બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / IPL 2023 jacques kallis prediction who will win Mumbai Indians delhi capitals

IPL 2023 / IPLની શરૂઆત થતાં જ આ દિગ્ગજ ખેલાડીએ કરી ભવિષ્યવાણી, કહ્યું આ ટીમ બનશે વિજેતા, ચાન્સ પણ ખરા

Manisha Jogi

Last Updated: 08:27 PM, 31 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૈક કૈલિસે ભવિષ્યવાણી કરી છે કે, કઈ ટીમ વિજેતા બનશે. તેઓ જણાવે છે કે, IPLની તમામ ટીમમાં એટલી ક્ષમતા રહેલી છે, કે તેઓ કોઈપણ સમયે પાસુ બદલી શકે.

  • રંગારંગ કાર્યક્રમ સાથે IPL 2023ની શરૂઆત.
  • જૈક કૈલિસે ભવિષ્યવાણી કરી.
  • IPLની તમામ ટીમ કોઈપણ સમયે પાસુ બદલી શકે.

IPL 2023ની શરૂઆત થતાં જ અનેક દિગ્ગજ ખેલાડીઓએ ચેમ્પિયન બનનાર ટીમ વિશે પોતાની સલાહ જણાવી છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર જૈક કૈલિસે આ બાબતે ભવિષ્યવાણી કરી છે. કૈલિસે જણાવ્યું છે કે, “કઈ ટીમ વિજેતા બનશે, તે જણાવવું ખૂબ જ મુશ્કેલ છે. પ્લેઓફ રમનાર ટીમનું સિલેક્શન કરવું ખૂબ જ મોટી વાત છે. IPLની તમામ ટીમમાં એટલી ક્ષમતા રહેલી છે, કે તેઓ કોઈપણ સમયે પાસુ બદલી શકે.” 

જૈક કૈલિસ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકત્તા નાઈટ રાઈડર્સ (KKR) ટીમનો હિસ્સો રહી ચૂક્યા છે.  વર્ષ 2011થી વર્ષ 2014 સુધી કોલકત્તાની ટીમમાં હતા. KKRએ વર્ષ 2012 અને વર્ષ 2014માં ગૌતમ ગંભીરની કેપ્ટનશીપમાં IPLનો ખિતાબ જીત્યો હતો. જૈક કૈલિસે સ્ટાર સ્પોર્ટ્સ પર જણાવ્યું છે કે, ટીમ કોમ્બિનેશન તથા અન્ય સમીકરણને જોઈને મને લાગી રહ્યું હતું કે, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે અને ફાઈનલ બાજી દિલ્હી કેપિટલ્સના હાથમાં આવશે. 

મુંબઈ ઈન્ડિયન્સે 5 વાર ખિતાબ જીત્યો

દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધીમાં IPL ટ્રોફી જીતી નથી. દિલ્હી કેપિટલ્સ વર્ષ 2020માં ફાઈનલ મેચ સુધી પહોંચ્યુ હતું પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો છે. IPL 2022માં દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં પાંચમાં નંબર પર રહ્યું હતું. ઋષભ પંતની ગેરહાજરીમાં ડેવિડ વોર્નર  દિલ્હી કેપિટલ્સની આગેવાની કરશે. આવતીકાલે દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમવામાં આવશે. 

મુંબઈ ઈન્ડિયન્સની વાત કરવામાં આવે તો રોહિત શર્માની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધીમાં 5 વાર ખિતાબ જીત્યો છે. અગાઉની સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ પોતાનો જલવો બતાવી શકી ન હતી અને 14 મેચમાંથી માત્ર 4 મેચમાં જ જીત મેળવી હતી. IPL 2023માં 2 એપ્રિલના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમવામાં આવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ