બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 suryakumar yadav fine slow over rate nitish rana hrithik shokeen fined fighting

IPL 2023 / વિકેટ પડતાં જ આ બોલરે આંગળી બતાવી તો નીતિશ રાણાએ ગુમાવ્યો પિત્તો, થયો મોટો ઝઘડો, IPLના નિયમો તૂટ્યા

Arohi

Last Updated: 02:22 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023: ગયા રવિવારે એટલે કે 16 એપ્રિલે IPL 2023માં બે મેચ રમવામાં આવી હતી. પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકતા નાઈટ રાઈડર્સની વચ્ચે રમાઈ હતી. આ મેચમાં એક નહીં બે નહીં પરંતુ 3 ખેલાડીઓ પર દંડ ફટકારવામાં આવ્યો છે.

  • 16 એપ્રિલે રમાઈ હતી IPLની બે મેચ 
  • મુંબઈ અને કોલકતા વચ્ચે હતી પહેલી મેચ 
  • મેચમાં ત્રણ ખેલાડીઓને ફટકારાયો દંડ 

મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકતા નાઈટ રાઈડર્સની વચ્ચે IPL 2023ની 22મી મેચ ગયા રવિવારે 16 એપ્રિલે રમવામાં આવી હતી. આ મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્મા નહીં પરંતુ સૂર્યકુમાર યાદવ હતા. સૂર્યાની કેપ્ટન તરીકે પહેલી મેચ હતી અને તેમને પહેલાના મુકાબલે ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. 

સૂર્યકુમારને ફટકારાયો દંડ 
હકીકતે કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર કોલકતા નાઈટ રાઈડર્સના વિરૂદ્ધ આઈપીએલ મેચ વખતે ટીમની ધીમી ઓવર ગતિના કારણે 12 લાખ રૂપિયાનો દંડ લાગ્યો હતો. 

IPLની ન્યૂનતમ ઓવર-ગતિના સંબંધિત આચાર સંહિતાના હેઠળ આ તેમની ટીમના સત્રનો પહેલો અપરાધ હતો એટલે કેપ્ટન સૂર્યકુમાર પર 12 લાખ રૂપિયાનો દંડ લાગ્યો હતો. 

પાંચ વિકેટથી જીતી હતી મેચ 
મુંબઈએ આ મેચને પાંચ વિકેટથી જીતી. કેકેઆરના કેપ્ટન નીતીશ રાણા પર મેચ વખતે આઈપીએલ આચાર સંહિતાનો ઉલ્લંધન કરવા માટે મેચ ફીના 25 ટકા દંડ લાગ્યો. રાણાએ આઈપીએલની આચાર સંહિતા કલમ 2.21 હેઠળ 'લેવલ એક'નઆ અપરાધને સ્વીકાર કરી લીધો. 

લીગની આચાર સંહિતાનાં ઉલ્લંધન માટે મુંબઈ ઈન્ડિયન્સના બોલર ઋતિક શૌકીન પર 10 ટકા દંડ લગાવવામાં આવ્યો. ભારતીય ઘરેલુ ક્રિકેટના બે ખેલાડીઓ વચ્ચે ગરમા-ગરમી આ મેચમાં જોવા મળી. રાણા શૌકીનની વચ્ચે સામાન્ય ઝગડો થયો. 

શૌકીને આઉટ કરી નીતિશને કર્યો ઈશારો 
આ ઘટના પહેલા બેટિંગ કરી રહેલા કેકેઆરની ઈનિંગની નવમી ઓવરમાં થઈ જ્યારે શૌકીને રાણાને આઉટ કર્યા બાગ તેને કંઈક કહ્યું. રાણાએ ત્યાર બાદ પલટવાર શૌકીનની તરફ કરતા કહ્યું. 

મુંબઈ ઈન્ડિયન્સના કાર્યવાહક કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ટીમના દરેક સીનિયર ખેલાડી પીયુષ ચાલવાએ બન્નેની વચ્ચે મામલાને શાંત કરાવ્યો. શૌકીને આઈપીએલની આચાર સંહિતા હેઠળ 'લેવલ એક'ના અપરાધને સ્વીકાર કહ્યું. આચાર સંબિતાના લેવલ એકના ઉલ્લંધન માટે મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને માન્યરાખવાનો હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ