બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ENG Good news for Team India Ravindra Jadeja will play against England in the third Test
Megha
Last Updated: 08:11 AM, 14 February 2024
ADVERTISEMENT
ભારત અને ઈંગ્લેન્ડ (India vs England)વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરઝની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. આ મેચ માટે બંને ટીમો જોરશોરથી તૈયારી કરી રહી છે. આ તૈયારીઓ વચ્ચે ચાહકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન રવીન્દ્ર જાડેજાને લઈને ઉભો થઈ રહ્યો છે. હજુ એ સ્પષ્ટ નથી થયું કે જાડેજા ત્રીજી મેચમાં રમતા જોવા મળશે કે નહીં. જો કે હવે આ સવાલ પર ભારતના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે મોટું અપડેટ આપ્યું છે.
Ravindra Jadeja fit and available for the Rajkot Test against England. pic.twitter.com/oyg2XIm1Wv
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 13, 2024
ADVERTISEMENT
ત્રીજી ટેસ્ટ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં પહોંચેલા કુલદીપ યાદવે ત્રીજી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાની ઉપલબ્ધતા વિશે કહ્યું, 'રવીન્દ્ર જાડેજા ત્રીજી ટેસ્ટમાં રમે તેવી આશા છે. તે પ્રેક્ટિસ સેશનમાં સારો દેખાવ કરી રહ્યા છે અને આગામી મેચમાં રમવા માટે ફિટ પણ લાગી રહ્યા છે, મને લાગે છે કે તે રમશે. એમને પોતાનું રૂટિન કામ કર્યું અને ગઈકાલે પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ લીધો હતો.' કુલદીપ યાદવના આ નિવેદનથી ચાહકોને મોટી રાહત મળી છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે રાજકોટ ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજા ભારતીય ટીમમાં વાપસી કરતો જોવા મળશે.
એ વાત તો જાણીતી જ છે કે જાડેજા ઇંગ્લેન્ડ સામેની આ સીરિઝની પ્રથમ ટેસ્ટમાં હૈદરાબાદમાં રમતા જોવા મળ્યો હતો. તેણે આ મેચમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે આ મેચ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો હતો.
🚨Player Alert🚨
— CricketVerse (@cricketverse_) February 14, 2024
Ravindra Jadeja is fit and available for the Rajkot Test against England.#ICCWorldCup2023 #ICCCricketWorldCup #ODIWorldCup2023 #Cricket #CricketTwitter #INDvENG #INDvsENG #ENGvIND #ENGvsIND pic.twitter.com/yguzf1nqLt
ત્રીજી ટેસ્ટ પહેલા, જાડેજા NCAમાં ઈજામાંથી રિકવર થવા માટે મહેનત કરી રહ્યો છે. સાથે જ સિલેક્ટર્સે તેને છેલ્લી ત્રણ ટેસ્ટ મેચ માટે ટીમમાં સામેલ કર્યો છે. પરંતુ તેનું પ્લેઈંગ-11માં રહેવું તેની ફિટનેસ પર નિર્ભર છે. આવી સ્થિતિમાં, આ સ્ટાર ઓલરાઉન્ડરને ત્રીજી મેચ રમશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.
વધુ વાંચો: IPL પછી, પહેલા રણજી તો રમો: પંડ્યા, ઈશાન અને દિપક ચાહર જેવા ખેલાડીઓને BCCIનો કડક આદેશ
લોકોના મનમાં વધુ એક પ્રશ્ન એ છે કે જો જાડેજા રમશે તો કયા ખેલાડીને બહાર રાખવામાં આવશે? અત્યારની સ્થિતિ મુજબ અક્ષર પટેલ અથવા કુલદીપ યાદવે બહાર બેસવું પડી શકે છે. આના જવાબમાં કુલદીપે કહ્યું, 'જો મને તક મળશે તો હું ખૂબ ખુશ થઈશ. હું રમીશ કે નહીં તે અંગે હું બહુ વિચારતો નથી. હું મારા દિવસનો આનંદ માણું છું અને સખત મહેનત કરું છું.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.