બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Points Table major change after MI vs RCB match

IPL 2024 / MIની જીત બાદ પોઈન્ટ ટેબલમાં મેજર ચેન્જ, 3 ટીમોથી આગળ નીકળ્યું મુંબઈ, હવે કાંટે કી ટક્કર

Vidhata

Last Updated: 01:04 PM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLની 25મી મેચ RCB અને MI વચ્ચે રમાઈ. બંને ટીમો માટે લીગમાં ટકી રહેવા માટે આ મેચ જરૂરી બની ગઈ હતી. ચોગ્ગા અને છગ્ગાવાળી આ મેચ જીત્યા બાદ મુંબઈને મોટો ફાયદો થયો છે.

ગુરુવારે IPL 2024ની 25મી મેચ મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru) વચ્ચે રમાઈ હતી. એમ જોવામાં આવે તો આ લીગમાં ટકી રહેવા માટે બંને ટીમો માટે આ મેચ જીતવી જરૂરી હતી. પરંતુ MI ટીમે આ મેચ ખૂબ જ સરળતાથી જીતી લીધી. આ જીત સાથે મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં પોતાને સુરક્ષિત રાખવામાં સફળ રહી.

MIને ફાયદો, RCBની વધી મુશ્કેલીઓ 

IPLની 25મી મેચ મુંબઈ (Mumbai Indians) અને બેંગલુરુ માટે ઘણી ખાસ હતી. પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિને મજબૂત કરવા બંનેને જીતની જરૂર હતી. પરંતુ હાર્દિક પંડ્યાની ટીમે આ મેચ ખૂબ જ સરળતાથી જીતી લીધી.

IPLની 25મી મેચ પહેલા મુંબઈએ ચાર મેચ રમી હતી. જીત સાથે, MIના માત્ર બે પોઈન્ટ હતા અને મુંબઈ ઇન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં આઠમા ક્રમે છે. જ્યારે બેંગલુરુની ટીમ 5 મેચ રમી હતી અને માત્ર એક જ મેચ જીતી શકી હતી. RCB ની ટીમ બે પોઈન્ટ સાથે 9મા નંબર પર હતી.

 

હવે IPLની 25મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) ની જીત બાદ MI પોઈન્ટ ટેબલ પર 7મા નંબર પર આવી ગઈ છે. મુંબઈએ પાંચ મેચ રમી છે. જેમાંથી માત્ર બે જ મેચમાં જીત મેળવી છે. MI પાસે હવે ચાર પોઈન્ટ છે. RCBની વાત કરીએ તો તે પોઈન્ટ્સની દ્રષ્ટિએ હજુ પણ 9મા સ્થાને છે. RCB અત્યાર સુધીમાં 6 મેચ રમી ચુકી છે, જેમાંથી માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી છે.

પોઈન્ટ ટેબલની વર્તમાન સ્થિતિ જુઓ - 

  • સૌથી પહેલા નંબરે છે રાજસ્થાન રોયલ્સ, જેના અત્યારે 8 પોઈન્ટ છે. રાજસ્થાન રોયલ્સે 5 મેચમાંથી 4 મેચમાં જીત મેળવી છે. 
  • પોઈન્ટ્સ ટેબલમાં 6 પોઈન્ટ સાથે બીજા નંબરે કોલકાતા નાઈટ રાઈડર્સ છે, જેને 4 મેચમાંથી 3 મેચમાં જીત મેળવી છે. 
  • આ પછી ત્રીજા ક્રમે આવે છે લખનઉ સુપર જાયન્ટ્સ, જેને પણ 4 મેચમાંથી 3 મેચ જીતી છે. તેના 6 પોઈન્ટ્સ છે.
  • ચેન્નઈ સુપર કિંગ્સ, જેને 5 મેચ રમી છે, જેમાંથી 3 મેચ જીતીને 6 પોઇન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ચોથા નંબર પર છે.
  • પાંચમા નંબરે 6 પોઇન્ટ સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ છે, જેને 5 મેચમાં 3 મેચમાં જીત મેળવી છે.
  • આ પછી 6 નંબરે ગુજરાત ટાઇટન્સ આવે છે, જેના 6 પોઇન્ટ છે, જેને 6 મેચમાંથી 3 મેચ જીતી છે. 
  • મુંબઈ ઇન્ડિયન્સ પોઈન્ટ્સ ટેબલમાં 5 પોઈન્ટ્સ સાથે 7 નંબરે આવે છે, જેને 5 મેચમાં 2 જીત મેળવી છે. 
  • પંજાબ કિંગ્સ 8મા નંબર પર છે, જેની પાસે 5 પોઇન્ટ છે અને 5 મેચમાં 2 જીત મેળવી છે. 
  • પોઈન્ટ્સ ટેબલમાં 2 પોઇન્ટ સાથે 9 નંબર પર છે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, જેને 6 મેચમાંથી માત્ર 1 મેચ જ જીતી છે.
  • સૌથી છેલ્લે 10મા નંબર પર દિલ્હી કેપિટલ્સ છે જેના માત્ર 2 પોઇન્ટ છે, અને 5 મેચમાંથી 1 જ જીત મેળવી છે. 

વધુ વાંચો: ધોની પાસે કેટલા રૂપિયા હશે? વિચાર પણ નહીં આવે એટલી જગ્યાએ બિઝનેસ, ક્રિકેટ હવે સાઈડ ઈન્કમ

ત્રણ અડધી સદી બાદ પણ હારી ગઈ RCB 

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru) પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં આવી હતી. આ વખતે વિરાટ કોહલીનું બેટ ચાલ્યું નહીં. પરંતુ આરસીબીના ત્રણ બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. ફાફ ડુ પ્લેસિસે 40 બોલમાં 61 રન બનાવ્યા જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા પણ સામેલ હતા. રજત પાટીદારે 26 બોલમાં 50 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા માર્યા હતા. જ્યારે દિનેશ કાર્તિકે 23 બોલમાં અણનમ 53 રન બનાવ્યા હતા. દિનેશે પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. તેમ છતાં આરસીબીની ટીમ આ મેચ હારી ગઈ હતી. મુંબઈએ RCBને 7 વિકેટે હરાવી દીધું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2024 MI vs RCB Points Table RCB મુંબઈ ઇન્ડિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ IPL 2024 Points Table
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ