બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ipl-2021-csk-big-win-over-punjab-kings-in-ms-dhoni-200th-match-chase-the-target-in-15-4-over

IPL 2021 / PBKSvsCSK: 'કિંગ્સ' પર ભારે પડ્યા 'સુપરકિંગ્સ', ચેન્નાઈએ પંજાબને 6 વિકેટે હરાવ્યું

Nirav

Last Updated: 12:18 AM, 17 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઈપીએલ 2021 માં ચેન્નાઈ સુપર કિંગ્સે આજની મેચમાં વિજય મેળવ્યો હતો, આજે પંજાબ કિંગ્સને માહી બ્રિગેડે પરાજય આપ્યો હતો.

  • ચેન્નાઈએ મળવ્યો પ્રથમ વિજય 
  • આજની મેચમાં પંજાબને હરાવ્યું 
  • આસાન લક્ષ્યને 16મી ઓવરમાં જ મેળવી લીધું

આ વિજય તેની સિઝનની બીજી મેચ રમતી વખતે પ્રાપ્ત થયો હતો. ચેન્નાઇએ પંજાબ કિગ્સ સામે રમાયેલી બીજી મેચ 6 વિકેટે જીતી હતી. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 107 રનનો સરળ લક્ષ્યાંક મળ્યો હતો, જે તેમણે 4 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ચેન્નઇ માટે મોઇન અલી અને ફાફ ડુપ્લેસીસ વચ્ચે બીજી વિકેટ માટે 66 રનની ભાગીદારી થઈ હતી, જો કે મોઈન આજે તેની ફિફ્ટી 4 રનથી ચૂકી ગયો હતો, પણ આઉટ થતાં પહેલા તેણે તેનું કામ કરી લીધું હતું. 

107 રનનો લક્ષ્ય મળ્યો હતો 

107 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં CSK ની પહેલી વિકેટ ઋતુરાજ ગાયકવાડની પડી હતી, જે માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ, આ પછી, મોઇન અલી અને ફાફ ડુપ્લેસીસ વચ્ચે બીજી વિકેટ માટે 66 રનની ભાગીદારી થઈ હતી. મોઇન અલીએ 46 રન બનાવ્યા. જ્યારે મોઈન આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 90 રન સુધી પહોંચ્યો હતો. એટલે કે, જીતવા માટે માત્ર 17 રનની જ જરૂર હતી.

મેચમાં શમીએ 2 બોલમાં 2 વિકેટ ઝડપી હતી

મોઇનના આઉટ થયા પછી સુરેશ રૈના ક્રીઝ પર આવ્યો હતો. જોકે, તે 9 બોલમાં માત્ર 8ના સ્કોર પર આઉટ થયો હતો. તેના પછી બીજી જ બોલ પર શમીએ રૈના પછી રાયુડુને પણ આઉટ કર્યો હતો. જેનાથી મેચમાં રોમાંચ આવઇ ગયો હતો, ધોનીની ઊતરવાની શક્યતા વચ્ચે કેપ્ટને સેમ કરનને ઉતાર્યો હતો.

સેમ કરને વિનિંગ બાઉન્ડ્રી ફટકારી હતી

જ્યારે યુવા સૈમ કરન બેટિંગ ક્રિઝ પર આવ્યો ત્યારે ટીમને જીતવા માટે માત્ર 8 રનની જરૂર હતી. ઓવરો હજુ ઘણી બાકી હતી. આવી સ્થિતિમાં ગભરાવવાનું કોઈ કારણ નહોતું.  પહેલા થોડું ધીમે રમ્યા પછી કરને 16મિ ઓવરમાં જ બાઉન્ડ્રી ફટકારીને ટીમને જિતાડી દીધી હતી.

ધોનીની 200 મી મેચ યાદગાર બની રહે છે

મહેન્દ્રસિંહ ધોનીની CSK માટેની 200મી મેચ તેના સાથી ખેલાડીઓએ યાદગાર બનાવી હતી. તેણે પ્રથમ ટોસ જીત્યો અને ત્યારબાદ દીપક ચહરે શાનદાર બોલિંગ કરી અને શરૂઆતના ઓવરમાં પંજાબ કિંગ્સને મોટો આંચકો આપ્યો, જે મેચને પલટાવી દીધી. દરમિયાન, રવિન્દ્ર જાડેજાએ પણ કમાલની ફિલ્ડિંગ કરીને એક કેચ અને રનઆઉટ કરીને મહત્વનું યોગદાન આપ્યું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket IPL 2021 MS Dhoni PBKSvsCSK Sports News ક્રિકેટ IPL 2021
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ