બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2023 dasun shanaka joins gt as replacement of kane williamson

IPL 2023 / ગુજરાત ટાઇટન્સમાં તોફાની ખેલાડીની દમદાર એન્ટ્રી, જે એકઝાટકે હાર્દિકની જેમ પલટી શકે છે મેચની બાજી

Arohi

Last Updated: 12:29 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dasun Shanaka Joins GT: IPL 2023 સીઝનમાં હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી વાળી ગુજરાત ટાઈટન્સની સાથે નવો પ્લેયર જોડાઈ ગયો છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન ઈજાના કારણે સંપૂર્ણ સીઝનથી બહાર થયા છે. તેમની જગ્યા પર શ્રીલંકાની ટીમના સીમિત ઓવર્સ ફોર્મેટના કેપ્ટન દાસુન શનાકાને ગુજરાત ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

  • ગુજરાત ટાઈટન્સમાં જોડાયો નવો પ્લેયર 
  • કેન વિલિયમસન ઈજાના કારણે થયા સીઝથી બહાર 
  • તેની જગ્યા પર ગુજરાત ટીમમાં સામેલ થયા દાસુન શનાકા

IPL 2023 સીઝનમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનસી વાળી ગુજરાત ટાઈટન્સને હાલમાં જ એક મોટો ઝટકો લાગ્યો હતો. ઘુટણની ઈજાના કારણે ન્યૂઝીલેન્ડની કેપ્ટન કેન વિલિયમસન આખી સીઝનથી બહાર થઈ ગયા છે. પરંતુ હવે રિપ્લેસમેન્ટની રીતે ટીમમાં એક શાનદાર પ્લેયર જોડાઈ ગયો છે. 

આ ખેલાડી શ્રીલંકાઈ ટીમના સીમિત ઓવર્સ ફોર્મેટના કેપ્ટન દાસુન શનાક છે. શનાકા ગુજરાત ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની જેમ જ ઓલરાઉન્ડર છે. તે પોતાની બોલિંગ અને બેટિંગથી શાનદાર પ્રદર્શન કરે છે. 

શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે શનાકા 
શનાકાની પાસે પંડ્યાની જેમ જ મેચ પલટવાની તાકાત પણ છે. તેમના ટીમમાં આવવાથી ગુજરાત ટાઈટન્સ વધારે મજબૂત થઈ જશે. શનાકાએ પોતાની છેલ્લી 5 મેચોમાં 8 વિકેટ લીધી છે. સાથે જ આ 5 મેચોની 4 ઈનિંગમાં 115 રન પણ બનાવ્યા છે. એટલે કે આ પ્લેયર હાલ શાનદાર ફોર્મમાં પણ છે. 

શનાકાએ અત્યાર સુધી 6 ટેસ્ટ મેચોમાં 140 રન બનાવ્યા અને 13 વિકેટ લીધી છે. જ્યારે 50 વનડે મેચોમાં 26.14ના સરેરાશથી 1098 રન બનાવ્યા છે. સાથે જ 17 વિકેટ પણ પોતાના નામે કરી છે. શનાકાએ અત્યાર સુધી 86 ટી 20 ઈન્ટરનેશનલ મેચ રમી, જેમાં 1329 રન બનાવ્યા અને 25 વિકેટ લીધી છે. 

50 લાખ રૂપિયામાં શનાકાને ખરીદવામાં આવ્યો 
જણાવી દઈએ કે IPLની શરૂઆત શુક્રવારે શાનદાર ઓપનિંગ સેરેમનીની સાથે થઈ. જ્યાર બાદ થયેલા સીઝનના પહેલા મુકાબલામાં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવી હતી. 

આ મેચમાં કેન વિલિમસનને ઈજા પહોંચી હતી અને ટૂર્નામેન્ટથી બહાર થઈ ગયા હતા. જણાવી દઈએ કે ગુજરાત ફ્રેન્ચાઈઝીએ વિલિયમસનને 2023 મિની ઓક્શનમાં 2 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો.

ગુજરાત ફ્રેન્ચાઈઝીએ રિપ્લેન્સમેન્ટ માટે દાસુન શનાકાને તેમના બેસ પ્રાઈસ 50 લાખ રૂપિયાની સાથે જ ટીમમાં શામેલ કર્યા છે. હાલમાં જ ભારતીય ટીમના વિરૂદ્ધ ત્રણ ટી20 મેચોની સીઝનમાં દાસુન શનાકાએ 62ના સરેરાશ અને 187ના શાનદાર સ્ટ્રાઈક રેટથી 124 રન બનાવ્યા હતા. તેના ઉપરાંત વન ડે સીરિઝમાં પણ તેમની ત્રણ ઈનિંગમાં કુલ 121 રન બનાવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ