બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ipl-2021-kkr-vs-mi-live-score-kolkata-knight-riders-mumbai-indians-rohit-sharma-playing-xi
ADVERTISEMENT
આઈપીએલ 2021ની 5 મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઇડર્સને 10 રને હરાવીને પ્રથમ મેચ જીતી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા મુંબઇએ KKR સામે 153 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. KKR ના ઓપનર શુભમન ગિલ (33) અને નીતિશ રાણા (57) પ્રથમ વિકેટ માટે 52 રન ઉમેરીને સારી શરૂઆત કરી હતી, પરંતુ ગિલની વિકેટ પડતાં જ કોઈ બેટ્સમેન મોટો સ્કોર ઉભો કરી શક્યો નહીં. મુંબઈના બોલરોએ શાનદાર વાપસી કરી અને મેચને પોતાના નામે કરી દીધી. આ સિઝનની આ મુંબઈની પ્રથમ જીત છે. મુંબઈ તરફથી રાહુલ ચહરે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.
Back to back half-centuries for @NitishRana_27 in #VIVOIPL 2021 👏👏
— IndianPremierLeague (@IPL) April 13, 2021
Live - https://t.co/CIOV3NuFXY #KKRvMI #VIVOIPL pic.twitter.com/m9DpRtsSr6
ADVERTISEMENT
મુંબઈએ 152 રન બનાવ્યા હતા
ADVERTISEMENT
અગાઉ, આન્દ્રે રસેલ (5/15)ની આગેવાની હેઠળ બોલરોના સારા પ્રદર્શનથી કોલકાતા નાઈટ રાઇડર્સને મુંબઈ ઈન્ડિયન્સને 152 રન પર રોકી દેવામાં આવ્યું હતું. મુંબઈની ટીમે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા સૂર્યકુમાર યાદવે સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 36 બોલમાં 56 રનની ઈનિંગ રમી હોવા છતાં 20 ઓવરમાં 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
Rahul Chahar is on a roll here. Four wickets for the leg-spinner.
— IndianPremierLeague (@IPL) April 13, 2021
Live - https://t.co/CIOV3NuFXY #KKRvMI #VIVOIPL | @rdchahar1 pic.twitter.com/ZEjDlZVrun
ADVERTISEMENT
રસેલ ઉપરાંત નાઈટ રાઇડર્સ તરફથી પેટ કમિન્સે બે વિકેટ ઝડપી હતી જ્યારે વરૂણ ચક્રવર્તી, શાકિબ અલ હસન અને પ્રખ્યાત કૃષ્ણાએ એક-એક વિકેટ મેળવી હતી. રસેલે આઈપીએલમાં પ્રથમ વખત પાંચ વિકેટ ઝડપી છે.
ADVERTISEMENT
A Dre Russ show here in Chennai 💪💪
— IndianPremierLeague (@IPL) April 13, 2021
A 5-wkt haul for @Russell12A against the #MumbaiIndians
Scorecard - https://t.co/CIOV3NuFXY #KKRvMI #VIVOIPL pic.twitter.com/cO7uBQ6z7z
ADVERTISEMENT
મુંબઈની શરૂઆત સારી નહોતી રહી
અગાઉ મુંબઈની શરૂઆત સારી નહોતી રહી અને ક્વિન્ટન ડી કોક વરુણની બોલ પર આઉટ થઈને પેવેલિયન પરત ગયો. ડી કોકે છ બોલમાં બે રન બનાવ્યા. પ્રથમ ઝટકા પછી, રોહિત શર્માએ સૂર્યકુમાર સાથે ઇનિંગની આગળ ધપાવી હતી અને બંને બેટ્સમેનો વચ્ચે બીજી વિકેટ માટે 76 રનની ભાગીદારી નોંધાઈ હતી.સૂર્યકુમારે આ સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી, પરંતુ પછીથી તે શાકિબનો શિકાર બન્યો હતો. નવા બેટ્સમેન તરીકે ઉતરનાર ઇશન કિશન (1) કમિન્સને આઉટ કરીને મુંબઈને ત્રીજો ફટકો આપ્યો હતો.
An emphatic win for @mipaltan and a well deserved Man of the Match award for @rdchahar1 👌👌
— IndianPremierLeague (@IPL) April 13, 2021
Scorecard - https://t.co/tDctT4sHnW #VIVOIPL #KKRvMI pic.twitter.com/5P7JHPpKPA
રોહિત શર્માને કમિન્સે આઉટ કર્યો હતો
અડધી સદી નોંધાવા તરફ આગાળ વધી રહેલા રોહિત શર્માને કમિન્સે બોલ્ડ કરી પેવેલિયન મોકલ્યો હતો. રોહિતે 32 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 43 રન બનાવ્યા. આ પછી, મુંબઇની ઇનિંગ્સ પલટાઇ ગઈ અને હાર્દિક પંડ્યા (15), કેરોન પોલાર્ડ (5) અને માર્કો જાનસેન (0) ની વિકેટ 126 રન પર ગુમાવી દીધી.
An absolute thriller of a game here at The Chepauk. @mipaltan win by 10 runs to register their first win of #VIVOIPL 2021 season.
— IndianPremierLeague (@IPL) April 13, 2021
Scorecard - https://t.co/CIOV3NuFXY #KKRvMI #VIVOIPL pic.twitter.com/PJzQL2HPbJ
કુણાલ પંડ્યાએ કોઈક રીતે મુંબઇનો સ્કોર 150 પર પહોંચાડ્યો, પરંતુ તે પછી રસેલે કુણાલને આઉટ કરીને પેવેલિયન મોકલ્યો હતોકૃણાલે ત્રણ ચોગ્ગાની મદદથી નવ બોલમાં 15 રન બનાવ્યા હતા. આ પછી રસેલે જસપ્રીત બુમરાહ (0) અને રાહુલ ચહર (8) ને આઉટ કરીને મુંબઇની ઇનિંગ્સને સમાપ્ત કરી દીધી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.