બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ipl-2021kolkata-knight-riders-vs-sunrisers-hyderabad-kkr-wins-by-10-runs-against-srh-in-his-first-match
ADVERTISEMENT
IPL 2021 માં કોલકાતા નાઈટ રાઇડર્સ KKR અને સનરાઇઝર્સ હૈદરાબાદ SRH વચ્ચેની મેચ ઇયોન મોર્ગનની ટીમ KKR જીતી ગઈ છે. ડેવિડ વોર્નરની આગેવાની વાળી SRHને તેની પ્રથમ મેચમાં 10 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો છે.
Nitish Rana set the stage on fire with the bat and won the Man of the Match award for his superb show in Match 3 of the #VIVOIPL. 👏👏#SRHvKKR pic.twitter.com/GV2EY3R2u6
— IndianPremierLeague (@IPL) April 11, 2021
ADVERTISEMENT
KKR 10 રનથી જીતી
ADVERTISEMENT
188 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં સનરાઇઝર્સ હૈદરાબાદ ફક્ત 177 રન બનાવી શકી હતી. SRHની તરફથી મનીષ પાંડેએ સૌથી વધુ 61 રન બનાવ્યા હતા.જહોની બેરિસ્ટોએ 55 રન બનાવ્યા હતા. આ બંનેના આઉટ થયા પછી, બાકીના બેટ્સમેન ટીમને સંભાળી શક્યા ન હતા અને KKR 10 રને મેચ જીતી ગઈ હતી.
કોલકાતાના બોલરોએ દેખાડ્યું કૌવત
ADVERTISEMENT
કોલકાતા નાઈટ રાઇડર્સ માટે, તેના બોલરોએ ભલે ફક્ત 5 જ વિકેટ લીધી હોય, પરંતુ બોલિંગની ઈકોનોમીને કારણે તેઓ સનરાઇઝર્સ હૈદરાબાદને 177 રનમાં રોકી શક્યા હતા. પ્રસિદ્ધ કૃષ્ણાએ સૌથી વધુ 2 વિકેટ લીધી હતી
Innings Break!
— IndianPremierLeague (@IPL) April 11, 2021
Half-centuries from Nitish Rana (80) and Rahul Tripathi (53) and a cameo at the backend by @DineshKarthik, propel @KKRiders to a total of 187/6 on the board.
Scorecard - https://t.co/yqAwBPCpkb #VIVOIPL #SRHvKKR pic.twitter.com/7EzlOG6TQP
ADVERTISEMENT
નીતીશ રાણાની તોફાની ઇનિંગ
ADVERTISEMENT
નીકેશ રાણા જ્યારે KKR માટે ઓપનિંગ કરવા આવ્યો ત્યારે શાનદાર બેટિંગ કરી. તેણે 56 બોલમાં 80 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય રાહુલ ત્રિપાઠીએ 29 બોલમાં 53 રન બનાવ્યા હતા. તે જ સમયે, દિનેશ કાર્તિકે 9 બોલમાં 22 રન ફટકાર્યા હતા અને KKRનો સ્કોર 187 પર પહોંચાડી દીધો હતો.
SRH બોલરોએ 6 વિકેટ ઝડપી હતી
સનરાઇઝર્સ હૈદરાબાદ SRH તરફથી રાશિદ ખાન અને મોહમ્મદ નબીએ 2-2 વિકેટ લીધી હતી. ટી નટરાજન અને ભુવનેશ્વર કુમારે 1-1 વિકેટ લીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.