બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 17 season will be arranged in India only, possibly Final match on 26th may

IPL 2024 / ક્રિકેટ રસિયાઓને મોજ! IPLની 17મી સિઝનનું આયોજન ભારતમાં જશે, આ તારીખે ફાઈનલ

Vaidehi

Last Updated: 06:01 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણીને લીધે IPLની 17મી સીઝનનું આયોજન ક્યારે થશે તે અંગેની મૂંજવણ હવે દૂર થઈ ગઈ છે. આ તારીખે IPLની ફાઈનલ મેચ ભારતમાં રમાશે.

  • લોકસભા ચૂંટણીને લીધે વિદેશમાં શિફ્ટ નહીં થાય IPL
  • IPLની 17મી સીઝનનું આયોજન ભારતમાં જ થશે
  • 26 મેનાં રોજ સંભવત: IPLની ફાઈનલ મેચ રમાઈ શકે છે

ઈન્ડિયન પ્રીમિયર લીગ IPLની 17મી સીઝનનું આયોજન ભારતમાં જ થશે. IPLનાં ચેરમેન તરફથી આ વાત અંગે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને લીધે આઈપીએલની આ વર્ષની મેચ UAE અથવા તો દક્ષિણ આફ્રીકામાં રમાશે તેવી અટકળો લગાડવામાં આવી રહી હતી પણ હવે આ તમામ અંદાજાઓ પર પૂર્ણવિરામ લાગ્યું છે. ચેરમેન તરફથી સ્પષ્ટતા કરવામાં આવી કે IPLની 17મી સીઝન ભારતમાં જ રમાશે અને સીઝનની ફાઈનલ મેચ 26 મેનાં રોજ રમાઈ શકે છે. જો કે હજુ સુધી ફાઈનલ તારીખ જાહેર નથી કરવામાં આવી. પણ ટી20 વર્લ્ડ કપ શરૂ થવા પહેલાં BCCI ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓને 8-10 દિવસનો બ્રેક આપવા ઈચ્છે છે.

લોકસભા ચૂંટણીની તારીખો બાદ લેવાશે નિર્ણય
મીડિયા સૂત્રો અનુસાર IPL ચેરમેન અરુણ ધૂમલે 17મી સીઝનનું આયોજન ભારતમાં જ થવાનો દાવો કર્યો છે. અરુણ ધૂમલે કહ્યું- "IPLની 17મી સીઝન ભારતમાં જ રમાશે. BCCI ટૂંક જ સમયમાં આઈપીએલ 17મી સીઝનની તારીખોનું એલાન કરશે. અમે લોકસભા ચૂંટણીની રાહ જોઈ રહ્યાં છે. જેવી લોકસભા ચૂંટણીની જાહેરાત થશે એ બાદ અમે IPLની 17મી સીઝનનું શિડ્યૂલ તૈયાર કરી દેશું."

વિદેશમાં નહીં શિફ્ટ થાય ટૂર્નામેંટ
મીડિયા સૂત્રો અનુસાર 26 મે સુધી આઈપીએલ 17મી સીઝનની ફાઈનલ મેચ રમાઈ શકે છે કારણકે ટી20 વર્લ્ડ કપની શરૂઆત 5 જૂન થવાની છે તેથી BCCI ખેલાડીઓને તૈયારી માટે 8-10 દિવસનો સમય આપી શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. 

વધુ વાંચો: IPL 2024: રોહિત શર્મા, સૂર્યા અને બુમરાહ છોડી દેશે મુંબઈ ઈન્ડિયન્સ? જાણો કેમ લાગી રહી છે અટકળો

તેવામાં લોકસભા ચૂંટણીનાં કારણે IPLની આ સીઝન વિદેશમાં શિફ્ટ થવાની ચર્ચા ચાલી રહી હતી. કારણકે 2009માં લોકસભા ચૂંટણી દરમિયાન IPLની બીજી સીઝનનું આયોજન દક્ષિણ આફ્રીકામાં થયું હતું. જ્યારે 2014માં પણ લોકસભા ચૂંટણીને લીધે IPLની ટૂર્નામેંટ UAE શિફ્ટ થઈ હતી. પણ આ વખતે 17મી ટૂર્નામેંટ વિદેશમાં શિફ્ટ નહીં થાય તે વાતની પુષ્ટિ થઈ ચૂકી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ