બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / આરોગ્ય / Intake vitamin D in the absense of Sun light with this type of food and suppliments

તમારા કામનું / ચોમાસાની સિઝનમાં સપ્તાહો સુધી નથી થતાં સૂરજ દાદાના દર્શન, તો આવી રીતે લો વિટામિન D, 8 તકલીફો દૂર

Vaidehi

Last Updated: 05:19 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસામાં તડકાની ગેરહાજરીમાં તમારા શરીર માટે ખૂબ જરૂરી એવું નેચરલ Vitamin D ઘટી શકે છે. આ ઉપાય કરીને શરીરમાં વિટામિનનું પ્રમાણ સાચવજો.

  • તડકાની ગેરહાજરીમાં વિટામિન ડીની થઈ શકે છે ઊણપ
  • શરીરમાં વિટામિન ડી ઘટવાનાં અનેક નુક્સાન
  • કમજોરીથી લઈને મસલ્સને લગતી સમસ્યાઓ આવી શકે 

ચોમાસામાં તડકો ભાગ્યે જ જોવા મળે છે. જો ઘણાં દિવસ સુધી તડકો ન મળે તો શરીરમાં રહેલ વિટામિન ડીની માત્રા ઘટવા લાગે છે. જેના લીધે કેલ્શિયમ પણ ઘટવા લાગે છે. કેલ્શિયમની ઊણપનાં લીધે મસલ્સ નબળાં પડે છે અને કમજોરી અનુભવાય છે. વિટામિન ડી નસોની મારફતે મગજ સુધી મેસેજ પહોંચાડવાનું પણ અગત્યનું કામ કરે છે. સ્ટ્રોંગ ઈમ્યુનિટી માટે પણ વિટામિન ડી આવશ્યક હોય છે. તેથી તડકાની ગેરહાજરમાં પણ શરીરને વિટામિન D મળતું રહે તે માટે કેટલાક ઘરેલૂ ઉપાયો કરવા આવશ્યક છે.

ખાવા-પીવાની ચીજોમાં ફેરફાર
તમારા ડાયટમાં ફેરફાર કરીને તમે શરીરમાં વિટામિન ડીની માત્રાને કંટ્રોલમાં કરી શકો છો. તેના માટે ફેટી માછલી કે ફિશ ઓયલને ડાયટમાં ઊમેરવું જોઊએ. આ સિવાય એવા અન્ય કેટલાક વેજ ફુડ્સ છે જેમાં વિટામિન ડી ઓછી માત્રામાં હોય છે પરંતુ મોનસૂનમાં કામ આવી શકે છે. મશરૂમ અને પનીર આ બંનેમાં વિટામિન ડી હાજર હોય છે. આ સિવાય ઈંડાનાં પીળા ભાગનું સેવન પણ ફાયદાકારક છે.

સપ્લીમેંટ્સ
જો તમે તમારા ડાયટમાં Vitamin Dને નથી ઉમેરી શકતાં તો તેવામાં ડોક્ટર્સ પાસેથી સલાહ લઈને વિટામિન ડી સપ્લીમેંટ્સ લઈ શકો છો. ઘણાં લોકો સપ્લીમેંટ્સની જરૂર છે કે નહીં તે જાણ્યાં વિના જ સેવન શરૂ કરી દે છે. જે હાનિકારક સાબિત થઈ શકે છે. તેથી પહેલાં બ્લડ ટેસ્ટ કરાવીને ડોક્ટરની સલાહ લેવી. એ બાદ જ તમારી જરૂરિયાત અનુસાર થોડા સમય માટે સપ્લીમેંટનું સેવન કરવું.

શું વધુ પડતો વિટામિન ડી હાનિકારક?
'અતિ સર્વત્ર વર્જ્યતે' એટલે કે કોઈપણ વસ્તુ કે ક્રિયા જો વધુ પડતી કરવામાં આવે તો નુક્સાન કરે જ છે. એવી જ રીતે જો તમે વિટામિન ડીનું વધુ પડતું સેવન કરો છો તો તમારામાં ડિહાઈડ્રેશન, ભૂખ ન લાગવી, કમજોરી, વધુ પેશાબ આવવું, તરસ લાગવી અને પથરીનું પણ કારણ બની શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ