ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ipl-live-score-sunrisers-hyderabad-vs-royal-challengers-bangalore-commentary-srh-vs-rcb-match-updates

IPL 2021 / SRHvsRCB: કોહલી બ્રિગેડે જીતની લય જાળવી રાખી, SRHને 6 રને આપ્યો પરાજય

Published By: Nirav

Last Updated: 11:47 PM, 14 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આજની મેચમાં જોરદાર બોલિંગ અને મેક્સવેલની ફિફ્ટીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચને જીતી લીધી હતી.

ADVERTISEMENT

  • આજની મેચ બેંગાલુરુ VS હૈદરાબાદ વચ્ચે રમાઈ 
  • બેંગાલુરુના ચિન્નાસ્વામી ગ્રાઉન્ડ પર રમાઈ મેચ 
  • RCB એ આજની મેચ 6 રને જીતી લીધી

આઇપીએલની 14 મી સિઝનમાં આજની મેચ બેંગાલુરુના ચિન્નાસ્વામી ગ્રાઉન્ડ પર રમાઈ હતી, મહત્વનું છે કે આજની મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં પહેલા બેટિંગ કરતાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 149 રનનો સ્કોર કર્યો હતો, જેના જવાબમાં હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 143 રન જ બનાવી શકી હતી અને RCB એ આજની મેચ 6 રને જીતી લીધી છે. 

મેક્સવેલ બન્યો તારણહાર 

આજની મેચમાં બેંગલોર તરફથી સૌથી મેક્સવેલે એક છેડો સાચવી રાખતા જવાબદારી વાળી ઇનિંગ રમી હતી અને 38 બોલમાં ફિફ્ટી મારી હતી. જેના લીધે RCB સન્માનિત સ્કોર નોંધાવી શકી હતી. પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવી ચૂકેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL 2021 માં પોતાની જીતની ગતિ જાળવી રાખી છે. RCB એ બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ SRH ને 6 રનથી હરાવી હતી. ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં RCB એ 150 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર માત્ર 143 જ બનાવી શકી હતી. કેપ્ટન ડેવિડ વોર્નરે (54) હૈદરાબાદ તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા 

શાહબાઝે નાખેલી કરેલી 17 મી ઓવર RCB માટે ખૂબ મહત્વની સાબિત થઈ, જેમાં તેણે મનીષ પાંડે (38), જોની બેરસ્ટો (12) અને અબ્દુલ સમાદ (0) જેવા હિટર્સની વિકેટ ખેરવી. તે જ સમયે, હૈદરાબાદ તરફથી રાશિદ ખાન (17), જેસન હોલ્ડર (4), વિજય શંકર (3), શાહબાઝ નદીમ (0) અને રિદ્ધિમન સાહાએ 1 રનનો સ્કોર નોંધાવ્યો.  RCB તરફથી શાહબાઝ સિવાય હર્ષલ પટેલ અને મોહમ્મદ સિરાજે બે-બે વિકેટ ઝડપી હતી જ્યારે કાયલ જેમ્સને એક વિકેટ લીધી હતી.

હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી  

અગાઉ RCB એ ટોસ હારીને પ્રથમ બેટિંગ બાદ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવ્યા બાદ 149 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી સૌથી વધુ રન ગ્લેન મેક્સવેલે (59) બનાવ્યા હતા. તેમના સિવાય વિરાટ કોહલી (33), શાહબાઝ અહેમદ (14), કાયલ જેમ્સન (12), દેવદત્ત પદિકલ (11), વોશિંગ્ટન સુંદર (8), ડેનિયલ ક્રિશ્ચિયન (1) અને એબી ડી વિલિયર્સે 1 રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદ તરફથી જેસન હોલ્ડરે ત્રણ, રાશિદ ખાનને બે, ભુવનેશ્વર કુમાર, શાહબાઝ નદીમ અને ટી નટરાજને એક-એક વિકેટ લીધી હતી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket IPL 2021 RCB vs SRH Sports News ક્રિકેટ IPL 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ