બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / israeli pm benjamin netanyahu warned hezbollah against opening a second war

વૉર્નિંગ / હમાસ જ નહીં હવે આ દેશને પણ નહીં છોડે ઈઝરાયલ, નેતન્યાહુએ કહ્યું- હરકત કરી તો તબાહ કરી નાંખીશું

Arohi

Last Updated: 11:22 AM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Netanyahu Warned Hezbollah: ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂએ કહ્યું કે હમાસ આપવા માટે યુદ્ધ શરૂ કરવું તેના મિત્રને ભારે પડશે.

  • નેતન્યાહૂની હમાસના મિત્રોને ધમકી
  • યુદ્ધ શરૂ કરવું પડી શકે છે ભારે 
  • ઈઝરાયલ-હમાસ વચ્ચે 17 દિવસથી ચાલી રહ્યું છે યુદ્ધ 

ઈઝરાયલ-હમાસ યુદ્ધની વચ્ચે ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂએ લેબનના આતંકવાદી ગ્રુપ હિઝબુલ્લાહને ચેતાવણી આપી છે. તેમણે 22 ઓક્ટોબરે કહ્યું કે ઈઝરાયલની સાથે બીજા મોર્ચા પર યુદ્ધ કરવું લેબનને ભારે પડશે. 

રિપોર્ટ અનુસાર નેતન્યાહૂએ લેબનની બોર્ડની પાસે ઈઝરાયલી કમાન્ડોને એક બ્રીફિંગ આપી. તેની ઓફિશ્યલ કોપી અનુસાર તેમણે કહ્યું, "હું હાલ તમને આ ન જણાવી શકું કે હિઝબુલ્લાહ યુદ્ધમાં સંપૂર્ણ રીતે ઉતરવાનો નિર્ણય કરશે. ઈઝરાયલના વિરૂદ્ધ બીજા મોર્ચા પર યુદ્ધ કરવાનો અમે એવો જવાબ આપીશું જે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. આ જવાબી કાર્યવાહીમાં લેબનને તબાહ કરૂ દઈશું."

મારો કે મરોની સ્થિતિ
ઈઝરાયલી પ્રધાનમંત્રીએ આગળ કહ્યું, "હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયલની બોર્ડર પાર કરીને આ યુદ્ધ શરૂ કર્યું હતું. જેના કારણે ઈઝરાયલ માટે કરો યા મરોની સ્થિતિ હતી."

રિપોર્ટ અનુસાર ઈઝરાયલી PMએ કહ્યું, "હું જાણું છું કે તમે પોતાના મિત્રોને ગુમાવ્યા છે. આ ખૂબ જ કઠીન સમય છે. પરંતુ આપણે આપણા જીવનની લડાઈ લડી રહ્યા છીએ. પોતાના ઘરને બચાવવા માટે લડી રહ્યા છીએ. આ અતિશ્યોક્તિ નથી. અને હું બઢાઈ-ચડાઈને પણ નથી બોલી રહ્યો. આ યુદ્ધ છે. આ મારો કે મરો જેવી સ્થિતિ છે અને તેમને મારવાની જરૂર છે."

22 ઓક્ટોબરે દક્ષિણી ગાઝા પર પણ હવાઈ હુમલા
ઈઝરાયલે એ પણ જણાવ્યું કે તે ઉત્તરી ગાઝામાં હુમલા તેજ કરી રહ્યું છે. તેમણે ચેતાવણી આપી છે કે કોઈ પણ તેમને રોકવાનો પ્રયત્ન ન કરશે તો તેને આતંકવાદી સમર્થક સમજવામાં આવશે. હુમલાથી બચવા માટે ગાઝાના નાગરિક દક્ષિણી વિસ્તારની તરફ ભાગ્યા હતા. પરંતુ ઈઝરાયલે 22 ઓક્ટોબરે દક્ષિણી ગાઝા પર હવાઈ હુમલા કર્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ