકવાદીઓએ તેના શરીરને નગ્ન કરીને કારમાં બાંધી અને તેને આજુબાજુ ફેરવી હતી. જોકે હવે આ યુવતીની ઓળખ થઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે 30 વર્ષની મહિલાનું નામ શનિ લુક છે જે જર્મન નાગરિક છે. તે એક મ્યુઝિક ફેસ્ટિવલમાં ભાગ લેવા ગાઝા પટ્ટી નજીક ઈઝરાયેલ પહોંચી હતી.

ઇઝરાયેલનો ભીષણ હુમલો 
આ તરફ ઈઝરાયેલી સેનાએ ગાઝા પર વિનાશક હુમલો કર્યો છે. ગાઝા પટ્ટીમાં થયેલા આ હુમલામાં 230થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. ઇઝરાયલી દળો હજુ પણ ગાઝા પર બોમ્બમારો કરી રહ્યા છે. સિવાય રવિવારે સવારે ઇઝરાયેલના દક્ષિણી વિસ્તારોમાં હમાસના આતંકવાદીઓ સાથે લડાઈ ચાલુ રહી હતી. સેનાના પ્રવક્તાએ કહ્યું કે, દેશમાં સ્થિતિ હજુ પણ નિયંત્રણમાં નથી.  હમાસના વડા મોહમ્મદ ડેઇફે કહ્યું કે, તેનો હુમલો અલ અક્સા મસ્જિદની અપવિત્રતા તેમજ પેલેસ્ટિનિયનો પર દાયકાઓથી ચાલતા જુલમનો જવાબ હતો. દુશ્મને સમજવું જોઈએ કે તેની ક્રિયાઓના ઘાતક પરિણામો આવશે.

પેલેસ્ટિનિયનો તેમના ઘર છોડી દે: PM નેતન્યાહુ
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધની સ્થિતિ જાહેર કરી છે. તેમણે અનામત સેનાને પણ બોલાવી છે. આ સિવાય તેણે હમાસ સાથે અંત સુધી લડવાનું વચન આપ્યું છે. તેમણે ગાઝાના ઘણા ભાગોમાં રહેતા પેલેસ્ટાઈનીઓને તાત્કાલિક વિસ્તાર છોડી દેવા કહ્યું છે. તેમણે એક સંબોધનમાં કહ્યું, આ કાળા દિવસનો અમે બદલો લઈશું. જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેનો અમે બદલો લઈશું. અમે હમાસના તમામ લક્ષ્યોને નિશાન બનાવીશું અને ગાઝાને નિર્જન ટાપુમાં ફેરવીશું. હું ગાઝાના નાગરિકોને કહું છું, તમારે હવે જવું પડશે. અમે ગાઝા પટ્ટીના દરેક ખૂણાને નિશાન બનાવીશું.

આખી રાત બોમ્બ ધડાકા
ગાઝામાં રહેતા 2 મિલિયન લોકોએ તેમની રાત અંધારામાં વિતાવી. ઇઝરાયેલ દ્વારા આ વિસ્તારની લાઇટો કાપી નાખવામાં આવી હતી અને સતત બોમ્બમારો ચાલુ હતો. હમાસે ઈઝરાયેલ પર રોકેટ પણ છોડ્યા હતા, જેમાંથી ઘણાને હવામાં તોડી પાડવામાં આવ્યા હતા. ગાઝામાં મોટી સંખ્યામાં ઘાયલો છે, જેમની હોસ્પિટલોમાં ભીડ જોવા મળી રહી છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 232 લોકો માર્યા ગયા છે અને ઓછામાં ઓછા 1,700 ઘાયલ થયા છે. હમાસે કહ્યું કે, તેણે એટલા બધા ઇઝરાયલીઓને બંધક બનાવ્યા છે કે પેલેસ્ટિનિયન નાગરિકોને ઇઝરાયેલની જેલમાંથી મુક્ત કરી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ