ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 dinesh karthik rohit sharma video MI Vs RCB

IPL 2024 / VIDEO: રોહિત શર્માએ આ ખેલાડીના ચાલુ મેચે કર્યા વખાણ, કહ્યું શાબાશ હજુ વર્લ્ડ કપ રમવાનો છે

Published By: Arohi

Last Updated: 07:53 AM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Dinesh Karthik MI Vs RCB: દિનેશ કાર્તિકે RCBના સામે શાનદાર હાફ સેન્ચુરી ફટકારી. દિનેશ કાર્તિકે ફક્ત 23 બોલમાં અણનમ 53 રન બનાવ્યા. તેમનો સ્ટ્રાઈક રેટ 230થી વધારે રહ્યો.

ADVERTISEMENT

MI Vs RCBની મેચમાં ગઈકાલે દિનેશ કાર્તિકે ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું. 38 વર્ષીય દિનેશ કાર્તિકે જાહેરાત તો કરી દીધી છે કે તે છેલ્લી વખત IPL રમી રહ્યા છે પરંતુ આ ખેલાડીની બેટિંગ હજુ પણ દમદાર છે. 

દિનેશ કાર્તિકે પોતાની તૂફાની બેટિંગ મુંબઈ ઈન્ડિયન્સના સામે કરી. દિનેશ કાર્તિકે ફક્ત 23 બોલમાં અણનમ 53 રન બનાવ્યા. તેમણે બેટિંગ વખતે 4 છગ્ગા અને 5 ચોગ્ગા માર્યા. દિનેશ કાર્તિકની બેટિંગ એટલી શાનદાર રહી કે રોહિત શર્માએ તેમને મેચ વખતે વર્લ્ડ કપ રમવાની વાત કહી દીધી. 

દિનેશ કાર્તિકનો જલવો 
દિનેશ કાર્તિક 13મી ઓવરમાં ક્રીઝ પર આવ્યા. મેક્સવેલ 0 પર આઉટ થઈ ગયા હતા અને કાર્તિક પર રનરેટ વધારવાની જવાબદારી હતી. કાર્તિકના શાનદાર શોટ્સે મુંબઈ ઈન્ડિયન્સના બોલરોને ધોઈ નાખ્યા.

વધુ વાંચો:  યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, શેન વોર્નનો 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, પર્પલ કેપની રેસમાં નંબર 1 પર

શું કહ્યું રોહિત શર્માએ? 
દિનેશ કાર્તિકની બેટિંગ ઉપરાંત રોહિત શર્માનો એક વીડિયો પણ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. રોહિત શર્માએ દિનેશ કાર્તિકને કહ્યું- શાબાશ ડીકે વર્લ્ડ કપ રમવાનો છે. રોહિત શર્મા ભલે વાત મજાકમાં કહી રહ્યા હોય પરંતુ જે રીતે ફોર્મમાં દિનેશ કાર્તિક છે તેને જોઈને તો રોહિતની વાત સાચી જ લાગી રહી છે. દિનેશ કાર્તિકે આ સીઝન 71.50ની સરેરાશથી 143 રન બનાવ્યા છે. તેમનો સ્ટ્રાઈક રેટ 190થી વધારેનો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Dinesh Karthik IPL 2024 MI vs RCB Rohit Sharma દિનેશ કાર્તિક IPL 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ