બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023: MS Dhoni will enter the 'Special Club' as soon as he scores 8 runs against Lucknow in today match

IPL 2023 / લખનૌ સામે 8 રન ફટકારતા જ MS ધોનીની થશે 'સ્પેશ્યલ ક્લબ'માં એન્ટ્રી, બનશે આ રેકોર્ડ બનાવનાર CSKના બીજા ખેલાડી

Megha

Last Updated: 12:32 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL News 2023: ધોનીએ IPLની 235 મેચોમાં 207 ઇનિંગ્સ રમી છે જેમાં તેને 4992 રન બનાવ્યા છે. હવે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 5000 રન પૂરા કરવા માટે ધોનીને  માત્ર 8 રન બનાવવાની જરૂર છે .

  • આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ચેપોકમાં મેચ 
  • IPLના પસંદગીના બેટ્સમેનોની ખાસ ક્લબમાં સામેલ થશે ધોની 
  • અત્યાર સુધી ધોનીએ 207 ઇનિંગ્સ રમીને 4992 રન બનાવ્યા છે

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની છઠ્ઠી મેચ આજે એટલે કે 3 એપ્રિલના રોજ રમાશે. જણાવી દઈએ કે આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ચેપોકમાં રમાશે. લખનૌ સુપર જાયન્ટ્સ સામેની આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે તો મહત્વની છે જ પણ એમએસ ધોની માટે પણ ખાસ છે. વાત એમ છે કે આ મેચમાં તે વ્યક્તિગત સિદ્ધિ હાંસલ કરી શકે છે. જો ધોની લખનૌ સામેની મેચમાં ફક્ત 8 રન બનાવી દેશે તો તે IPLના પસંદગીના બેટ્સમેનોની ખાસ ક્લબમાં સામેલ થઈ જશે. આ માટે ધોનીને બસ 8 રનની જરૂર છે. 

નોંધનીય છે કે ગુજરાત સામેની ઓપનર મેચમાં ધોની સારા ટચમાં જોવા મળ્યો હતો. એ મેચમાં આઠમા નંબરે બેટિંગ કરવા આવેલા ધોનીએ 7 બોલમાં 14 રન બનાવ્યા હતા અને એ સમયે તેને એક ફોર અને એક સિક્સ પણ ફટકારી હતી.

ધોની ફક્ત 8 રન દૂર 
મહત્વનું છે કે એમએસ ધોનીએ IPLની 235 મેચોમાં 207 ઇનિંગ્સ રમી છે જેમાં તેને 4992 રન બનાવ્યા છે. એટલે કે હવે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 5000 રન પૂરા કરવા માટે ધોનીને  માત્ર 8 રન બનાવવાની જરૂર છે. જો ધોની લખનૌ સામેની મેચમાં 8 રન બનાવશે તો તે IPLના ઈતિહાસમાં 5000 રન બનાવનાર સાતમો બેટ્સમેન બની જશે સાથે જ CSK તરફથી IPLમાં 5 હજારથી વધુ રન બનાવનાર બીજો ખેલાડી પણ બનશે.

નોંધનીય છે કે આઈપીએલમાં એમએસ ધોની પહેલા વિરાટ કોહલીએ 6706, શિખર ધવન 6284, ડેવિડ વોર્નરે 5937, રોહિત શર્મા 5880, સુરેશ રૈના 5228 અને એબી ડી વિલિયર્સ 5162 રન બનાવી ચૂક્યા છે. 

બીજા સૌથી સફળ કેપ્ટન બન્યો ધોની 
આ સાથે જ તમને જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોની IPLના બીજા સૌથી સફળ કેપ્ટન છે. ધોનીએ પોતાની કેપ્ટનશીપમાં CSKને ચાર વખત ચેમ્પિયન બનાવ્યું છે. જો 2016 અને 2017ની સીઝનને છોડી દેવામાં આવે તો તે 2008થી ધોની સતત CSK માટે રમી રહ્યો છે. ગત સિઝનમાં CSKએ રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવ્યો હતો. પરંતુ અડધી સિઝન પછ તેને રાજીનામું આપી દીધું હતું. ભલે IPL 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન શરમજનક હતું પણ આ વખતે ધોની ફરી ટ્રોફી જીતવા માંગશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ