બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 06:34 PM, 4 January 2024
ADVERTISEMENT
આમિર ખાન અને રીના દત્તાની લાડલી દીકરી ઈરા ખાને ગઈકાલે એટલે કે 3 જાન્યુઆરીનાં રોજ પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેંડ નૂપુર શિખરે સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યાં. આ લગ્નમાં તેના પરિવારનાં સદસ્યો અને નજીકી મિત્રો જોડાયા હતાં. ઈરાએ પોતાના લગ્નનાં એક દિવસ બાદ હવે સોશિયલ મીડિયા પર પોતાના પતિ સાથેની ફર્સ્ટ ફોટો શેર કર્યો છે.
ADVERTISEMENT
ખૂબ સુંદર લાગી રહી છે ઈરા ખાન
ઈરા ખાને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઈંસ્ટાગ્રામની સ્ટોરી પર 4 જાન્યુઆરીનાં ઘણી પોતાના લગ્નની ઘણી ફોટોઝ શેર કરી છે. આ ફોટોઝમાં લગ્ન બાદનો પતિ નૂપુર સાથેનો ફોટો પણ પોસ્ટ કર્યો છે. ફોટોમાં આઈરા પતિ સાથે સેલ્ફી લેતી નજરે પડે છે. આ ફોટોમાં ઈરાએ એક હેરબેન્ડ પહેરી છે જેમાં લખ્યું છે BRIDE TO BE. તેમણે આ ફોટોમાં TO BE શબ્દ પર છેકો માર્યો છે જેથી 'દુલ્હન' દેખાઈ રહ્યું છે.
અનોખા અંદાજમાં પહોંચ્યાં દુલ્હે રાજા
આમિર ખાન અને રીના દત્તાની દીકરી ઈરાનાં લગ્ન ફિટનેસ ટ્રેનર નૂપુર શિખરે સાથે થયાં. નૂપુર પરંપરાઓને તોડતાં અનોખા અંદાજમાં લગ્ન વેન્યૂ પર પહોંચ્યાં હતાં. તેમણે સાંતાક્રૂઝથી મુંબઈનાં બ્રાંદ્રા સુધી જોગિંગ કર્યું. આ બાદ ઈરા સ્ટેજ પર નૂપુરને કહે છે ' નહાવા જા' કારણકે તું વેન્યૂ પર જોગિંગ કરીને આવ્યો છો.
ખૂબ નાચ્યા પિતા આમિન ખાન
આમિર ખાને પોતાની દીકરીનાં લગ્નમાં ખૂબ ધૂમ મતાવી. થોડા સમય પહેલાં આમિર ખાનની બહેન નિખતે ઈંટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે ઈરાનાં લગ્ન માટે લોકો ઢોલ અને સોન્ગસ પર પ્રેક્ટિસ કરી રહ્યાં છે. આ વચ્ચે આમિરનો લેટેસ્ટ વીડિયો પણ સામે આવ્યો જેમાં તે પોતાની એક્સ વાઈફ કિરણ રાવ સાથે લગ્નમાં ડાંસ પણ કરી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.