બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ipl-2021-csk-vs-mi-chennai-super-kings-vs-mumbai-indians-live-score-updates
ADVERTISEMENT
ટોસ જીત્યા બાદ મુંબઇ ઇન્ડિયન્સે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 218 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું.
Dream11 GameChanger of the Match between @mipaltan and @ChennaiIPL is Kieron Pollard.@Dream11 #TeamHaiTohMazaaHai #VIVOIPL pic.twitter.com/yl7bod06In
— IndianPremierLeague (@IPL) May 1, 2021
ADVERTISEMENT
ચેન્નાઇએ 219 રનનો લક્ષ્યાંક આપ્યો હતો
ADVERTISEMENT
ટોસ હાર્યા બાદ ચેન્નાઇએ પ્રથમ બેટિંગ શરૂ કરી હતી અને ટીમે ચાર રનના સ્કોર પર ઋતુરાજ ગાયકવાડ (4) ની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી જો કે, મોઇન અને ડુપ્લેસિસે 61 બોલમાં 108 રનની સદી સાથે બીજી વિકેટ માટે મજબૂત ભાગીદારી કરીને ચેન્નાઈને એક મજબૂત પ્લેટફોર્મ આપ્યું.
Kieron Pollard wins the Man of the Match award for his stupendous knock of 87* off just 34 deliveries.
— IndianPremierLeague (@IPL) May 1, 2021
Take a bow, Polly 👏👏#VIVOIPL #MIvCSK pic.twitter.com/puSx7iXS3p
ADVERTISEMENT
ડુ પ્લેસીસે 28 બોલમાં 50 રન બનાવ્યા જ્યારે મોઇન અલીએ 36 બોલમાં 58 રનની ઇનિંગ્સ રમી. આ પછી રાયુડુએ રવિન્દ્ર જાડેજા સાથે મળીને પાંચમી વિકેટ માટે 56 દડામાં 102 રનની ભાગીદારી કરી ચેન્નાઈને મોટો સ્કોર બનાવવામા મદદ કરી. અંબાતી રાયડુએ 27 બોલમાં 72 રનની મજબૂત ઇનિંગ્સ રમી હતી અને રવિન્દ્ર જાડેજાએ અણનમ 22 રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી જસપ્રીત બુમરાહ ચાર ઓવરમાં 56 રન આપીને મોંઘો બોલર પુરવાર થયો હતો. આઈપીએલના ઇતિહાસમાં બુમરાહનું આ અત્યાર સુધીનો સૌથી ખરાબ પ્રદર્શન છે. તેમના સિવાય કિરોન પોલાર્ડે 2 ટ્રેન્ટ બોલ્ટે 1 વિકેટ ઝડપી હતી.
WHAT. A. WIN for the @mipaltan 🔥🔥
— IndianPremierLeague (@IPL) May 1, 2021
Some serious hitting from @KieronPollard55 ( 87* off 34) as #MumbaiIndians win by 4 wickets.
Scorecard - https://t.co/NQjEDM2zGX #VIVOIPL pic.twitter.com/UAb6SYCMQz
ADVERTISEMENT
મુંબઈએ મેચ જીતી લીધી
219 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતાં મુંબઈની ટીમે શાનદાર શરૂઆત કરી હતી પરંતુ રોહિત શર્મા 35 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ક્વિન્ટન ડી કોક પણ 38 રન બનાવીને સારા ફોર્મમા રમી રહ્યો હતો, પણ વિકેટ ગુમાવી દીધી. સૂર્યકુમાર યાદવ સંપૂર્ણ ફ્લોપ સાબિત થયો હતો અને 3 રન બનાવીને આઉટ થયો હતો. તે પછી કેરોન પોલાર્ડ બાજી સંભાળી હતી અને ધમાકેદાર બેટિંગ કરી હતી. કૃણાલ પંડ્યાએ તેનો સામેનો છેડો જાળવી રાખીને તેને ટેકો આપ્યો હતો.
A brilliant yorker by Sam Curran ends Krunal Pandya's stay out there in the middle. He departs for 32 runs.
— IndianPremierLeague (@IPL) May 1, 2021
Just two runs and a wicket from @CurranSM's over.
Live - https://t.co/oRtOM7N1gh #MIvCSK #VIVOIPL pic.twitter.com/igxh041FAJ
પોલાર્ડે શાનદાર બેટિંગ કરી અને માત્ર 17 બોલમાં આ બેટ્સમેને 6 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી પચાસ રન બનાવ્યા. આ પછી, છેલ્લી બોલ પર મુંબઈ જીતી લીધું. પોલાર્ડે 34 બોલમાં 87 રનની ઇનિંગ રમી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.