બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Angkrish Raghuvanshi This 18 year old boy created havoc in IPL 2024, created history

IPL 2024 / કોણ છે 18 વર્ષનો આ રઘુવંશી? જેને IPLમાં પ્રથમ ઇનિંગ્સમાં જ તોડી નાખ્યો 16 વર્ષ જૂનો રેકોર્ડ

Last Updated: 01:25 PM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

KKRના અંગક્રિશ રઘુવંશીએ દિલ્હી કેપિટલ્સ સામે 27 બોલમાં  54 રન બનાવ્યા હતા, સાથે જ  IPLના ઈતિહાસમાં પહેલી મેચમાં જ અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે.

આઈપીએલ 2024 (IPL 2024)ની 16મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) દિલ્હી કેપિટલ્સ(DC) સામે 20 ઓવરમાં 272 રન બનાવવાનીને રેકોર્ડ બનાવ્યો હતો. આ સમય દરમિયાન 18 વર્ષના બેટ્સમેન અંગક્રિશ રઘુવંશી (Angkrish Raghuvanshi)એ તેના પ્રદર્શનથી ચાહકોના દિલ જીતી લીધા હતા. IPLમાં ભલે અંગક્રિશ રઘુવંશી(Angkrish Raghuvanshi) પહેલીવાર બેટિંગ કરવા ઉતર્યો હોય, પરંતુ તેણે પોતાની પ્રતિભાથી બધાને ચોંકાવી દીધા. સાથે જ પોતાની પ્રથમ IPL ઇનિંગમાં જ લીગનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. 

આ મેચમાં અંગક્રિશ રઘુવંશી (Angkrish Raghuvanshi)એ દિલ્હી કેપિટલ્સ (DC) સામે 27 બોલનો સામનો કર્યો હતો અને પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા. આ સાથે અંગક્રિશ રઘુવંશી (Angkrish Raghuvanshi) IPLના ઈતિહાસમાં પોતાની કારકિર્દીની પ્રથમ ઈનિંગમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. અંગક્રિશે (Angkrish Raghuvanshi) 18 વર્ષ 303 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ પહેલા આ રેકોર્ડ શ્રીવત્સ ગોસ્વામીના નામે હતો. શ્રીવત્સ ગોસ્વામીએ 2008માં 19 વર્ષ અને 1 દિવસની ઉંમરે તેની પ્રથમ IPL ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી. 

અંગક્રિશે (Angkrish Raghuvanshi) તેની પ્રથમ IPL અડધી સદી 25 બોલમાં ફટકારી હતી. આ સાથે અંગક્રિશ રઘુવંશી 200ના સ્ટ્રાઈક રેટ સાથે IPLમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી પણ બન્યો છે. તે જ સમયે, IPL કારકિર્દીની પ્રથમ ઇનિંગ્સમાં આ બીજી સૌથી ઝડપી અડધી સદી છે. અગાઉ 2008માં જેમ્સ હોપ્સે તેની પ્રથમ IPL ઇનિંગમાં 24 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. 

વધુ વાંચો: KKR વિરૂદ્ધ હાર થતા રિષભ પંત પર મંડરાતો પ્રતિબંધનો ખતરો! અગાઉ પણ BCCI લઇ ચૂકી છે એક્શન

જાણીતું છે કે કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) આઈપીએલ 2024 (IPL 2024)ની હરાજીમાં 20 લાખ રૂપિયા ચૂકવીને અંગક્રિશ રઘુવંશી (Angkrish Raghuvanshi)ને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જણાવી દઈએ કે, અંગક્રિશ રઘુવંશી (Angkrish Raghuvanshi)ના બાળપણના કોચ અભિષેક નાયર છે, જે KKR ટીમના સપોર્ટ સ્ટાફનો ભાગ છે. આ સિવાય અંગક્રિશે ભારત માટે અંડર-19 વર્લ્ડ કપ 2022 પણ રમ્યો હતો. આ વર્લ્ડ કપમાં તે ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે છ ઇનિંગ્સમાં 278 રન બનાવ્યા હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Angkrish Raghuvanshi Angkrish Raghuvanshi NEWS IPL 2024 IPL 2024 Latest News IPL 2024 news અંગક્રિશ રઘુવંશી IPL 2024
Megha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ