બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા, આ શેરોમાં આવ્યો ઓચિંતો ઘટાડો, જાણો માર્કેટ અપડેટ

બિઝનેસ / રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા, આ શેરોમાં આવ્યો ઓચિંતો ઘટાડો, જાણો માર્કેટ અપડેટ

Nirav Kumar

Last Updated: 04:36 PM, 23 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે શેરબજારમાં હાહાકાર જોવા મળ્યો. જેમાં આજે રોકાણકારોના 6 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

શુક્રવારે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ 1 ટકાનો ઘટાડો થયો છે. ગુરુવારની તેજી બાદ શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી સિવાય મોટી કમજોરી દેખાઈ. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્ષમાં મોટો ઘટાડો જોવા મળ્યો. જેમાં 1.5 ટકાથી વધુનો ઘટાડો થયો છે.

શેરબજારમાં આ ઘટાડાને લીધે  રોકાણકારોએ આશરે 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. BSE માર્કેટ કેપિટલાઇઝેશન 458.50 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 452.52 લાખ કરોડ રૂપિયા થયું છે.

સેન્સેક્સ 770 પોઈન્ટ ઘટીને 81,537 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 241 પોઈન્ટ ઘટીને 25,048 પર બંધ થયો છે. તો બેંક નિફ્ટી 700 પોઈન્ટ ઘટીને સ્મોલકેપ 1000 પોઈન્ટથી વધુ અને મિડકેપ 700 પોઈન્ટ ઘટીને બંધ થયો છે. BSE 30 શેરોના છ સિવાયના બધામાં મોટો ઘટાડો જોવા મળ્યો. જેમાં અદાણી પોર્ટ્સ, ઝોમેટો, ઇન્ડિગો અને બજાજ ફાઇનાન્સને સૌથી વધુ નુકસાન થયું.

  • અદાણીના શેરમાં મોટો ઘટાડો

અદાણી ગ્રુપ કંપનીઓના શેરમાં ટ્રેડિંગ દરમિયાન ખુબ મોટો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં અદાણી ગ્રીન એનર્જીના શેર સૌથી વધુ 13 ટકા ઘટ્યો. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ, અદાણી પાવર લિમિટેડ, અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ, અદાણી ટોટલ ગેસ અને અદાણી ગ્રીન એનર્જીના શેરમાં 13 ટકા સુધીનો ઘટાડો થયો છે.

vtv app promotion

અદાણીના શેર કેમ ડાઉન થયા?

અદાણીના શેરમાં ઘટાડો એટલા માટે થયો કેમ કે, યુએસ માર્કેટ રેગ્યુલેટરે 265 મિલિયન ડોલરના કથિત ફ્રોડ અને લાંચના સંદર્ભમાં ગૌતમ અદાણી અને ગ્રુપ એક્ઝિક્યુટિવ સાગર અદાણીને ઇમેઇલ દ્વારા પર્સનલ રીતે સમનની પરવાનગી માંગી છે.

આજે 328 જેટલા શેર તેના 52 અઠવાડિયાના લો લેવલે પહોંચ્યા હતા. જેમાં અદાણી એન્ટરટેઈનમેન્ટ, એફકોન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, એક્ઝો નોબેલ ઈન્ડિયા લિમિટેડ, અદાણી ટોટલ, બાટા ઈન્ડિયા લિમિટેડ અને બ્લુ જેટ હેલ્થકેર લિમિટેડ બધા એક વર્ષના લો લેવલે પહોંચ્યા છે. જ્યારે 69 શેર એક વર્ષના હાઈ લેવલે પહોંચ્યા હતા.

વધુ વાંચો : વસંત પંચમીના દિવસે જ સોના-ચાંદીના ભાવમાં ભારે ભરખમ ઉછાળો, ગોલ્ડ ₹1.58 લાખને પાર, તો ચાંદી...!

ઉલ્લેખનીય છે કે, વિદેશી રોકાણકારો શેરબજારમાંથી સતત પૈસા ખેંચી રહ્યા છે. NSE ના ડેટા મુજબ FIIએ પાછલા સેશનમાં નેટ ધોરણે 2,144.06 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. તો DII 3,877.78 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા, જેનાથી માર્કેટને થોડો સપોર્ટ મળ્યો હતો.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)



બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock Market Investors Sensex
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ