બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2020 Auction : salute celebration star cricketer can be sold in crores

ક્રિકેટ / ‘સેલ્યુટ સેલિબ્રેશન’ કરનારા કોટ્રેલનું IPL હરાજીમાં કરોડપતિ બનવું નક્કી!

Parth

Last Updated: 04:37 PM, 18 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત રવિવારે વિન્ડીઝ સામે ચેન્નઈમાં રમાયેલી વન ડેમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો શિકાર ડાબોડી ફાસ્ટ બોલર શેલ્ડન કોટ્રેલે કર્યો હતો. કોટ્રેલની બોલિંગમાં વિરાટે પહેલા ઓફ ડ્રાઇવ લગાવીને ચોગ્ગો ફટકારી દીધો, પરંતુ પછીના જ બોલ પર જ 'સેલ્યુટ સેલિબ્રેશન'થી દુનિયાભરમાં જાણીતા શેલ્ડન કોટ્રેલે તેને બોલ્ડ આઉટ કરી દીધો. એ જ ઓવરમાં કોટ્રેલે કે. એલ. રાહુલને પણ પેવેલિયનનો રસ્તો દેખાડી દીધો.

  • બેસ પ્રાઇસ રૂ. 50 લાખ છે, પરંતુ તાજેતરનું ફોર્મ જોતાં કોટ્રેલનું આઇપીએલમાં કરોડપતિ બનવું નક્કી
  • કોટ્રેલે અત્યાર સુધીમાં વિરાટને વન ડે અને ટી-20માં ત્રણ વાર આઉટ કર્યો છે.
  • શેલ્ડન કોટ્રેલ પોતાની સેલ્યુટ સ્ટાઇલ સેલિબ્રેશનને કારણે દુનિયાભરમાં જાણીતો 

દુનિયામાં જેની ટોચના બેટ્સમેનોમાં ગણતરી થાય છે તેવા વિરાટ કોહલીને હંમેશાં કોટ્રેલ પરેશાન કરતો રહે છે. કોટ્રેલની બોલિંગમાં ઝડપ છે અને પોતાના મજબૂત ખભાને કારણે તે પીચમાંથી બાઉન્સ પણ મેળવે છે. એમાંય કોટ્રેલની સ્વિંગ તેને વધુ ખતરનાક બોલર બનાવે છે અને એ જ કારણ છે કે વિરાટ જેવો બેટ્સમેન પણ થાપ ખાઈ ગયો. કોટ્રેલે અત્યાર સુધીમાં વિરાટને વન ડે અને ટી-20માં ત્રણ વાર આઉટ કર્યો છે. આઇપીએલની હરાજીમાં કોટ્રેલ પહેલી વાર સામેલ થઈ રહ્યો છે. તેની બેસ પ્રાઇસ રૂ. 50 લાખ છે, પરંતુ તાજેતરનું ફોર્મ જોતાં કોટ્રેલનું આઇપીએલમાં કરોડપતિ બનવું નક્કી છે. 19 ડિસેમ્બરે કોલકાતામાં યોજાનારી હરાજીમાં મોટી મોટી ટીમ તેના પર બોલી લગાવી શકે છે.

સ્લો બાઉન્સર અને ઓફ કટર બોલ બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે

શેલ્ડન કોટ્રેલ પોતાની સેલ્યુટ સ્ટાઇલ સેલિબ્રેશનને કારણે દુનિયાભરમાં જાણીતો છે. વિન્ડીઝનો આ બોલર પહેલી વાર આઇપીએલમાં સામેલ થઈ રહ્યો છે. ભારત સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં તેણે વિકેટ તો માત્ર ત્રણ જ ઝડપી છે, પરંતુ પહેલી અને બીજી મેચમાં તેની સરેરાશ સાત રન પ્રતિ ઓવરની રહી, જે ટી-૨૦ ફોર્મેટમાં સારી કહી શકાય. તે સફેદ બોલથી સારી સ્વિંગ બોલિંગ કરી શકે છે. તેના સ્લો બાઉન્સર અને ઓફ કટર બોલ બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. આ જ કારણે મોટી મોટી ફ્રેંચાઇઝી કોટ્રેલને પોતાની ટીમમાં સામેલ કરવા નાણાં કોથળી ખુલ્લી મૂકી દેશે એમાં કોઈ શંકા નથી.

 ભારત સામે ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં ફક્ત ત્રણ જ વિકેટ ઝડપી 

કેસરિક વિલિયમ્સઃ આઇપીએલ હરાજીમાં વિન્ડીઝના આ બોલર પર બધાની નજર રહેશે. તેણે ભારત સામે ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં ફક્ત ત્રણ જ વિકેટ ઝડપી છે, જેમાંની એક ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની છે. તેણે પોતાની ઝડપ અને સચોટ લાઇન લેન્થથી બધાને પ્રભાવિત કર્યા છે. ટી-20માં તેનો સ્ટ્રાઇક રેટ પણ સારો છે. ટેસ્ટ મેચ રમતા દેશોના ઓછામાં ઓછા 20 વિકેટ ઝડપનારા બોલર્સમાં વિલિયમ્સ પાસે ચોથો સર્વશ્રેષ્ઠ સ્ટ્રાઇક (૧૨.૭) છે. આઇપીએલમાં પોતાના 'નોટબુક સેલિબ્રેશન'થી જાણીતા કેસરિક વિલિયમ્સ પર પણ નાણાંનો વરસાદ વરસી શકે છે. ૫૦ લાખની બ્રેસ પ્રાઇસવાળો વિલિયમ્સ આઇપીએલમાં કરોડપતિ બની શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ