બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Is Modi government forgiving farmers' debt? Important statement made by the Finance Minister in Parliament
ADVERTISEMENT
લોકસભામાં એક લેખિત સવાલના જવાબમાં નાણા રાજ્યમંત્રી ભાગવત કરાડે જણાવ્યું કે હાલમાં એસસી, એસટી સહિતના ખેડૂતોની દેવામાફીની સરકારની કોઈ યોજના નથી. કેન્દ્ર સરકારે કૃષિ ઋણ માફી અને ઋણ રાહત યોજના 2008 પછી કોઈ ઋણ માફી યોજના લાગુ પાડી નથી.

ADVERTISEMENT
મંત્રીએ ખેડૂતો માટે સરકારની યોજના ગણાવી
રાજ્યમંત્રી ભાગવત કરાડે જણાવ્યું કે હાલમાં ખેડૂતો માટે કેન્દ્ર સરકારની કેટલીક યોજના ચાલી રહી છે જેમાં ત્રણ લાખ રુપિયા સુધીની ટૂંકી મુદતના પાક વીમા માટે વ્યાજ સહાયતા, રિઝર્વ બેન્કની કૃષિ ઋણની સીમા એક લાખથી વધારીને 1.6 લાખ રુપિયા કરવા તથા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 ની રકમ આપવા જેવી યોજના સામેલ છે.
રિસાયેલા ખેડૂતોને મનાવવા માટે કેન્દ્ર સરકારે ચાલુ મહિનામાં જ ખેડૂતોના ખાતામાં 19000 કરોડની રકમ જમા કરવાની તૈયારી કરી છે.આગામી વર્ષે યુપી સહિત 5 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને હાલમા ખેડૂત આંદોલન પર ચરમસીમાએ ચાલી રહ્યું છે તેવે ટાણે ખેડૂતોને મનાવવા જરુરી હોવાથી કેન્દ્ર સરકારે આ રકમ રિલિઝ કરવાની તૈયારી કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
9 ઓગસ્ટે લાભાર્થીઓના ખાતામાં પૈસા જમા થવાની શક્યતા
ADVERTISEMENT
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરની આગેવાનીમાં 9 ઓગસ્ટે એક જ વખતે તમામ લાભાર્થીઓને આ રકમ ટ્રાન્સફર કરવાની યોજના ચાલી રહી છે. છેલ્લો હપ્તો 14 મે ના રોજ આપવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ 9.5 કરોડ લાભાર્થીઓના ખાતામાં પૈસા જમા કરાવવાના છે.

ADVERTISEMENT
કિસાન નિધિ યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર વર્ષે 6 હજાર રુપિયા આપે છે
કેન્દ્ર સરકારે કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજાર રુપિયા આપે છે. 2-2 હજારના ત્રણ હપ્તામાં આ પૈસા ખેડૂતોના ખાતામાં સીધી રીતે જમા થઈ જાય છે. આ યોજના હેઠળ ખેડૂતોને અત્યાર સુધીમાં 8 હપ્તા મળી ચૂક્યા છે અને 9 મો હપ્તો ટૂંક સમયમાં જારી થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.