બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 rcb vs csk chennai super kings beat royal challengers bangalore by 8 runs

IPL 2023 / છેલ્લી ઓવરમાં જીતેલી મેચ હાર્યું RCB, ધોનીની ચાલાકીએ આ રીતે પલટી નાંખી બાજી

Arohi

Last Updated: 10:14 AM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RCB vs CSK: IPL 2023ના ખૂબ જ રોમાન્ચક મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે મેચની છેલ્લી ઓવરમાં હારેલી બાજીને પલટતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને 8 રનથી હરાવી છે. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલ આ રોમાન્ચક મેચની છેલ્લી ઓવરમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પાસે આવેલી જીતને છિનવી લીઘી.

  • CSKએ છેલ્લી ઓવરમાં હારેલી બાજી પલટી 
  • RCBની પાસેથી છિનવી લીધી જીત
  • બેંગ્લોરને 8 રનથી હરાવ્યું 

IPL 2023ની એક ખૂબ જ રોમાન્ચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે મેચની છેલ્લી ઓવરમાં જ હેરેલી બાજી પલટતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને 8 રનથી હરાવી દીધી. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલ આ રોમાન્ચક મેચની છેલ્લી ઓવરમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના મોંઢામાંથી જીત છીનવી લીધી. 

ચેન્નાઈ સુપર કિંગ્સે પહેલા બેટિંગ કરતા 227 રનોનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 218 રન જ બનાવી શકી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ વિરૂદ્ધ 8 રનથી મેચ હારી ગઈ. 

છેલ્લી ઓવરમાં CSKએ મેળવી જીત 
બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સોમવારે રમાયેલ IPL 2023ની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની છેલ્લી ઓવરમાં જીતવા માટે 19 રનોની જરૂર હતી. પરંતુ તેની 7 વિકેટ પડી ચુકી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના તે સમયે સુયશ પ્રભુદેસાઈ અને વાનિંદુ હસરંગા ક્રિઝ પર હતા. 

કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ માટે મેચની છેલ્લી ઓવર ફાસ્ટ બોલિંગ મથીશા પથિરાનાને આપી. ધોનીનો આ નિર્ણયમાં મોટુ રિસ્ક હતુ. પરંતુ તેમ છતાં તેમણે મથીશા પથિરાના પર વિશ્વાસ કર્યો. તેના બાદ જે રોમાંચ શરૂ થયો તેણે દર્શકોની હાર્ટબિટ વધારી દીધી. 

ધોનીના કારણે આ રીતે પલટાઈ ગઈ આખી બાજી 
આ મેચમાં પહેલા બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 226 રન બનાવ્યા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 227 રનોનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં 218 રન જ બનાવી શકી. 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ વિરૂદ્ધ 8 રનથી મેચ હારી ગઈ. ગ્લેન મેક્સવેલે 36 બોલમાં 76 રન બનાવ્યા હતા. જેમાં ત્રણ ચોગ્ગા અને આઠ છગ્ગા શામેલ હતા. જ્યારે ડુ પ્લેસિસે 33 બોલમાં 62 રનોની ઈનિંગ રમી હતી. 

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમના ડેવોન કોન્વેએ 45 બોલમાં 83 રન અને શિવમ દુબેએ 27 બોલમાં 52 રન બનાવ્યા જેની મદદથી CSKએ RCBને આઠ રનથી હરાવ્યું. પહેલા બોલિંગને આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસીનો નિર્ણય ચેન્નાઈના બેટ્સમેનની ભુલ સાબિત કરી દીધી અને છ વિકેટ પર 226 રન બનાવ્યા. જવાબમાં આરસીબી આઠ વિકેટ પર 218 રન જ બનાવી શકી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ