બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Harshit Rana fined 60% of match fee, gave flying kiss after dismissing Mayank Agarwal

IPL 2024 / KKR vs SRH મેચમાં મયંક અગ્રવાલને ફ્લાઇંગ કિસ કરવી આ ખેલાડીને પડી ભારે, BCCIએ કરી કાર્યવાહી

Megha

Last Updated: 02:57 PM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હર્ષિત રાણાએ સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનર મયંક અગ્રવાલને 'ફ્લાઈંગ કિસ' આપી હતી અને હવે બીસીસીઆઈએ હર્ષિતના આ એક્શન સામે કાર્યવાહી કરી છે.

KKRના બોલર હર્ષિત રાણા ભલે શનિવારે રાત્રે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે જીતનો હીરો બની ગયા હોય, પરંતુ તેના ખરાબ વર્તનને કારણે BCCIએ તેને દંડ ફટકાર્યો છે. એક તરફ ચાહકો તેની બોલિંગના વખાણ કરી રહ્યા હતા, તો બીજી તરફ ખેલાડીઓનું સન્માન કરવાની વાત પણ કરી રહ્યા છે. 

હર્ષિત રાણાએ સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનર મયંક અગ્રવાલને 'ફ્લાઈંગ કિસ' આપી હતી અને મયંક તેની ક્રિયાથી ખૂબ જ ગુસ્સામાં દેખાતો હતો. એવામાં હવે બીસીસીઆઈએ તેના પગલા સામે કાર્યવાહી કરી છે. હર્ષિત રાણાને આઈપીએલની આચારસંહિતાનો ભંગ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. 

હકીકતમાં, મયંક અગ્રવાલ અને અભિષેક શર્માની ઓપનિંગ જોડીએ KKR દ્વારા નિર્ધારિત લક્ષ્યનો પીછો કરતી વખતે સનરાઇઝર્સ હૈદરાબાદને શાનદાર શરૂઆત અપાવી હતી. આ બંને બેટ્સમેનોએ પાવરપ્લેમાં ઝડપી શોટ ફટકાર્યા હતા. મયંક અગ્રવાલે 21 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 32 રનની ઇનિંગ રમી હતી. જ્યારે અભિષેક શર્માએ 19 બોલમાં 32 રન બનાવ્યા હતા.

હર્ષિત રાણાના બોલ પર અગ્રવાલ મોટો શોટ રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેને રિંકુ સિંહે કેચ આપી દીધો અને જ્યારે તે આઉટ થવાનો હતો ત્યારે હર્ષિત રાણા તેની ખૂબ નજીક ગયો અને તેને ફ્લાઇંગ કિસ આપી હતી અને છેલ્લી ઓવરમાં પણ હેનરિક ક્લાસેનને આઉટ કર્યા બાદ તેણે આવું જ કૃત્ય કર્યું હતું. આ કારણે તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. IPL દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હર્ષિત રાણાને મેચ ફીના 60 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

વધુ વાંચો: ધોની-રોહિત બાદ IPLમાં કોણ છે સૌથી અનુભવી કેપ્ટન? નામ ચોંકાવનારું, જુઓ શું કહે છે આંકડા

IPL એ જણાવ્યું હતું કે હર્ષિત રાણાએ IPL કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.5 હેઠળ બે લેવલ 1 ઉલ્લંઘન કર્યું છે અને આ માટે તેને તેની મેચ ફીના અનુક્રમે 10 અને 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ફાસ્ટ બોલરે મેચ રેફરીના આરોપોને સ્વીકારી લીધા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ