બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 CSK Vs SRH Chennai Super Kings lost match because of these players
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024)ની 18મી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સતત બે મેચમાં હારી ગયું. પહેલા દિલ્હી કેપિટલ્સ અને પછી હવે સનરાઈઝર્સ હૈદરાબાદે (Sunrisers Hyderabad) CSK ને 6 વિકેટથી હરાવી દીધી છે. CSK સામે રમાયેલી આ મેચમાં સનરાઇઝર્સે 9 બોલ બાકી હતા ત્યારે જ જીત મેળવી લીધી. ત્યારે ચાલો જાણીએ CSKના એ પાંચ ખેલાડીઓ વિશે કે જે ટીમની હારનું કારણ બન્યા.
ADVERTISEMENT
Huddling up for the bounceback. 💪🏻#SRHvCSK #WhistlePodu 🦁💛 pic.twitter.com/PoTJT6WA9a
— Chennai Super Kings (@ChennaiIPL) April 5, 2024
ADVERTISEMENT
કેપ્ટન તરીકે ફ્લોપ થયો રુતુરાજ ગાયકવાડ
ADVERTISEMENT
સનરાઇઝર્સ (Sunrisers Hyderabad) સામેની મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ને મળેલી હારનું એક મોટું કારણ ટીમના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ (Ruturaj Gaidwad) નું બેટિંગમાં ફ્લોપ થવું છે. સનરાઇઝર્સ વિરુદ્ધ CSK ટીમ માટે રમતા મેચમાં રૂતુરાજ ગાયકવાડ 21 બોલમાં માત્ર 26 રન જ બનાવી શક્યો હતો. રુતુરાજની ધીમી બેટિંગના કારણે બાકીના બેટ્સમેનો પર દબાણ વધી ગયું જેના કારણે ટીમ 165 રન જ બનાવી શકી.
ટીમ માટે સારી શરૂઆત ન કરી શક્યો રચિન રવિન્દ્ર
ADVERTISEMENT
ન્યૂઝીલેન્ડનો ઓપનર બેટ્સમેન રચિન રવિન્દ્ર (Rachin Ravindra) સનરાઇઝર્સ સામેની મેચમાં CSK ટીમને સારી શરૂઆત અપાવી શક્યો નહીં. રવિન્દ્ર 9 બોલમાં માત્ર 12 રન જ બનાવી શક્યો હતો. રચિનના વહેલા આઉટ થવાને કારણે રુતુરાજ ગાયકવાડ પણ છૂટથી રમી શક્યો નહીં જેના કારણે સનરાઇઝર્સના બોલરોનો દબદબો વધી ગયો. CSKની હારનું મુખ્ય કારણ એ રહ્યું કે રચિનને સારી શરૂઆત ન મળી શકી.
છેલ્લી ઓવરોમાં ગિયર ન બદલી શક્યો ડેરીલ મિશેલ
ADVERTISEMENT
CSKનો દિગ્ગજ બેટ્સમેન ડેરીલ મિશેલ (Daryl Mitchell) મિડલ ઓર્ડરમાં ખુલીને બેટિંગ ન કરી શક્યો. મિશેલે 11 બોલમાં માત્ર 13 જ રન બનાવ્યા. એટલે જ જ્યારે મિશેલ આઉટ થયો ત્યારે CSKના ચાહકો ખુશ થઈ ગયા, કારણ કે તેના પછી ધોની (MS Dhoni) બેટિંગ કરવા આવ્યો, પરંતુ તે પણ કોઈ ખાસ કમાલ કરી શક્યા નહીં.
એક ઓવરમાં જ થઈ ગયો મુકેશનો ખેલ ખતમ
ADVERTISEMENT
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માટે ફાસ્ટ બોલર મુકેશ ચૌધરી (Mukesh Choudhary) એ ટીમ માટે માત્ર એક ઓવર ફેંકી, જેમાં તેને 27 રન આપી દીધા. આટલી મોંઘી ઓવર પછી રુતુરાજ ગાયવાડ ફરીથી મુકેશને બોલ આપવાની હિંમત ન કરી શક્યો. મુકેશ ચૌધરીની આ ઓવર પણ CSKને ઘણી મોંઘી પડી.
Nitish Reddy seals the win for @SunRisers with a MAXIMUM 💥#SRH 🧡 chase down the target with 11 balls to spare and get back to winning ways 🙌
— IndianPremierLeague (@IPL) April 5, 2024
Scorecard ▶️ https://t.co/O4Q3bQNgUP#TATAIPL | #SRHvCSK pic.twitter.com/lz3ffN5Bch
વધુ વાંચો: Video: ભુવનેશ્વરે રવીન્દ્ર જાડેજાને પીઢ પર બોલ થ્રો કર્યો, કેપ્ટને તાત્કાલિક વિવાદ ઠાર્યો
દીપક ચહર પણ કશું ખાસ કરી શક્યો નહીં
CSKનો મુખ્ય ફાસ્ટ બોલર દીપક ચહર (Deepak Chahar) પણ સનરાઇઝર્સ સામેની આ મેચમાં ઘણો મોંઘો સાબિત થયો. જો કે, તેને એક વિકેટ જરૂર લીધી પણ તેણે 3.1 ઓવરમાં 32 રન આપી દીધા. દીપક 17મી સિઝનમાં CSK માટે બોલિંગની કમાન સંભાળી રહ્યો છે, પરંતુ તેની આવી ધોલાઈથી ટીમ જીતી શકશે નહીં.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.