બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / ISKCON Bridge accident: CM Bhupendra Patel in action, Home Minister Harsh Sanghvi to meet officials, FSL report of speed comes

સમીક્ષા / ઇસ્કોન બ્રિજ અકસ્માતના ગુનેગાર સામે કડક પગલા લો..' CM ભૂપેન્દ્ર પટેલે હર્ષ સંઘવીને આપી સૂચના, ટેક્નિકલ કારણો પણ જાણ્યા

Vishal Khamar

Last Updated: 07:09 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે મુખ્યમંત્રી દ્વારા બેઠક બોલાવી છે. આ બેઠકમાં મુખ્યમંત્રીને હર્ષ સંઘવી અકસ્માત કઈ રીતે સર્જાયો તેમજ પોલીસ દ્વારા શું કામગીરી કરવામાં આવી તે તમામ બાબતોની જાણકારી આપવામાં આવી હતી. તેમજ FSL દ્વારા રિપોર્ટમાં જણાવ્યું છે કે કાર 160 ની સ્પીડમાં હોવાનો રિપોર્ટમાં ખુલાસો કર્યો છે.

  • અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલો 
  • CM એ ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે બોલાવેલ બેઠક પૂર્ણ
  • ઇસ્કોન બ્રિજ અકસ્માતનો મામલે FSL  નો ખુલાસો
  • કાર 160ની સ્પીડમાં હોવાનું રિપોર્ટમાં ખુલાસો

 અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલ અકસ્માત મામલે એફએસએલ દ્વારા રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે કાર 160 ની સ્પીડમાં હોવાનું રિપોર્ટમાં ખુલાસો થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે અમદાવાદમાં બુધવારે મોડી રાત્રે ઈસ્કોન બ્રિજ પર થયેલી વાહન અકસ્માતની ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને તે અંગે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.

મુખ્યમંત્રીએ આ દુર્ઘટનામાં બે પોલીસકર્મીઓ સહિત જે નવ કમનસીબ વ્યક્તિઓના અકાળે મૃત્ય થયા છે તેમના પરિવારજનો પ્રત્યે સાંત્વના અને દિલાસો પાઠવવા સાથે પ્રત્યેક મૃતકોને રૂ. ૪ લાખની સહાય જાહેર કરેલી છે. એટલું જ નહિ, આ અકસ્માતનાં ઈજાગ્રસ્તોને રૂ. પચાસ હજારની સહાય અને સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિઓના પરિવારો અને સોલા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની સહાય માટે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલને સોલા સિવિલ હોસ્પિટલ પહોંચવા તત્કાલ સૂચનાઓ આપી હતી તે મુજબ તેઓ ત્યાં પહોંચ્યા હતા અને સારવાર સહિતની વ્યવસ્થાઓમાં મદદરૂપ થયા હતા.

ગૃહમંત્રીહર્ષ સંઘવીએ પણ અકસ્માત સ્થળની મુલાકાત લઈને અમદાવાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી દુર્ઘટના કઈ રીતે ઘટી તેની વિસ્તારપૂર્વક જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલને ગૃહ રાજ્ય મંત્રી અને ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર ઘટના ક્રમની અને પોલીસ તંત્ર દ્વારા આ ઘટના બાદ લેવાયેલા પગલાઓથી માહિતગાર કર્યા હતા.
 

કાર 160 ની સ્પીડમાં હોવાનો FSL  નો રિપોર્ટમાં ખુલાસો

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલ અકસ્માત મામલે એફએસએલ દ્વારા રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે કાર 160 ની સ્પીડમાં હોવાનું રિપોર્ટમાં ખુલાસો થયો છે.

ઈસ્કોન અકસ્માત મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
અમદાવાદ ઇસ્કોન અકસ્માત મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દુર્ઘટનાની સમગ્ર બાબતો અંગે મુખ્યમંત્રી સમીક્ષા કરી છે. તેમજ અકસ્માત થવાનાં ટેકનિકલ કારણોથી પણ મુખ્યમંત્રીને અવગત કરવામાં આવ્યા છે. પીડિતને ન્યાય મળે અને કસૂરવાર સામે કડક પગલાંઓ લેવાય તે અંગે મુખ્યમંત્રીએ સૂચના આપી છે.  આગામી દિવસો માં અકસ્માત કોઈ રીતે રોકી શકાય છે તેના પર ચર્ચા અને કાર્યવાહી કરવામા આવશે. તેમજ અમદાવાદ ઈંચાર્જ પોલીસ કમિશ્નર, માર્ગ અને મકાન વિભાગ તથા મહાનગર પાલિકા ના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામા આવી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ