બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:18 PM, 14 February 2024
ADVERTISEMENT
આઈપીએલ 2024 શરૂ થવાને અંદાજે માત્ર દોઢ મહિના જ બાકી છે અને આ વખતે લોકોની નજર હાર્દિક પંડ્યા પર રહેશે જે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બની ગયા છે. આ સાથે જ ગુજરાત ટાઇટન્સ પર પણ લોકો વચ્ચે ચર્ચાનો વિષય રહેશે, જે પહેલીવાર હાર્દિક વિના મેદાનમાં ઉતરશે.
ADVERTISEMENT
IPL 2024નું મિની ઓક્શન 19 ડિસેમ્બરે સમાપ્ત થયું હતું અને બધી આઈપીએલ ટીમોના માલિકોએ ખૂબ જ પાણીની જેમ પૈસા વહાવ્યા. ઓક્શનના બાદ સવાલ ઉઠે છે કે શું ટ્રેડ વિંડો બંધ થયા પહેલા મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા આ ટીમથી અલગ થઈ શકે છે. હવે આજ મામલા પર એક મોટી અપડેટ સામે આવી છે.
અત્યારે એવું લાગી રહ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટનના પદ પરથી હટાવીને નવો વિવાદ સર્જ્યો છે. જ્યારથી હાર્દિક પંડયાને કેપ્ટન્સી સોંપવામાં આવી છે ત્યારથી MIને લઈને અલગ અલગ સાંચાર સામે આવી રહ્યા છે. એવામાં હવે એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે શું મુંબઈ ઈન્ડિયન્સ બે ગ્રુપમાં વહેંચાઈ ગઈ છે.
એક ગ્રુપ હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન જેવા ખેલાડીઓનું છે તો બીજું ગ્રુપ રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને સૂર્યકુમાર યાદવનું છે. રોહિત પાસેથી કેપ્ટનશિપ છીનવી લેવામાં આવી ત્યારથી આ ગ્રુપ પડ્યા હોય એવા સમાચાર વહેતા થયા હતા. એ વાત પણ નોંધનીય છે કે હાર્દિકને કેપ્ટન બનાવવા બાબતે સૂર્યકુમાર યાદવ અને બુમરાહે સોશિયલ મીડિયા પર આડકતરી રીતે તેમની પ્રતિક્રિયાઓ પણ શેર કરી હતી.
જાણીતું છે કે થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર ઇશાન કિશન અને હાર્દિક પંડ્યા સાથે બરોડામાં પ્રેક્ટિસ કરતાં નજર આવ્યા હતા. આ દરમિયાન હવે એવા અહેવાલો પણ છે કે આવનારા દિવસોમાં કોઈ મોટા ખેલાડી મુંબઈ ઈન્ડિયન્સને છોડી શકે છે. ઘણી બીજી મોટી ટીમોએ આ ખેલાડીઓને ટ્રેડ કરવા માટેની ઓફર આપી છે અને નિયમો અનુસાર હજુ પણ ખેલાડીઓ પાસે બીજી ટીમમાં જવાનો સમય છે.
વધુ વાંચો: IND vs ENG: ટીમ ઇન્ડિયા માટે ગુડ ન્યુઝ, ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ આ દિગ્ગજ ખેલાડી ઉતરશે મેદાનમાં
નિયમો અનુસાર ટ્રેડિંગ વિન્ડો આઈપીએલ સીઝનની શરૂઆતના એક મહિના પહેલા સુધી ખુલ્લી રહે છે. અહેવાલો અનુસાર IPLની નવી સીઝન 22 માર્ચથી શરૂ થશે એટલા માટે આ ખેલાડીઓ પાસે 21-22 ફેબ્રુઆરી સુધીનો સમય છે. આગમી 10 દિવસોમાં કોઈ ખેલાડી મુંબઈ ઈન્ડિયન્સ છોડે છે કે નહીં એ જોવાનું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT