બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 RCB vs RR Is Virat Kohli century leads to Royal Challengers Bangalore defeat

IPL 2024 / RCB Vs RR: વિરાટ કોહલીની સેન્ચ્યુરીના કારણે થઈ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની હાર? જો વહેલા આઉટ થયો હોત તો...

Last Updated: 08:37 AM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોહલીને કારણે જ RCB ગઇકાલના મેચમાં 183 રન બનાવી શકી હતી, પરંતુ શું આ સંપૂર્ણ સત્ય છે? જો કોહલી પહેલા આઉટ થઈ ગયો હોત તો શું ટીમ આ સ્કોર સુધી પહોંચી શકી ન હોત?

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 ની 19મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને છ વિકેટે હરાવ્યું હતું. મેચમાં રાજસ્થાનને જીતવા માટે 184 રનનો ટાર્ગેટ હતો જે તેણે 20મી ઓવરમાં હાંસલ કરી લીધો હતો. વર્તમાન સિઝનમાં રાજસ્થાન રોયલ્સની આ સતત ચોથી જીત હતી અને તેણે કોલકાતા નાઈટ રાઈડર્સને પછાડીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.  

IPL 2024 સીઝનમાં બેંગલુરુને તેની પાંચમી મેચમાં ચોથી હારનો સામનો કરવો પડ્યો હતો. અગાઉની ઘણી સિઝનની જેમ અને આ સિઝનની લગભગ દરેક મેચની જેમ, બેંગલુરુની બોલિંગ નિષ્ફળ રહી પરંતુ આ વખતે બેટિંગ પણ નિરાશ રહી છે. તેમાં પણ વિરાટ કોહલી, જેણે સદી ફટકારી હોવા છતાં ટીમની હારનું એક મોટું કારણ ગણવામાં આવી રહ્યા છે. 

હવે એ તો જાણીતું જ છે કે કોહલી સિવાય આ સિઝનમાં બેંગલુરુ માટે કોઈ પણ ટોપ અને મિડલ ઓર્ડર બેટ્સમેને મોટી ઇનિંગ્સ રમી નથી. કોહલીએ 5 મેચમાં ત્રીજી વખત પચાસથી વધુ રન બનાવ્યા અને ફરી એકવાર ટીમને સારા કહેવાતા સ્કોર સુધી લઈ ગયો અને આ વખતે પણ કંઈક આવું જ થયું હતું. જેમને ગઇકાલની મેચ જોઈ હશે એમને ખબર જ હશે કે RCBના 183 રનમાંથી 113 રન કોહલીના હતા. કોહલી પહેલા બોલથી છેલ્લા બોલ સુધી અડગ રહ્યો અને તેણે આ રન બનાવ્યા. પરંતુ તેના રન 72 બોલમાં આવ્યા, જેમાંથી તેની સદી 67 બોલમાં આવી હતી. હવે વાત એમ છે કે આઈપીએલના ઇતિહાસમાં આ સૌથી ધીમી સદી હતી, જો કે વિરાટનો કુલ 156નો સ્ટ્રાઈક રેટ રહ્યો હતો.

આરસીબીના બાકીના બેટ્સમેનોએ 48 બોલમાં માત્ર 59 રન બનાવ્યા હતા. એટલે કે બાકીની બેટિંગ પણ નિષ્ફળ ગઈ અને જોવામાં આવે તો કોહલીને કારણે જ ટીમ અહીં સુધી પહોંચી, પરંતુ શું આ સંપૂર્ણ સત્ય છે? જો કોહલી પહેલા આઉટ થઈ ગયો હોત તો શું ટીમ આ સ્કોર સુધી પહોંચી શકી ન હોત?

નોંધનીય છે કે બેંગલુરુએ 20 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવી દીધી હતી. કેમરૂન ગ્રીન અણનમ રહ્યો હતો, દિનેશ કાર્તિક અને રજત પાટીદાર પણ બેટિંગ કરવા આવી શક્યા નહતા. આનો અર્થ એ થયો કે જો કોહલી ઝડપી રમવાનો પ્રયાસ કરતી વખતે આઉટ થઈ ગયો હોત તો પણ બેંગલુરુ પાસે બાકીના બેટ્સમેનો હતા, જેઓ ટીમને આ સ્કોર સુધી લઈ જઈ શક્યા હોત અથવા કદાચ વધુ સ્કોર પણ કરી શક્યા હોત. જો કે શક્યતા તો એવી પણ છે કે તેનાથી વિપરિત વસ્તુ જોવા મળી શકી હોત. હાલ આ વાત લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે.  

વધુ વાંચો: RRvsRCB: બટલરના શતક આગળ કોહલીની સદી ફિક્કી, RRનો 6 વિકેટે વિજય, કર્યું ટોપ

જાણીતું છે કે 25મી માર્ચના દિવસે પંજાબ સામે, વિરાટ કોહલીએ 49 બોલમાં 77 રનની જોરદાર ઇનિંગ રમી અને બેંગલુરુને સિઝનની પ્રથમ જીત અપાવી. આ સિઝનમાં બેંગલુરુની આ માત્ર બીજી મેચ હતી અને તે વિરાટ માત્ર બીજી ઈનિંગ હતી, જે લગભગ 2 મહિનાના વિરામ બાદ પરત ફર્યો હતો. તેની ઈનિંગ એવા સમયે આવી જ્યારે ટી20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલીના સ્થાનને લઈને ચર્ચા ચાલી રહી હતી. કોહલી પ્લેયર ઓફ ધ મેચ બની ગયો હતો અને પછી તેણે કહ્યું હતું કે લોકો માને છે કે આજકાલ તેના નામનો ઉપયોગ ફક્ત T20માં રમતને પ્રમોટ કરવા માટે કરવામાં આવે છે પરંતુ T20 ક્રિકેટ હજુ પણ તેનામાં બાકી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2024 IPL 2024 Latest News IPL 2024 news RCB vs RR Virat Kohli Virat Kohli news વિરાટ કોહલી IPL 2024
Megha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ