બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ipl-2021-pbks-vs-dc-live-cricket-score-updates-dc-vs-pbks-kl-rahul-rishabh-pant

IPL 2021 / PBKSvsDC: દિલ્હીએ આજની મેચમાં મેળવ્યો વિજય, પંજાબને 6 વિકેટે હરાવ્યું

Nirav

Last Updated: 12:13 AM, 19 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી કેપિટલ્સની ટીમ માટે શિખર ધવને શાનદાર ઇનિંગ્સ રમતા માત્ર 49 બોલમાં 92 રન બનાવ્યા હતા

  • પંજાબની સતત બીજી હાર
  • દિલ્હીએ 6 વિકેટથી મેળવી જીત
  • શિખર ધવનની શાનદાર બેટિંગ

દિલ્હી કેપિટલ્સની ટીમ માટે શિખર ધવને શાનદાર ઇનિંગ્સ રમતા માત્ર 49 બોલમાં 92 રન બનાવ્યા હતા અને ટીમને વિશાળ લક્ષ્યાંક હાંસલ કરવામાં મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ઇનિંગ્સ માટે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. ઉપરાંત, ગબ્બરે ઓરેન્જ કેપ પણ મેળવી હતી.

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આઈપીએલ 2021ની 11 મી મેચમાં રિષભ પંતની ટીમે 6 વિકેટથી વિજય મેળવ્યો છે. પંજાબ કિંગ્સને તેની સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે.

દિલ્હી 6 વિકેટથી જીત્યું

દિલ્હી કેપિટલ્સએ 18.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 196 રનનો વિશાળ લક્ષ્યાંક પૂર્ણ કર્યો. શિખર ધવને શાનદાર બેટિંગ કરતા માત્ર 49 બોલમાં 92 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. આ દરમિયાન તેણે 13 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

પંજાબ કિંગ્સે 195 રન બનાવ્યા હતા

પંજાબ કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી કેએલ રાહુલે 61 અને મયંક અગ્રવાલે 69 ઇનિંગ્સ રમી હતી. આ બંને વચ્ચે 122 રનની ભાગીદારી થઈ હતી. આ સિવાય કોઈ પણ બેટ્સમેન મોટી ઇનિંગ્સ રમી શક્યો નહીં.

પંતનો દાવ ફળ્યો 

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પંતનો નિર્ણય દિલ્હી માટે ફાયદાકારક સાબિત થયો અને તેણે સરળતાથી 19 મી ઓવરમાં આ વિશાળ લક્ષ્યને મેળવી લીધો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket IPL 2021 PBKSvsDC Rishabh Pant Sports News ક્રિકેટ IPL 2021
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ