બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024: 3 teams going to play offs decided in 16 matches, race between teams
Vishal Dave
Last Updated: 08:04 PM, 4 April 2024
IPL 2024ની શરૂઆત 22 માર્ચથી થઈ હતી અને અત્યાર સુધી આ સિઝનમાં 16 મેચ રમાઈ છે, જેમાં અનેક રોમાંચક રસાકસીથી ભરેલી ટક્કર જોવા મળી છે. દરેક વખતની જેમ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસી રહ્યો છે. કોઇ એક ટીમ દ્વારા બનાવાયેલા સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ તૂટી ગયો છે. દરમિયાન 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ખરાબ પ્રદર્શનને કારણે ચર્ચામાં છે. પરંતુ એવી ત્રણ ટીમો છે જે સતત તેમના હરીફોને હરાવી રહી છે. તો ચાલો જાણીએ તે 3 ટીમો વિશે, જેનું પ્લેઓફમાં પહોંચવું લગભગ નિશ્ચિત છે.
ADVERTISEMENT
આ 3 ટીમ કઈ છે?
KKR
આમાં પહેલું નામ KKRનું છે, જેણે IPL 2024માં અત્યાર સુધીની ત્રણેય મેચ જીતી છે. ટીમ પાસે સુનીલ નારાયણ અને ફિલ સોલ્ટના રૂપમાં ઉત્તમ ઓપનિંગ જોડી છે, જેમણે 3માંથી 2 વખત અડધી સદીની ભાગીદારી કરી છે. મિડલ ઓર્ડરમાં કેપ્ટન શ્રેયસ અય્યરથી લઈને વેંકટેશ અય્યર અને હવે અંગક્રિશ રઘુવંશીએ પણ ડેબ્યૂમાં 54 રનની ઈનિંગ રમીને બધાને પોતાના ફોર્મથી વાકેફ કર્યા છે. આન્દ્રે રસેલ અને રિંકુ સિંહ છેલ્લી ઓવરોમાં જબરજસ્ત બેટિંગ કરી રહ્યા છે. બોલિંગમાં મિચેલ સ્ટાર્ક પણ ફોર્મમાં પરત ફર્યો છે અને તેના સિવાય વૈભવ અરોરા અને વરુણ ચક્રવર્તી પણ સારો દેખાવ કરી રહ્યા છે. કેકેઆરનું કોમ્બિનેશન અત્યારે અદ્ભુત લાગે છે.
રાજસ્થાન રોયલ્સ
બીજા નંબર પર રાજસ્થાન રોયલ્સ છે, જે આ વખતે સંજુ સેમસનની કપ્તાનીમાં ખૂબ જ ઘાતક દેખાઈ રહી છે. ખાસ કરીને કેપ્ટન સંજુ સેમસન ફોર્મમાં હોવાથી અન્ય ખેલાડીઓનું મનોબળ પણ વધારશે. જો કે યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરના બેટ અત્યાર સુધી શાંત હતા, પરંતુ મિડલ ઓર્ડરમાં રિયાન પરાગે 3 મેચમાં 181 રન બનાવ્યા છે, જ્યારે સેમસને પણ 109 રન બનાવ્યા છે. બોલિંગમાં, યુઝવેન્દ્ર ચહલ અને ટ્રેન્ટ બોલ્ટના ઘાતક સંયોજને અત્યાર સુધીની ત્રણેય મેચોમાં આરઆરને જીત અપાવી છે.
ADVERTISEMENT
ચેન્નાઈ સુપર કિંગ્સ
શ્રેષ્ઠ ટીમ કોમ્બિનેશનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પણ પાછળ નથી. જોકે CSK દિલ્હી કેપિટલ્સ સામે હારી ગયું હતું, પરંતુ ખાસ કરીને ટીમનું બેટિંગ સંયોજન અન્ય ટીમો કરતા ઘણું સારું લાગે છે. રચિન રવિન્દ્ર, રુતુરાજ ગાયકવાડ, ડેરીલ મિશેલ અને શિવમ દુબેનું પર્ફોર્મન્સ ખુબજ જબરજસ્ત છે.. CSK અત્યારે 3 માંથી 2 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. CSK બોલર મુસ્તાફિઝુર રહેમાન શાર્પ બોલિંગ કરી રહ્યો છે, જે અત્યાર સુધી 6 વિકેટ સાથે પર્પલ કેપની રેસમાં આગળ છે. આ ત્રણેય ટીમોના અત્યાર સુધીના પ્રદર્શનને જોતા એમ કહેવું ખોટું નથી કે તેમનું પ્લેઓફમાં તેમનું જવું લગભગ નિશ્ચિત જણાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
પેરિસ પેરાલિમ્પિક 2024 / પેરિસ પેરાલિમ્પિકમાં ભારતનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, સૌથી વધારે મેડલ સાથે સફરનો અંત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.