બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 RR Vs GT Vijay Shankar took catch of Riyan Parag, Video goes Viral

IPL 2024 / બાઉન્ડ્રી પર વિજય શંકરે એવો જોરદાર કેચ પકડ્યો, કે જાણે 3D અંદાજ, રિયાન પરાગ તો જોતો જ રહી ગયો

Published By: Vidhata

Last Updated: 10:16 AM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RR Vs GT: ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ તરફથી સંજુ સેમસન અને રિયાન પરાગે 130 રનની જોરદાર ભાગીદારી નોંધાવી. પરાગને મોહિત શર્માએ આઉટ કર્યો. બાઉન્ડ્રી લાઇન પર ઊભેલા વિજય શંકરે પરાગનો કેચ પકડીને પોતાની શક્તિશાળી ફિલ્ડિંગનું પ્રદર્શન રજૂ કર્યું.

IPL 2024 ની 24મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાતની ટીમ રાજસ્થાનને હરાવીને પોઈન્ટ્સ ટેબલમાં 6 નંબરે પહોંચી ગઈ. જો કે આ મેચમાં રિયાન પરાગે ધમાકેદાર પ્રદર્શન કર્યું પણ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહીં. તેણે શાનદાર અડધી સદીની ઇનિંગ્સ રમી, પરંતુ તે પોતાની ઇનિંગ્સને સદીમાં બદલી શક્યો નહોતો. મોહિત શર્માએ તેને 172 રનના સ્કોર પર આઉટ કરી દીધો. વિજય શંકરે ગુજરાત માટે ઘાતક ફિલ્ડીંગ કરી. આ નજારો 19મી ઓવરના ચોથા બોલ પર જોવા મળ્યો. 

 

વિજય શંકરે પકડ્યો પરાગનો કેચ 

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાને 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા. આ મેચમાં સંજુ સેમસન અને રિયાન પરાગે 130 રનની જોરદાર ભાગીદારી નોંધાવી હતી. આ મેચમાં બંનેએ અડધી સદી ફટકારી હતી. પરાગને મોહિત શર્માએ આઉટ કરી દીધો. તેણે વિજય શંકરના હાથે પરાગનો કેચ કરાવ્યો. બાઉન્ડ્રી લાઇન પર ઊભેલા વિજય શંકરે પોતાની શક્તિશાળી ફિલ્ડિંગનું પ્રદર્શન રજૂ કર્યું.

વાસ્તવમાં, મોહિત દ્વારા ફેંકવામાં આવેલા ધીમા બોલ પર પરાગે એક શક્તિશાળી શોટ રમ્યો, જેને લોંગ ઓફ પર હાજર શંકરે કેચ કરી લીધો. તે શરૂઆતમાં કેચ પકડી લે છે પરંતુ પછી પોતાનું સંતુલન થોડું ગુમાવી દે છે. આ પછી, તેણે બોલને હવામાં ફેંક્યો અને પહેલા બાઉન્ડ્રીની બહાર ગયો, પછી સંભાળીને બાઉન્ડ્રીની અંદર આવીને કેચ પકડ્યો. તેની દમદાર ફિલ્ડિંગ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

વધુ વાંચો: વિરાટ કોહલીને પછાડી શુભમન ગિલ આગળ નીકળ્યો, બન્યો આવું કારનામું કરનાર એકમાત્ર ખેલાડી

રિયાને આ સિઝનમાં તેની ત્રીજી અડધી સદી ફટકારી 

રિયાને આ મેચમાં તેની IPL કરિયરની ત્રીજી અડધી સદી ફટકારી. તેણે 34 બોલમાં 50 રન પૂરા કર્યા. આ મેચમાં પરાગે 76 રન બનાવ્યા. આ દરમિયાન તેને ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગા માર્યા. આ પહેલા તેણે મુંબઈ અને દિલ્હી સામે રમાયેલી મેચમાં પણ અડધી સદી ફટકારી હતી. દિલ્હી સામે જયપુરમાં રમાયેલી મેચમાં તેણે 84 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સાથે જ તેણે મુંબઈ સામે 54 રનની અણનમ ઇનિંગ રમી હતી. પરાગના દમ પર રાજસ્થાને બંને મેચ જીતી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Cricket IPL 2024 RR Vs GT Riyan Parag viral video વિજય શંકર IPL 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ